Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સંઘાટીનું કુલ માપ પિસ્તાલીસ [૪૫] હાથ થાય છે. છ હાથ લાંબા અને દેઢ હાથ પહોળો એ એક ચેલપટ્ટો ૯ હાથને થાય, આસનનું કપડું સાડા ત્રણ હાથ લાંબુ અને એક હાથ પહેલું હોવું જોઈએ. બે હાથ લાંબુ અને બે હાથ પહોળું એવું કપડું ‘ભિક્ષાપાત્ર' રાખવા માટે વાપરવું. એક હાથ લાંબુ અને એક હાથ પહોળ પાણી ગાળવાનું ગરણું હોવું જોઈએ ત્રણ પાત્રમાં રાખવા માટે અનેક હાથ લાંબુ અને અકેક હાથ પહોળું એવા ત્રણ વો જોઈએ. તમામ પાત્રોને એકી સાથે બાંધવા માટે ત્રણ હાથનું એક વસ્ત્ર રાખવું જોઈએ. આ બધું મળીને અડસઠ ૬૮ હાથ વસ્ત્ર થાય છે. મુખ વસ્ત્રિકા, રજોહરણની ડાંડી ઉપર લપેટવાનું કપડું અને માંડલિક વસ્ત્ર આ તમામનું મળી એક હાથ વસ્ત્ર થાય છે. નાક સાફ કરવાનું વસ્ત્ર અડધા હાથનું, પાણીનું વાસણ ઢાંકવા માટે એક હાથનું વસ્ત્ર, ધૈડિલ જતી વખતે જલપાત્ર રાખવાનું વસ્ત્ર એક હાથ, એમ બધું મળીને વસ્ત્રનું પ્રમાણ બહોતેર ૭૨ હાથ હોવું જોઈએ.
સાધ્વીઓનું વસ્ત્ર પ્રમાણ છ– ૯૬ હાથ રાખવામાં આવ્યું છે. તેનું વિવરણ આ પ્રમાણે છે – બે હાથ પહોળી અને સાડા ત્રણ હાથ લાંબી, એવી એક સંઘાટીના સાત હાથ, ત્રણ હાથ પહોળી અને સાડા ચાર હાથ લાંબી એવી બે સંઘાટિઓનું સત્તાવીસ હાથ, ચાર હાથ પહોળી અને સાડા ચાર હાથ લાંબી એવી એક સંઘાટીનું અઢાર હાથ, આ પ્રમાણે ચાર સંઘાટીનું બાવન હાથ કાપડ થયું, બે હાથ પહોળી અને સાડા સાત હાથ લાંબી એવી સાડીના પંદર ૧૫ હાથ, આ પ્રમાણે ચાર સંઘાટિનું અને એક સાડીનું, એમ મળી ૬૭ હાથ થયું. આસન, ઝોલી, ગરણું, પાત્રબંધન, મુખવસ્ત્રિકા, રજોહરણ, રજોહરણની ડાંડીનું વસ્ત્ર, માંડલિકવસ્ત્ર, નાક સાફ કરવાનું વસ્ત્ર, પાણી ઢાંકવાનું વસ્ત્ર, સ્થડિલ જતા લેવામાં આવતા પાત્ર રાખવાનું વસ્ત્ર, પાત્રમાં રાખવાના અનેક હાથના ચાર વસ્ત્ર, તથા અવગ્રહપટ્ટ (જાંધિયા), કાંચલી આ બધુ મળીને છ-નુ ૯૬ હાથના પ્રમાણનું વસ્ત્ર સાધ્વીઓએ રાખવાનું હોય છે. પુસ્તક બાંધવાના વસ્ત્રની અલગ જોગવાઈ રાખવામાં આવી છે.
વસ્ત્રની માફક પાત્ર પણ સાધુ-સાધવી એ માટે આવશ્યક ઉપકરણ છે, માટે તેની સંખ્યા આ પ્રમાણે રાખવામાં આવી છે. સાધુઓ માટે ત્રણ પાત્ર, અને ચોથુ ઉંદક, સાધ્વીઓ માટે ચાર પાત્ર અને પાંચમું ઉંદક રાખવામાં આવ્યું છે. (સૂ૦૨)
ઔદેશિકાશનપાનખાદ્યસ્વાધ-વચ્ચપાત્રગ્રહણ નિષેધઃ |
આલય” કલ્પનું વર્ણન પૂરું કરીને હવે “દેશિક” નું ધ્યાન રજુ કરીએ છીએ-નો જરૂ” ઈત્યાદિ. મૂલને અર્થ–કોઈ એક સાધુ-સાધ્વીને ઉદેશીને બનાવેલ અશન, પાન, ખાધ, સ્વાધ, વસ્ત્ર, પાત્ર, રજો
શ્રી કલ્પ સૂત્ર: ૦૧
૧૩