Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
રહેવાનું કહ્યું છે. પરંતુ સાધ્વીઓને માટે તે અવિધ એ માસની કહેવામાં આવી છે. બાહરની વસ્તીવાલા ગામ આદિમાં સાધુઓને માટે એ માસ સુધી નિવાસ કરવાની અવિધ કહેલ છે ત્યાં સાધ્વીઓને માટે ચાર માસ સુધી રહેવાની અવિધ કહેવામાં આવી છે. (સૂ૦૧૧)
એકપ્રાકારાદિ કે ગ્રામાૌ સાધુ-સાધ્વીનાં સમકાલનિવાસ નિષેધઃ ।
હવે સૂત્રકાર સાધુ અને સાધ્વીને એક ગામમાં રહેવાના નિષેધ કહે છે.
નોવ્વ’ ઇત્યાદિ.
મૂલના અ—એક કિલ્લાવાલા, એક જ દરવાજાવાલા, આવવા જવાના એકજ રસ્તાવાલા ગામ, નગર, પુર, પટ્ટ, સબાહ, નિવેશ, દ્રોણમુખ અને રાજધાની વિગેરેમાં એક જ વખતે સાધુ-સાધ્વીઓને નિવાસ કરવા કલ્પતા નથી. (સ્૦૧૨)
ટીકાના અજે ગામ નગર આદિમાં એક અખડિત કિલ્લા હોય, તેના દરવાજો પણ એક જ હોય, તેમજ જવા આવવાના એક જ રાજમાર્ગ હાય એવા ગામ નગર આદિમાં સાધુ-સાધ્વીઓને એક જ સમયમાં રહેવાનુ કલ્પતું નથી. (સ્૦૧૨)
સાધુ-સાધ્વીઓએ રાત્રે અગર સંધ્યા સમયે તેમ જ પઢિએ વિહાર કરવે ચેગ્ય નથી. આને માટે સૂત્રકાર કહે છે—‘નો પર્’ઈત્યાદિ.
સાધુ-સાધ્વીનાં રાત્રૌ સંઘ્યાયાં ચ માર્ગગમન નિષેધઃ ।
મૂલ અને ટીકાના અ”—સાધુ-સાત્રીએએ રાત્રિના સમયમાં, સધ્યા સમયે અગર સૂર્યદય પહેલાં વિહાર કરવા નહિ. ઉપરના સમયેા · વિકાલ ' કહેવાય છે. અધ્વગમનના અવિહાર કરવુ એવુ' થાય છે (સ્૦૧૩) પાછળ કહેલા સમયમાં એટલે રાત્રિ, સધ્યા સમયે અને સૂર્યોદયની પહેલાં વિહાર કરવાનો નિષેધ કરીને હવે તે સમયમાં સાધુ-સાધ્વીઓને જે જે વસ્તુ નહિ લેવી જોઇએ, તે અપવાદની સાથે ખતાવે છે—‘નો પર્’ ઇત્યાદિ.
શ્રી કલ્પ સૂત્ર : ૦૧
૫