Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પેાતાના શાસનની અપેક્ષા ધર્માંની આદિ કરવાવાળા એવા વમાન નામના ચરમ તીથ કરને પાંચે અગા નમાડી નમસ્કાર છું. અને ગૌતમાદિ ગણધરને નમસ્કાર કરુ છુ. તથા નિર્દોષ પ્રરૂપણાથી યુક્ત હોવાને લીધે શુદ્ધ એવી જીનવાણી, તેને પણ નમસ્કાર કરૂ છુ. આ બધાને નમકાર કરીને હું ઘાસીલાલ મુનિ જ્ઞાનાચાર-દÖનાચાર-ચારિત્રાચાર તપઆચાર-વીર્યાચાર, એવા પાંચ આચારથી અને જ્ઞાનાદિ લક્ષ્મીથી અલંકૃતસુશોભિત થયેલ એવા ભગવાન મહાવીરના સત્તાવીશ ભવાની કથાવાળું, મનેરમ કલ્પસૂત્ર ભવ્યેાના મેાક્ષરૂપ હિતને માટે બનાવું છું. ભગવાન મહાવીરના ગત ભવા અનતા થઇ ગયા પણ જ્ઞાનીઓના ભવાની ગણુતરી ‘સમ્યક્ દશન’ ની પ્રાપ્તિ પછીજ ગણાય છે, તેમ ભગવાન મહાવીરને આત્મા નયસારના ભવમાં સાચુ ‘ આત્મભાન ’પામ્યા તેથીજ તેમનુ જીવનવૃત્તાંત નયસારના ભવથીજ આલેખવામાં આવ્યું છે. ‘આત્મભાન’ એટલે ‘હું' શુદ્ધ, નિરંજન અજર, અમર, અવિનાશી, દેહાતીત અને ઇન્દ્રિયાતીત સ્વયં ચૈતન્યસ્વરૂપ છું, જ્ઞાન મારૂ લક્ષણ, છે, જડ દ્રવ્યા અને જડ ભાવેા, એ મારા શુદ્ધ સ્વરૂપમાં નથી, જડતરફની રૂચિના લીધેજ મારા ભાવે! અશુદ્ધ ગણાયાં, આવા અશુદ્ધ ભાવાના પ્રવાહ અનંત કાલથી ચાલ્યા આવે છે. પણ મારા અજ્ઞાનના લીધે તેમજ સદ્ગુરૂના નિમિત્ત વિના મારા સ્વરૂપને આળખી શકયે નહિ. આ આત્મ સ્વરૂપ, જ્ઞાન અને ક્રિયાથીજ પ્રગટ થાય છે. એમ સમજવાના માર્કા તે મનુષ્ય ભવમાં જ છે. આ જાતનું આત્મભાન' નયસારે કર્યું અને તે ભવથીજ તેની ઉત્તરાત્તર શ્રેણી મંડાઈ.
જેનાથી સંયમ માર્ગ માં દૃઢીભૂત થવાય છે તેવા ‘ભાવા' ને ‘કલ્પ' કહેવામાં આવે છે, આવા અનંત ભાવાને એકી સાથે જે શાસ્ત્રમાં વવામાં આવ્યા છે તે ‘શાસ્ત્ર' ને ‘કલ્પ સૂત્ર' કહે છે.
આ કથનથી કલ્પસૂત્રનું અનુમધચતુષ્ટય દેખાડવામાં આવે છે, તે આ પ્રમાણે છેઃ- (૧) જ્ઞાનાચાર આદિ આ શાસ્રના વિષય છે. (૨) પ્રતિપાઘ-પ્રતિપાદકભાવ સબંધ છે. (૩) મેાક્ષાભિલાષી મુનિ આને અધિકારી છે અને (૪) મેાક્ષ પ્રયેાજન છે.
શ્રી કલ્પ સૂત્ર : ૦૧
૩