Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અને એવા પ્રકારના બીજા એકેન્દ્રિય જીવેાની પણ વિરાધના થાય છે. જેવી રીતે એકેન્દ્રિય જીવેાની વિરાધના થાય છે તેમ બેન્દ્રિય આદિ જીવાની પણ વિરાધના થાય છે. તેના નામ આ પ્રમાણે છે—શખ નાનામેટા, જલેા, લટ, ગિડાલા, કેચવા તેમ આવા પ્રકારના અન્ય એન્દ્રિય જીવાની પણ વિરાધના થાય છે. ‘ પ્રાણુસૂક્ષ્મ’— એક પ્રકારના કુંથવા હોય છે, જેએને છમસ્થા ચાલતી વખતે જ જોઇ શકે, જ્યારે તે સ્થિર હોય ત્યારે જોવામાં નથી આવતા એ ત્રીન્દ્રિય જીવા છે, એના વિષયમાં કહ્યુ પણ છે— સે જિત પાળવુદુમે” ઇત્યાદિ, “તે પ્રાણ સૂક્ષ્મ કેવા હોય છે ? પ્રાણ સૂક્ષ્મ પાંચ પ્રકારનાં કહ્યાં છે—કાળા, લીલા, લાલ, પોળા, સફેદ. અનુદ્ધરી નામના કથવા છે તે ફક્ત ચાલતી વખતે જ સાધુ-સાધ્વીઓને નજરે આવે છે પણ સ્થિર રહેલ નજરે નથી આવતાં. યાવત્ અલ્પજ્ઞ સાધુ સાહ્નિએએ વાર-વાર સાવધાનીની સાથે જાણવું અને દેખવુ જોઈએ, અને પ્રતિલેખન કરવુ જોઇએ. એ પ્રાણસૂક્ષ્મ છે.
આ અનુહરી કથવા ઉપરાંત અન્ય પ્રકારના કથવા, કીડીઓ, ઘણા પગવાળા ઈન્દ્રગાય આદિ; જલપુતરપાણીમાં રહેવાવાળા સૂક્ષ્મ કીડા; તથા અંડસૂક્ષ્મ-તદ્દન નાના કીડા, કીડા વગેરેના ઇંડા. ઉત્ત ́ગમ-કીડિયારું વિગેરે. આવા પ્રકારના બીજા પણ ત્રીન્દ્રિય જીવા છે તેની વિરાધના થાય છે. એવી જ રીતે માખી, મચ્છર, ડાંસ, વીછી વિગેરે ચેાન્દ્રિય જીવાની અને આ ઉપરાંત બીજા પણ ચાન્દ્રિય જીવેાની વિરાધના થાય છે, એવી જ રીતે પંચેન્દ્રિય જીવે જેવા કે—દેડકાં, ઉંદર, મચ્છી, કાચબા, તથા અન્ય પાંચેન્દ્રિય જીવેાની પણ વિરાધના થાય છે. એવી રીતે એકેન્દ્રિયથી લઈ પંચેન્દ્રિય સુધીના જીવાની વિરાધના થવાને કારણે એમ કહેવામાં આવ્યું છે કે સાધુ સાધ્વીઓએ વર્ષાવાસ-ચામાસું કરવું જોઇએ (સ્૦૧૭)
સાધુ-સાધ્વીના વર્ષાવાસવિહાર નિષેધઃ ।
વર્ષાકાલમાં એકેન્દ્રિય આદિ જીવની વિરાધનાની સંભાવનાને લીધે સાધુ અને સાધ્વીઓને એક જ સ્થાન પર નિવાસ કરવા ઉચિત છે, આ કહેવાઇ ગયેલ છે, આ કથનના ફલિતા એ છે કે સાધુ અને સાધ્વીને વર્ષાકાલમાં વિહાર કવું નહિ કલ્પે; માટે આ આશયને સ્પષ્ટ કરવા માટે સૂત્રકાર કહે છે—' નો દર ' ઇત્યાદિ. મૂલના અ—સાધુ-સાધ્વીએને વર્ષાઋતુના સમય દરમ્યાન એટલે ચાર માસ સુધી વિહાર કરવા કલ્પે નહિ (સ્૦૧૮ )
ટીકાના અ— ચાતુર્માસ' બાબતને સ્પષ્ટ આદેશ ઉપરક્ત ‘સૂત્ર’ થી જણાઇ આવેછે. (સૂ૦૧૮ ) વર્ષાઋતુમાં જ પર્યુષણ પર્વ નક્કી કરવામાં આવ્યું છે; પણ આ પ કયારે અને કયાંથી ઉજવવુ' તે બતાવવાને માટે કહે છે—‘ પર નિમંયાળ ’ઈત્યાદિ.
શ્રી કલ્પ સૂત્ર : ૦૧
૨૯