________________
તીર્થમાળા.
૧ મુંબઈ.
(બી. બી. રેલવે) મુંબઈ એ આજના જમાનાનું વેપારનું મુખ્ય મથક છે, જેનેની વસ્તી પણ ત્યાં સારી છે. દેરાસરે મુખ્યતાએ પાયધુનીયર ગોડી પાર્શ્વનાથ, મહાવીર સ્વામી, આદીશ્વરજી વગેરે આવેલાં છે. ભીંડી બજારને રસ્તે શાંતિનાથજી તથા ગેડીની બાજુએ ચિંતામણી પાર્શ્વનાથ, તેમજ બંદર ઉપર બે દેરાસરે, કેટમાં એક શાંતિનાથજીનું દેરાસર તથા ઝવેરી બજારમાં મહાવીર સ્વામીનું દેરાસર તેમજ ભાયખાલાનું વિશાલ આદેશ્વર ભગવાનનું દેરાસર, લાલ બાગનું વગેરે જૈન મંદિરે મુંબઇમાં ઠીક જાહોજલાલીવાળાં અને વ્યવસ્થાપૂર્વક જોવાય છે. વાલકેશ્વરનાં ત્રણ દેરાસરે, તેમજ દાદર, થાણું, ઘાટકોપર, માહીમ વગેરે
સ્થાને પણ જૈન મંદીરે આજે ઝળકી રહ્યાં છે. | મુંબઈમાં સામાન્ય રીતે જી. આઈ. પી. રેલવેનું મુખ્ય સ્ટેશન બોરીબંદર છે. તેમજ બી. બી. આઈ. ઈ. રેલવેનું મુખ્ય સ્ટેશન કલાબા ગણાય છે. આ શહેરમાં બીજા પણ જોવા લાયક સ્થાનકો ઘણું છે. મુંબઈમાં લાલબાગમાં ધર્મશાળા પણ છે. ત્યાં જૈન મુસાફરોને ઉતરવા માટે લાગવગવાળાને સગવડ મળી શકે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com