Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૨ જુ ]
કુલાત્પત્તિ અને પૂજો
[ ૧૭
ચૌલુકય' નામની સમજૂતી પૌરાણિક રીતે આપવા માટે ઊપજેલી છે. વળી આ રાજવંશને પૌરાણિક ચંદ્રવંશ સાથે સાંકળવામાં આવ્યા છે.૨૫ આ માન્યતા સ્પષ્ટતઃ વમાન રાજવંશાને પુરાણપ્રસિદ્ધ સૂર્યવંશ કે ચંદ્રવંશ સાથે સાંકળવાની એ કાલની અભિરુચિમાંથી ઉદ્ભવી છે. ૨૬ આ બંને પ્રકારની માન્યતા દખ્ખણુના ઉત્તરકાલીન ચાલુકચો માટે પણ પ્રચલિત થઈ હતી.ર૭ એમાં કેટલેક વિગતભેદ પણ માલૂમ પડે છે.૨૮ વસ્તુતઃ આ મૈં માન્યતા પ્રાચીન ચાલુકય વંશના રાજ્યકાલ પછી સૈકાઓ ખાદ પ્રચલિત થયેલી પૌરાણિક કથા પર આધારિત છે તે એવુ કંઈ ઐતિહાસિક મૂલ્ય રહેલું નથી.૨૯
જયસિંહસૂરિએ ‘ કુમારપાલભૂપાલચરિત ’(ઈ. સ. ૧૩૬૬)માં વળી એવી । અનુશ્રુતિ આપી છે કે ચુલુજ નામે વીર પુરુષે મધુપદ્મ(મથુરા) નગરમાં ચૌલુકય વંશ પ્રવર્તાવ્યા, એ વંશમાં સિહવિક્રમ નામે રાજા થયા, જેણે પોતાનેા સ ંવત ચલાવ્યેા, એના પુત્ર હરિવિક્રમમાંથી ૮૫ તેજસ્વી વંશજ થયા તે એ પછી રામ, ભટ, દડ, કાંચિદ્મવ્યાલ, રાજિ અને મૂલરાજ થયા. ३० આ કથામાં મૂલરાજ ચૌલુકયના જ્ઞાત પૂર્વજોને ઉત્તર ભારત સાથે સાંકળવાની તથા ચુલુકય અને એ પૂર્વજોની વચ્ચે કેટલાક રાજાઓનાં કલ્પિત નામ ઉમેરવાની વૃત્તિ રહેલી છે, જે કલ્યાણીના ચાલુકચોને અયેાધ્યા સાથે સાંકળતી કથાના મૂળમાં પણ રહેલી છે,૩૧ પરંતુ આ માન્યતા પણ ઘણી ઉત્તરકાલીન હેાઈ અતિહાસિક મહત્ત્વ વિનાની છે.
ભાટચારણાની અનુશ્રુતિમાં પરમાર, પ્રતીહાર, ચૌલુકય અને ચાહમાન એ ચાર રાજકુલાની ઉત્પત્તિ અયુ`ગિરિ પર વસિષ્ઠ ઋષિના અગ્નિકુંડમાંથી થઈ હોવાનુ જણાવ્યુ છે,૩૨ પરંતુ ચૌલુકયોનાં લખાણેામાં આવે ઉલ્લેખ માત્ર પરમારાની ઉત્પત્તિ માટે આવે છે.૩૩ વસ્તુતઃ આ અનુશ્રુતિ ચુલુક અને ચંદ્રને લગતી માન્યતા કરતાંય મેડા સમયમાં ઊપજેલી છે ને એમાં જણાવેલી મુખ્ય ખાબત સ્પષ્ટતઃ પૌરાણિક કથાના પ્રકારની છે.
"
છતાં આ અનુશ્રુતિમાં ચૌલુકોને પ્રતીહારા સાથે સાંકળવામાં આવ્યા તે પ્રતીહારા ગુર્જર જાતિના હેાવાનુ જણાય છે એ પરથી કેટલાક અર્વાચીન ઇતિહાસ–સશોધકોએ ચૌલુકયો ગુર જાતિના હોવાનું સૂચવ્યુ છે.૩૪ ગુજર દેશ' કે ‘ગુજરાત' જેવું નામ આ પ્રદેશને ચૌલુકય કાલમાં જ લાગુ પાયું ને ગુજરાતના ચૌલુકય વંશના સ્થાપક મૂલરાજના પિતા રાજિ કલ્યાણકટક અર્થાત્ નેાજના હાઈ ગુજર રાજ્યની રાજધાની સાથે સંકળાયેલા હતા. એ એ બાબત આ સૂચનને સમન આપે છે.૩૫ ડૉ. દે. રા. ભાંડારકરે વળી એવી અટકળ કરી ર. સા.