________________ પ્રકરણ 1 લું. ] પ્રાચીન કાળમાં વેપારની દોડધામ. પ્રાચીન કાળમાં આ દેશમાં થયો હતો, એ આપણું પુરાતન ગ્રંથો ઉપરથી અનેક વિદ્વાનેએ સિદ્ધ કર્યું છે. અર્થાત પૃથ્વી ઉપરનાં બીજાં રાજ્યો જ્યારે અધમ સ્થિતિમાં પડેલાં હતાં, ત્યારે આ દેશ અત્યંત આબાદ હતે. આપણે પિતાનો જ નિર્વાહ અહીંની ઉત્પન્ન ઉપર થતું એટલું જ નહીં, પણ દુનીઆનાં બીજા અનેક રાજ્યોને નિર્વાહ પણ આ દેશના માલ ઉપરજ થતું. તે વખતે ચારે દિશા તરફ દૂર પર્યન્ત આ દેશને બીજા દેશો સાથે સંબંધ હતે. અગ્નિ કેણમાં આવેલા બેટ સાથે, તેમજ પૂર્વ તરફ આવેલા ચીન, જાપાન વગેરે દેશે સાથે તે સમયે હિંદુસ્તાનને વેપાર ચાલતું હતું. બુદ્ધ ધર્મને પ્રસાર પણ એવી જ રીતે થયેલે છે. એમ છતાં આજે આપણે પશ્ચિમ તરફ અતિ દૂર આવેલા એક બળવાન રાજ્યના તાબામાં હોવાથી, તેમજ આ પ્રચંડ રાજ્યક્રાતિ કેવી રીતે થઈ તે બતાવવાનો આ પુસ્તકને મુખ્ય હેતુ હેવાથી, વેપારની બાબતમાં હિંદુસ્તાનની પશ્ચિમે આવેલાં રાજ્યોની, અને વિશેષે કરીને યુપીય રાજ્યોની સ્થિતિ પૂર્વે કેવા પ્રકારની હતી, અને તેઓને આ દેશ સાથે સંબંધ કેવી રીતે જોડાય એ પહેલાં જાણવું અવશ્યનું છે. હિંદુસ્તાન અને યુરોપનાં રાજ્યો વચ્ચે વેપાર ઘણજ પ્રાચીન કાળમાં ઘણુંખરું જમીન માર્ગે, અને કંઈક અંશે કિનારે કિનારે થઈને ચાલો. તે વેળા ઘણું લેકે નકાપ્રવાસથી માહિતગાર હતા, તે પણ હમણાની માફક કિનારે છેડી ભરસમુદ્રમાં જવાની થોડાજ હિંમત કરતા. આ વેપાર માટે હિંદુસ્તાનમાંથી બહાર પડી ઠેઠ યુરોપમાં જવાના રાજમાર્ગ ઠરેલા હતા. તે સમયના આ ઘણું અગત્યના માર્ગ થઇને ઊંટ તેમજ બીજાં ભારબરદારી જાનવરોની મોટી વણઝારો અહીંને વેપારને માલ દૂર દેશ લગી લઈ જતી. આ વેપાર હસ્તગત કરવા માટે યુરોપનાં રાજ્યમાં મિટી હસાસી ચાલી હતી; કારણ હમણાની માફક તે વખતે પણ વેપારમાંજ વિશેષ કિફાયત હતી. યુરોપસરખા વિશાળ પ્રદેશના લેકેને અહરનિશ જરૂરી, તેમજ એશઆરામને, માલ પુરે પાડવો એ કંઈ છેડા ફાયદાની વાત નહતી. ગ્રીક, રેમન, મિસર, ફિનિશિયન, આસીરિયન,