Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સાધુ-સાધ્વીનાં વસ્ત્રપાત્રાદિ ગ્રહણનિયમઃ |
અચેલકતા? મૂલનો અર્થ-સાધુ-સાવિઓને અપમૂલ્યવાલા વત્રો ગ્રહણ કરવા, અને ભેગવવા કપે છે, સાધુ સાધ્વીઓને બહુમૂલ્યવાલા વસ્ત્રો ગ્રહણ કરવા, અને ભેગવવા કલ્પતા નથી. સાધુઓને ત્રણ વસ્ત્રો (પછેડી) ગ્રહણ કરવા અને ભેગવવા કપે છે. સાધ્વીઓને ચાર વ ( પછેડી) ગ્રહણ કરવા અને ભોગવવા કરે છે. સાધુઓને
તેર હાથ વસ્ત્ર ગ્રહણ કરવા અને ભેગવવા કપે છે. સાધ્વીઓને છનુ હાથ વસ્ત્ર ગ્રહણ કરવા અને ભોગવવાનું કપે છે. સાધુઓને ત્રણ પાત્ર અને ચોથુ ઉંદક લેવું અને જોગવવું કપે છે. સાધ્વીઓને ચાર પાત્ર અને પાંચમું ઉંદક લેવું અને ભેગવવું ક૯પે છે [સૂ૦૨).
ટીકાનો અર્થ– વસ્ત્રના બે પ્રકાર છે–૧ અ૫મૂલ્યવાલા ૨ બહુમૂલ્યવાલા. જે વસ્ત્રનું મૂલ્ય ચાલુ દશ મુખ્ય સિક્કામાં એક કેડી કમ હોય, એટલે જેમ અત્યારે રુપિયા એ મુખ્ય સિક્કો છે. કઈ પણ વસ્ત્રની કિંમત દશ રૂપિયાથી જરા પણ ઓછી હોય તે તે વસ્ત્ર અ૮૫મૂલ્યવાળું કહેવાય, પરંતુ કઈ પણ વસ્ત્રનું મૂલ્ય ચાલ્ દશ સિક્કા એટલે દશ રૂપિયા તથા એનાથી જરાપણ વધારે હોય તે તે વસ્ત્ર બહુમૂલ્યવાનું કહેવાય. સાધુસાધ્વીઓને અ૫મૂલ્યવાલા વસ્ત્રો ગ્રહણ કરાય અને ભગવાય, પણ બહુમૂલ્યવાલા નહિ, આ આદેશ સૂત્રકારોએ
g નિશાન” અને “નો ઘર નિકથા' વાલા વાકયથી પ્રગટ કર્યો છે. “પારિત્ર' ને અર્થ ગ્રહણ કર, અને “દત્ત” નો અર્થ ભેગવવું એટલે વારંવાર વાપરવું તે થાય છે.
અ૬૫મૂલ્યવાલા વસ્ત્રો કેટલા લેવા અને કેટલા વાપરવા તે પ્રશ્નના જવાબમાં શાસ્ત્રકાર કહે છે કે સાધુએને ત્રણ સંઘાટી [ચાદરી લેવી અને વાપરવી, અને સાધ્વીઓને ચાર સંધાટી લેવી અને વાપરવી કપે છે. “સંઘાટી શબ્દ અહીં ઉપલક્ષણ છે તેથી સાધુઓની બાબતમાં “ચલપટ્ટા” આદિનું અને સાધ્વીઓની બાબતમાં સાડી આદિ બધા વસ્ત્રોનું ગ્રહણ કરી લેવું જોઈએ.
સાધુ-સાધ્વીઓના વસ્ત્રનું માપ કેટલા હાથનું હોવું જોઈએ તેના પ્રનના જવાબમાં કહેવામાં આવે છે કે સાધુઓના વસ્ત્રો પિતાના હાથથી માપતાં તેર હાથના હોવા જોઈએ, અને સાધ્વીઓના વસ્ત્રો પોતાના હાથથી માપતાં છનું [૬] હાથ હોવા જોઈએ. અહિં “હાથ’ ને અર્થ ચોવીસ આંગલ લંબાઈ અને ચોવીસ આંગલ પહોળાઈ થાય છે.
- ઉપરોક્ત પ્રમાણ વસ્ત્રનું કુલ પ્રમાણ લીધું છે, પણ શરીર ઢાંકવા વિવિધ પ્રકાર તે કપડામાંથી થવા જોઈએ. એટલે શાસ્ત્રકારોએ સ્પષ્ટ ખ્યાલ આપવા દરેક વસ્ત્રનું માપ નિર્માણ કરી આપ્યું છે, સાધુની દરેક સંઘાટીની લંબાઈ પાંચ હાથ લાંબી અને ત્રણ હાથ પહોળી, આ હિસાબે એક સંઘાટી પંદર [૧૫] હાથની થવા જતાં ત્રણે
શ્રી કલ્પ સૂત્ર: ૦૧
૧૨