Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પહોંચે છે, છતાં અહિં આ “કરણ” વખતે “આત્મદર્શન” ની ઝાંખી થાય છે. નિજાનંદ ને આભાસ થાય છે, પુદ્ગલ તરફની રૂચિ ઉડી જાય છે. આ છે અપૂર્વ કરણને મહિમા. આવા “અપૂર્વ કરણે” પહોંચવાવાલા જ અ૫ હોય છે ને ઘણા ખરા તો “યથાપ્રવૃત્તિ કરતાં કરતાં” અપૂર્વકરણના દરવાજે થીજ પાછા વળે છે, અને ફરી પાછા ચતુર્ગતિની ચોપાટ ખેલવી શરૂ કરે છે. “ અપૂર્વકરણ” એ આંતરિક વિષય છે બહારના ક્ષણિક અને વિનાશી સાધનો દ્વારા તેમજ બુદ્ધિ દ્વારા તેનું વર્ણન થવું અશકય છે. “અપૂર્વકરણ” અને “અનિવૃત્તિકરણ ' એ * સ્વાનુભવ' ના વિષય છે. આ સંબંધી જ્ઞાનની તાલાવેલી જાગે ત્યારેજ આત્મસ્વરૂપનું ભાન થાય છે.
આવા “ કરણ ) ની પરમ ઉપાસના કરવા માટેજ પર્યુષણ” છે. ભગવાન મહાવીર ના શાસનકાલ માં આ નિયમ પ્રવત્તી રહ્યો છે. પર્યુષણ પર્વના છેલા દિવસને “સંવત્સરી' કહે છે આ પર્વને સમારોહ શ્રાવણ વદ ત્રયોદશી થી શરૂ થાય છે. આ પર્વ દરમ્યાન વિશિષ્ટ પ્રકારે, પિતાની યોગ્યતા અનુસાર, સંયેગો પ્રમાણે, સાધુ-સાધ્વી શ્રાવક-શ્રાવિકાએ તપ સંયમની આરાધનામાં ઓતપ્રોત થવું જોઈએ.
ઉપરના “કરણે' ને વિચાર કરે ઘણું કઠિન છે; માટે સાધુ-સાધ્વીઓએ સ્વાધ્યાય, કાત્સર્ગ, ધ્યાન, બાર પ્રકારના તપ, સત્તર પ્રકારના સંયમ, સત્તાવીસ પ્રકારના અણુગારના ગુણોની આરાધના કરવી. આ “આરાધના” ની સાથે સાથે દૂધ આદિ વિષયનો ત્યાગ કરવો ઘટે. નીરસ આહારનું સેવન કરવું, “મૌનવ્રત’ ધારણું કરવું, ઉપશમ અને ક્ષેપક શ્રેણીનો વિચાર કરે, આચાર્ય, ઉપાધ્યાય, બાલ, વૃદ્ધ, ગ્લાન મુનિજનેની સેવાચાકરી કરવી. એ ઉપર ગણાવેલ ક્રિયાઓ સાધુ-સાધ્વીના દૈનિક જીવનમાં વર્ણાએલી છે પરંતુ “પયુષણ પર્વમાં તે ક્રિયાઓમાં જે કાંઈ ક્ષતિઓ રહી ગઈ હોય તે તેને પૂર્ણ વિચાર કરી તેમાં સુધારો કરે, તેમજ પ્રાયશ્ચિત્ત લઈ આગામી કાલે આગલ વધવાનો નિશ્ચય કરે, “આ નિયમો ફકત સાધુ-સાધ્વીઓ માટેજ છે એમ રખે કે માનવામાં ભૂલ ન કરે. જે નિયમાવલિ પરંપરાથી ચાલી આવે છે તે નિયમાવલિ શ્રાવકગણને પણ બંધન કર્તા છે.
નિત્યપ્રતિ ધાર્મિક ક્રિયા કરવાવાલા શ્રાવકોને પણ પર્યુષણ પર્વમાં વિશિષ્ટ પ્રકારે ધાર્મિક ક્રિયા કરવાનું કહેલ છે. આ “એ છવ’ દરમ્યાન ગૃહસ્થોએ હમેશા મુનિ મહારાજના દર્શન કરવા, નિત્ય નિયમ કરવા, દાન, શાલ, તપ, અને ભાવની આરાધના વધારવી, રાત્રિભેજનને સદંતર ત્યાગ કરે, સ્વધમી જનો ઉપર વત્સલભાવ રાખો, દીન દુઃખી અનાથની રક્ષા કરવી, અભયદાન, સ્વાધ્યાય, તપ આદિ આચરવું, તપસ્વી સાધમીઓ માટે પારણું અતરવારણું આદિનો પ્રબંધ કરવો, મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને અશુભ ગપી આશ્ર છાંડવા, અભયદાન કરવું એટલે કસાઈખાનેથી જીવોને મુક્ત કરાવવા, સામાયિક કરવું, ઉમયકાલ પ્રતિકમણ કરવું, ગુપ્તદાન, આયંબિલ, તપ વિગેરે કરવાં, સર્વથા કુશીલને ત્યાગ કરે, વ્યાખ્યાન શ્રવણ કરવું, પ્રભાવના કરવી, હજામત નહિ કરવી, નહિ કરાવવી, શરીરશુશ્રુષા નહિ કરવી, બ્રહ્મચર્ય પાલવું, શક્તિ-અનુસાર અઠ્ઠમથી માંડી આઠ દિવસના ઉપવાસ કરવા અને “સંવત્સરી ના દિવસે આઠ પ્રહરને પિષે આદર, આ જાતની ક્રિયાઓથી દેહાધ્યાસ ઓછો થઈ “આત્મા’ તરફ દૃષ્ટિ કેલવાય છે. આ પર્વમાં ચતુર્વિધ સંઘનું કર્તવ્ય એ છે કે-ગામોગામ, દેશદેશ અમારી શેષણા કરાવે, અને જનશાસનને મહિમા વધારે, દીક્ષા સમારોહ કરે, અંતગસૂત્ર અગર
શ્રી કલ્પ સૂત્ર: ૦૧
૩૧