Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કરે છે અને એવા ખેલ ન જેવા જોઈએ એવી શિખામણ આપી. આ શિખામણ ગ્રહણ નહિ કરતાં ગુરૂજી ઉપર ક્રોધાયમાન થઈ તેમના પર દેષારોપણ મૂકી કહ્યું કે તમે મને પહેલેથી જ કેમ ન કહ્યું કે નટ નટીના ખેલ જોવા યોગ્ય નથી. સરલતાથી વાત માન્ય કરવાને બદલે ઉપદેશક ઉપર જ દેષારોપણ કર્યું', આ છે “વર્ક અને જડ ના દાખલાઓ.
બીજું ઉદાહરણુ-કેઇ એક ધનપતિ પિતાના પુત્રને સમજાવતા હતાં કે બાલકે વડીલ અને ગુરૂજનની મર્યાદા અને માન સાચવવાં જોઈએ. કઈ પણ પ્રસંગે તેમના સવાલને વળતાં જવાબ ઉદ્ધતાઈ પૂર્વક વાળ ન
જે કહે તે સાંભળી લઈ તેને યોગ્ય અમલ કરે. તેમજ તેમની સામે થઈ કઠેર વેણ બોલવું ન જોઈએ. અત્રે આ વાતને મનમાં વક્રતાથી ધારણ કરી રાખી. કેઈ એક પ્રસંગે પિતા પરિવાર સહિત બહાર ગયા અને પુત્રને ઘરમાં એકલે રાખે, પુત્ર વિચાર કર્યો કે “મને હંમેશાં શખામણ આપનાર પિતાને આજે હું શિખામણ આપું? આવું વિચારી દરવાજાની સાંકળ બંધ કરી ઘરની અંદર ચુપચાપ બેસી ગયે, પિતા પાછાં વળતાં દરવાજા પાસે આવી અંદરની સાંકળ ઉઘાડવા પુત્રને હાક મારી, પણ પુત્ર તે જાણે કાંઈ સાંભળતો જ નથી. એમ આંખ આડા કાન કરી શમશામ બેસી જ રહયો. બીજા કેઈ ઉપાય ન સુઝવાથી પિતા દિવાલ પર ચડી અંદર આવ્યા ને જોયું તે પુત્ર આરામથી બેઠો છે. અને પિતાને જોઈને હસવા લાગ્યો ને કહ્યું કે હમણાં જ તમે બોધ આપીને ગયાં હતાં કે વડિલને સામે પ્રત્યુત્તર વાળ નહિ, આવી વાતો સાંભળતાં જ પિતા તે ઠંડોગાર થઈ ગયો ને પુત્રની વકતા અને જડતા જોઈ દિગમૂઢ બની ગયો.
પહેલાં અને છેલલાં તીર્થંકરો સિવાય વચલા તીર્થકરોના વારામાં એટલે બાવીશ તીર્થકરોના શાસન તલેના સાધુઓ “જુપ્રાણ” (સરલ અને સમજણવાલા) ગણાતાં, તેમનું કહ૫ અસ્થિત હતું, મધ્યતીર્થકરના શાસન હેઠળના સાધુઓ અને મહાવિદેહક્ષેત્રમાં રહેતા સાધુઓના આચાર બાબતોમાં, જેવાં કે શય્યાતરપિંડ (૧), કતિકર્મ (૨), મહાવ્રત, (૩) પર્યાયષ્ઠ, (૪), એએમાં સ્થિતકલપ હોય છે, બાકીના છ વિષયોમાં અસ્થિતક૯પ હોય છે, કારણ કે બાકીના છ બાબતોનું સેવન હમેશ હોતું નથી.
ઋજુમાણનું દૃષ્ટાન્તભગવાન અજીતનાથના સમયના કોઈ એક સાધુ રસ્તે જતા “નટ’ નું ખેલ જોઈ મડેથી ઉપાશ્રયમાં દાખલ થયા. મોડું થવાનું કારણ શિષ્ય જે હતું તે કહી દીધું. ગુરુએ કહ્યું ભદ્ર! નટનું નૃત્ય રાગવૃદ્ધિનું કારણ છે માટે મુનિઓએ તે ન જોવો જોઈએ, એ ઉપદેશને તે હદયમાં સ્થાપિત કર્યો.
ફરી બીજી કઈ વખતે રસ્તે ચાલતાં “ નટી” ને નાચતી જઈ ગુરૂદેવની આજ્ઞાનો અમલ હદયમાં રી આવ્યો ને વિચાર્યું કે જે “નટ ખેલ જોવાથી રાગ વધે છે તે “ નટી' નો ખેલ જેવાથી તે તીવ્ર રાગ વધે; માટે નટીને નાચ પણ દૃષ્ટિગોચર ન થવો જોઈએ, આ પ્રકારે વિચાર કરીને નટીનું નૃત્ય જોયા વગર જ ઉપાશ્રયે આવી ગયો. આવા સાધુઓ વચલા તીર્થકરોના શાસનમાં હતા, તેથી તેઓ ઋજુપ્રાજ્ઞ કહેવાયા.
અજુપ્રાસ સાધુ, ગુરૂમહારાજનું વચન, સરલરૂપમાં ગ્રહણ કરી કાર્ય–અકાયને ખ્યાલ પોતે જ કરી, યેગ્ય
શ્રી કલ્પ સૂત્ર: ૦૧