Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વમેવ થેરા’ ફિ. આ જાતની “વંદના વિધિ દરેક સાધુમાં, લઘુતા અને નમ્રતાને ગુણ ભારે-ભાર ખીલવે છે. કહ્યું પણ છે–
“एयं किइकम्मविहि, जुजंता चरणकरणमाउत्ता।
साहू खवंति कम्मं, अणेगभवसंचियमणंतं” ॥१॥
અર્થાત-વંદન કરતી વખતે ચરણકરણની ક્રિયામાં જે ઉપગ રાખવામાં આવે તો સાધુ-સાધ્વીએ અનેક ભવના સંચિત કરેલા કર્મોનો નાશ કરે છે. સાધુ-સાધ્વીઓના પેટામાં આચાર્ય, ઉપાધ્યાય, ગણાવે છેદક, સ્થવિર, પ્રવર્તક ગણી અને ગણઘરેનો સમાવેશ થાય છે.
આચાર્ય, ઉપાધ્યાય, ગણાવચછેદક, સ્થવિર, પ્રવર્તક, ગણી અને ગણધરનું સ્વરૂપ કહેવામાં આવે છે, તેમાં પ્રથમ આચાર્યનું સ્વરૂપ કહે છે – જનશાસનના ઉપદેશક, મોક્ષના અભિલાષી વિનયવંત અને સ્વાર્થના દાતા હોય તે આચાર્ય કહેવાય છે. કહ્યું પણ છે –
“सुत्तत्थविऊ लक्षण,-जुत्तो गच्छस्स मेढिभूयो य ।
गणतत्तिविप्पमुक्को, अत्थं वाएइ आयरिओ” ॥१॥ ભાવાર્થ-સૂત્ર અને તેનો અર્થ, તેમજ સૂત્રાર્થની અંદર રહેલા વીતરાગ-ભાવના જાણકાર હોય, પ્રશસ્ત લક્ષણોથી યુકત હય, ગછના આધારભૂત ગણુતા હય, ગણની ચિંતા-રહિત હોય, અર્થાત વિશિષ્ટ કાર્ય સિવાય સામાન્ય કાર્યોની ચિંતા નહી કરનારા હોય, એવા આચાર્ય સૂત્રાર્થનું વ્યાખ્યાન કરે છે. (૧)
માન કરે છે. (૧)
વ ઉપાધ્યાયનું સ્વરૂપ
GSજે સાધુની સમીપમાં ર
જે સાધુની સમીપમાં રહીને અન્ય સાધુઓ શાસ્ત્રાભ્યાસ કરે છે તે સૂત્ર ભણાવનાર સાધુ જૈનશાસનમાં ઉપાધ્યાય” તરીકે ઓળખાય છે. કહ્યું છે
“बारसंगो जिणक्खाओ, सज्झाओ कहिओ बुहे।
तं उवइस्संति जम्हा, उवज्झाया तेण वुचंति”॥३॥ જીનેશ્વરની વાણી જે બાર અંગ અને ઉપાગમાં વર્ણવામાં આવી છે તે વાણીને સ્વાધ્યાય કરનાર, અને તે સ્વાધ્યાયને મેક્ષાભિલાષીઓને ઉપદેશ દેનાર, તથા અંગ ઉપાંગને અભ્યાસ કરવાવાલા જિજ્ઞાસુઓને શિખવનારને જ “ઉપાધ્યાય’ કહેવામાં આવે છે (૨)
શ્રી કલ્પ સૂત્ર: ૦૧
૧૮