Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
પ્રકરણ ૨
કુલોત્પત્તિ અને પૂર્વ ગુજરાતના ઇતિહાસમાં સેલંકી કાલ અનેક દષ્ટિએ સુવર્ણકાલ ગણાય છે. સોલંકી રાજ્ય એ કાલનું મુખ્ય અને સહુથી પ્રબળ રાજ્ય હતું. એના પ્રતાપી રાજાઓએ એ રાજયને અમલ હાલના ગુજરાત રાજ્ય કરતાં વધુ વિશાળ પ્રદેશ પર વિસ્તાર્યો હતો. ભાષા, સાહિત્ય, ધર્મ, કલા ઈત્યાદિ વિવિધ સાંસ્કૃતિક ક્ષેત્રોમાં પણ ગુજરાતે આ કાલ દરમ્યાન ગણનાપાત્ર પ્રગતિ સાધી હતી. એમાં સોલંકી રાજાઓના પ્રોત્સાહનને વિપુલ ફાળો રહેલો છે. ઉદ્યોગ, ધંધા અને વેપાર ખીલતાં ગુજરાતમાં આર્થિક સંપત્તિ વધી હતી. આ પ્રદેશને “ગુર્જરદેશ' કે “ગુજરાત’ નામ મળ્યું એ પણ આ કાલમાં.
૧, કલોત્પત્તિ કુલનું નામ
ગુજરાતીમાં જેને “સોલંકી” કહે છે તેને સંસ્કૃતમાં “ચૌલુક્ય” કહેતા. મૂલરાજના વંશના અભિલેખામાં શરૂઆતમાં “શૌકિક” (“ચૌકિક ) કે
ચૌલિકર અને આગળ જતાં હંમેશાં “ચૌલુક્ય૩ રૂ૫ પ્રજાતું. એ કાલના સાહિત્યમાં ક્યારેક “ચુલુક ૪-પ્રાકૃતમાં “ચુલુગપ કે “ચુલુચ્છ' અને કવચિત “ચાલુ ૭ જેવાં ઈતર રૂ૫ પ્રજાતાં, પરંતુ સહુથી વધુ પ્રયોગ તો “ચુલુક્ય ૮ અને ચૌલુક્ય’ રૂપનો જ થતો.૯ વાઘેલા શાખાના અભિલેખોમાં ૧૦ તથા એને સમયના સાહિત્યમાં મુખ્યત્વે “ચૌલુક્ય રૂપ જ વપરાયું છે.
આ કાલ દરમ્યાન દક્ષિણ ગુજરાતમાં બારપને જે રાજવંશ પ્રત્યે તેના અભિલેખોમાં એ રાજવંશ માટે ચાલુક્ય’૧૨ તથા “ચૌલુક્ય ૧૩ રૂ૫ પ્રયોજાયાં છે.
દખ્ખણના પ્રાચીન ચાલુક્ય વંશ(લગભગ ઈ. સ. ૫૩૫-૭૫૭)ના અભિલેખમાં પ્રાયઃ “ચક્ય” “ચલિય” અને “ચલુક્ય” જેવાં રૂપ પ્રજાતાં, જ્યારે ત્યાંના ઉત્તરકાલીન ચાલુક્યો(લગભગ ઈ. સ. ૯૯૫-૧૧૮૯)ના અભિલેખમાં સામાન્યતઃ ચાલુક્ય” રૂપે પ્રચલિત હતું.૧૪
મૂળમાં આ કુલનું નામ “ચુલિક” કે “શુલિક' નામે જાતિના નામ પરથી પડયું લાગે છે, જે પુરાણો, બૃહત્સંહિતા અને ચરકસંહિતામાં ઉલિખિત એક પ્રાચીન જાતિ હતી.૧૫ પરંતુ આગળ જતાં એ નામની આ ઉત્પત્તિ વિસારે.