Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ટીકાને અર્થ– જે સ્થળે અઢાર પ્રકારના કરવેરા વસૂલ કરવામાં આવતા હોય ત્યાંના સ્થળને ગ્રામ કહે છે. જે સ્થાનમાં અઢાર પ્રકારના કર વસુલ કરવામાં ન આવતા હોય તેને “નગર’ કહે છે. જે 'ગામ' ને ચ રે બાજી માટીને ગઢ હોય તેને “ખેડ' કહે છે. જ્યાં થેડી વસ્તી રહેતી હોય તેને “કબડ” અથવા “ કઈટ' કહે છે. જ્યાંથી અઢી અઢી ગાદની દૂરી પર બીજી વસ્તી હોય તેને મડંબ કહે છે જ્યાં બધી વસ્તુઓ મલતી હોય તેને “પટ્ટણ” અથવા “પાટણ કહે છે. જ્યાં સેના, ચાંદી, હીરા, મેંગેનીજ, લેડુ, કોલસા, અબરખ વિગેરે ધાતુઓની ખાણ હોય તેને આકર કહે છે. જે શહેરમાં, જલમાર્ગ કે સ્થલમાર્ગ દ્વારા જઈ શકાય તેને “દ્રોણ મુખ’ કહે છે. જ્યાં વ્યાપારીઓની વસ્તી ઘણું હોય તેને નિગમ કહે છે. જ્યાં “રાજા” ને વસવાટ રહે તેને “રાજધાની” કહે છે. જ્યાં તાપસ લેગ રહે તેને આશ્રમ કહે છે. જ્યાં સાર્થવાહ લેગે સાથે લઈ જતાં રોકાતા હોય તે જગ્યાને “સંનિવેશ' કહે છે. જે સ્થાને ઘણા વિશેષ પ્રમાણમાં ખેડુત લોકે રહેતાં હોય તે સ્થાન “સંબાહ” કહેવાય છે. અથવા બીજા ગામેથી આવીને લગે ધાન્ય આદિની રખવાલી માટે રહે તે સ્થાન ને “સંબાહ’ કહે છે. જ્યાં ગાયોના ધણ વાલે ગાયો ચરાવતા રહેતા હોય તેને “ઘોષ' કહે છે. ગામને અરધો ભાગ ત્રીજો ભાગ કે ચોથો ભાગ હોય તેને “અંશિકા' કહે છે. જ્યાં બીજા ગામેથી આવીને વ્યાપારી લેગ ચીજો ખરીદે છે તે સ્થાનને “પુટભેદન' કહે છે.
ઉપર વર્ણવેલ બધા સ્થલો પ્રકાર (કેટ) સહિત હોય અને બહાર વસતી નહિ હોયતે, સાધુ હેમન્ત અને ગ્રીષ્મઋતુમાં, એક માસ સુધી, પિતાને વસવાટ કરી શકે છે. આ પ્રમાણે ગામ જે કોટ સહિત અને બહારની વસતિ સહિત હોય તે ત્યાં બે માસનું અર્થાત્ એક માસ અંદર અને એક માસ બાહર નિવાસ કરવો કલ્પી શકે છે. આહાર પાણી જ્યાં વસવાટ હોય ત્યાં ને જ કલ્પી શકે. વસવાટના ક્ષેત્ર બહારના આહાર પાણી ક૯પી શકે નહિ. આવો આદેશ સૂત્ર દ્વારા કરવામાં આવ્યું છે– “g૬ નિશા અંહિ થા” ઈત્યાદિ (સૂ૦૧૦)
સાધુઓના માસક૯પ કહ્યા બાદ સાધીઓના માસક૯૫ વિષે સૂચન કરવામાં આવે છે. “g નાથન' ઇત્યાદિ.
સાધ્વીનાં માસકલ્પવિધિઃ |
મલનો અર્થ-સાધ્વીઓને, કટવાલા કેટની બહારની વસ્તી વગરના ગામ આદિમાં હેમન્ત અને ગ્રીષ્મ
ના સુધી રહેવાનું ક૯પે છે. અને કોટવાલા બહારની વસ્તીવાલા ગામ આદિમાં ચાર મહિના સુધી રહેવ કરે છે. તેમાં ગામમાં બે માસ અને તેની બહારની વસ્તીમાં બે માસ એમ હેમન્ત અને શ્રીમતમાં ચાર માસ સુધી સાધ્વીઓને રહેવાનું કહપે છે. જે “બહાર' માં રહેતાં હોય તેને “બહાર' માંથી, અને જે ગામ” માં રહેતા હોય તેને ગામ માંથી જ આહાર લેવાનું ક૯પે છે (સૂ૦૧૧)
ટીકાનો અર્થ–સાધુઓને માટે કેટવાલા અને બાહરની વસ્તીવાલા ગામ આદિમાં એક માસ સુધી
શ્રી કલ્પ સૂત્ર: ૦૧
૨૪