Book Title: Kalpasutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શાસનપતિ ભગવાન મહાવીર, ગૌતમાદિ ગણધર દેવો અને અનન્ય ભાવ પ્રગટ કરનારી એવી અનંત જીનેશ્વરની વાણુને દ્રવ્ય અને ભારે નમન કરી, જેમાં પ્રભુ વીરની આત્મકથા વર્ણવામાં આવી છે તેમજ મુનિઓના આચાર વિચાર વર્ણવામાં આવ્યા છે એવા “કલ્પસૂત્ર” ની હું ઘાસલાલ મુનિ ભવ્ય જીવોને હિત માટે લઘુભાવે રચના કરું છું
મહાવીર – “જિ” ઉપસર્ગ છે અને “ર' ધાતુ છે, આ પ્રમાણે “ઉ” ઉપસર્ગ વાલા ધાતુથી “વ” શબ્દ બન્યો છે. ' ધાતનો અર્થ ગતિ કરવી તે થાય છે. જે આત્મા વિશેષરૂપે મોક્ષ તરફ ગમન કરે છે અને અન્ય જેને “મુક્તિ’ તરફ પ્રયાણ કરાવે છે તેમને “વીર’ શબ્દથી સંબેધવામાં આવે છે.
વીર' શબ્દની બીજી વ્યુત્પત્તિ પણ છે, જેમ “વીસ રૂતિ વીરઃ” અર્થાત્ જે પિતાના વીય–બલ-પરાક્રમ ને ફેલાવી, આત્માને જેણે નિસત્ત્વ જે કરી નાખે છે તેવા કર્મોને દૂર કરે છે, તેને “વીસ” કહેવામાં આવે છે. અથવા મેહ, મમતા, રાગ, દ્વેષ, વિકાર, અજ્ઞાન આદિ ભાવેને જેણે પિતામાંથી હમેશને માટે દૂર કર્યા છે તેને “વીર’ કહેવામાં આવે છે. “રા' શબ્દને વધારે પરિટ કરવા કહે છેઃ“विदारयति यत्कर्म, तपसा च विराजते। तपोवीर्येण युक्तश्च, तस्माद वीर इति स्मृतः” ॥१॥
જેણે કર્મોનું વિદારણ કર્યું છે અને તપ આદરી પિતાનું ‘નિરાહાર પણું પ્રગટ કર્યું છે, જેણે પિતાની ગુપ્ત રહેલ અનંત શક્તિઓને જાણ્યા પછી પ્રબલ પુરૂષાર્થ કરી અનંતવીર્યતા પ્રગટ કરી છે તેને “વીર ” કહેવાય છે.
આવી “વીરતા” વાલા સામાન્ય જીન પણ હોય છે, પરંતુ ભગવાન શાસનપ્રવર્તક હોવાથી મહાન છે, માટે મહાવીર કહેવાય છે. અથવા તેઓએ પોતાના પગના અંગુઠાના સ્પર્શ માત્રથી મેરુને હલાવી દીધું અને પરીષહપસર્ગોને સહન કર્યા, માટે આ મહાવીર કહેવાય છે.
શાસ્ત્ર કથન મુજબ એમ જાણવા મળ્યું છે કે આ યુગમાં ભગવાન મહાવીર જેવાં નિબિડ કર્મો ભાગ્યેજ કઈ મોક્ષગામી જીવને હતાં, ભગવાન મહાવીરે ઉપાર્જન કરેલ અશુભ કર્મોને નેટ જગતમાં શોધ્યો જડતે નથી તેમજ આવા અઘાર કર્મોને નાશ કરવામાં પ્રબલ પુરૂષાર્થ ફેડવનાર ભગવાન મહાવીર જે ભાગ્યે જ કોઈ જીવાત્મા હશે, તેથીજ આ, યુગપ્રધાન આતમા બલ વીર્યની બાબતમાં આ લોકમાં મનાય છે, તેમના જેવા ઉપસર્ગોને સહન કરવાવાળા ભાગ્યે જ હશે!
શ્રી કલ્પ સૂત્ર: ૦૧