Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
(૨) મૃષાવાદવિરમણવ્રત-સદંતર જૂઠું બોલવાને ત્યાગ. આવા પ્રકારના “મૃષાવાદ' ને સાધુ-સાધ્વીને
વ કેટીએ ત્યાગ હોય છે. આ વ્રતના રખોપા માટે પાંચ ભાવનાઓ કહેલી છે-તે આ છે (૧) અનુવિચિત્યસમિતિ-ચોગ-ભાવના-વિચાર કરી બોલવું તે. (૨) ક્રોનિગ્રહભાવના (૩) લેભનિગ્રહભાવના (૪) ધર્યભાવના (૫) મૌનભાવના.
(3) અદત્તાદાનવિરમણ વ્રત-એટલે નાની મોટી કંઈ પણ ચીજ પૂછયા સિવાય ન લેવી તે. આ “વ્રત' ની પાંચ ભાવનાઓ આ છે– (૧) અનુજ્ઞાતવિવિક્તવસતિવાસભાવના. (આજ્ઞા લઈ સ્ત્રી-પશુ નપુંસકના વાસ રહિત વસતિ સેવવાની ભાવના) (૨) અનુજ્ઞાત-(આજ્ઞા લઈને) સંસ્તારક-ગ્રહણ- ભાવના (૩) શયા-પરિકર્મ-વજનભાવના-ઉપાશ્રયને રંગરિપેર નહિ કરવા -કરાવવાની ભાવના (૪) અનુજ્ઞાત-ભક્તાદિ-ભજન-ભાવના-ગુરુવડિલ આદિની આજ્ઞા લઈ આહાર આદિ વાપરવાની ભાવના (૫) વૈયાવૃત્યશકત્યગોપનભાવના-દશ પ્રકારથી વૈયાવૃત્યસેવા કરવાની શક્તિને ન છૂપાવવી તે ભાવના.
(૪) મૈથુનવિરમણવ્રત- આ “વ્રત” ની પાંચ ભાવનાઓ આ પ્રમાણે છે–(૧) અસંસક્તવસતિવાસભાવના-સ્ત્રી-પશુપંડક રહિત ઉપાશ્રય અથવા યથાગ્ય જગ્યામાં રહેવાની ભાવના (૨) સ્ત્રીકથાવિરતિભાવનાશ્રી આદિની કથા-વાર્તા નહિ કરવા અગર સાંભળવાની શુદ્ધ દૃષ્ટિવાલી ભાવના (૩) સ્ત્રીરૂપનિરીક્ષણવર્જનભાવનાસ્ત્રીનું ૫ વિકારષ્ટિથી નહિ જોવાની ભાવના (૪) પૂર્વકીડિતમરવિરમણભાવના-ગૃહસ્થનાસમાં કરેલા રતિભાનું વિસ્મરણ કરી નાખવું, એવી ભાવના (૫) પ્રણીત જનવર્જનભાવના-કારણ વગર નિતપ્રતિ સરસ ભજન વર્જવાની ભાવના.
(૫) પરિગ્રહવિરમણ વ્રત, આની પાંચ ભાવનાઓ આ પ્રમાણે છે–(૧) શોન્દ્રિયસંવરભાવના (૨) ચક્ષુઈન્દ્રિયસંવરભાવના, (૩) ધ્રાણેન્દ્રિયસંવરભાવના. (૪) જીવેન્દ્રિયસંવરભાવના, (૫) સ્પશેન્દ્રિયસંવરભાવના સૂત્રો
સાતમાં પર્યાયથેષ્ઠ ક૯પને કહે છે-“gs' ઇત્યાદિ.
શ્રી કલ્પ સૂત્ર: ૦૧
૨૨