Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
નાશનાં કારણો દ્વારા ઘટપટાદિનો જે નાશ કરાય છે તે નાશ; ઘટપટાદિથી ભિન્ન છે કે અભિન્ન છેઃ આ બે વિકલ્પ છે. જો ઘટનો નાશ ઘટથી ભિન્ન હોય તો ઘટનું અસ્તિત્વ કાયમ જ છે અને જો એ નાશ ઘટથી અભિન્ન હોય તો નાશના હેતુએ ઘટને જ કર્યો છે એમ જ કહેવું પડે. આથી સમજી શકાશે કે વસ્તુમાત્રના નાશના કારણની કલ્પના શક્ય નથી; તેથી સ્વભાવથી જ ઉત્પત્તિના અનંતર ક્ષણમાં વિનાશ પામવાવાળા ભાવો છે. બૌદ્ધોની એવી માન્યતા હોવાથી તેમના મતે કોઇ પણ હિંસા કરતું નથી અને તેથી જગતમાં કોઈ જ ઉપપ્લવ નહિ રહે. I૮-૨વા
ननु जनक एव हिंसकः स्यादतो न दोष इत्यत्र जनकः किं सन्तानस्य क्षणस्य वा इति विकल्प्याद्ये दोषमाह
ઉપર જણાવ્યા મુજબ બૌદ્ધોના મતે આત્માનો કોઈ જ નાશ કરતું ન હોવાથી આત્માની હિંસા વગેરે સંગત થતી નથી. તેની સંગતિ કરવા માટે એમ કહેવામાં આવે કે જે જનક છે તે જ હિંસક છે. આ પ્રમાણે માનવાથી હિંસા વગેરે ઉપપન્ન થઈ શકે છે, તો આ વિષયમાં બે વિકલ્પો ઉદ્દભવે છે. સંતાનના જનકને હિંસક કહેવાય છે કે ક્ષણના જનકને હિંસક કહેવાય છે? આ બે વિકલ્પમાંના આઘવિકલ્પને જણાવવાપૂર્વક તેમાં દોષને જણાવાય છે
न च सन्तानभेदस्य जनको हिंसको मतः ।
सांवृतत्वादजन्यत्वाद् भावत्वनियतं हि तत् ॥८-२१॥ न चेति-न च सन्तानभेदस्य हिंस्यमानशूकरक्षणसन्तानच्छेदेनोत्पत्स्यमानमनुष्यादिक्षणसन्तानस्य जनको लुब्धकादिहिँसको भवेत्, तद्विसदृशसन्तानोत्पादकत्वेनैव तद्धिंसकत्वव्यवहारोपपत्तेरिति वाच्यं, सांवृतत्वात् काल्पनिकत्वात् सन्तानभेदस्य । अजन्यत्वाद् लुब्धकाद्यसाध्यत्वात् । तद्धि जन्यत्वं हि भावत्वनियतं सत्त्वव्याप्तं, सांवृतं च खरविषाणादिवदसदेवेति भावः ।।८-२१॥
“સંતાનવિશષનો જનક હિંસક થશે' એ પ્રમાણે માનવાનું બરાબર નથી. કારણ કે સંતાનવિશેષ કાલ્પનિક છે; અનન્ય છે. સર્વો(ભાવ7) જન્યત્વનું વ્યાપક છે.” - આ પ્રમાણે એકવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે બૌદ્ધોના મતે ભાવમાત્ર ક્ષણસ્વરૂપ છે. ઘટાદિ ક્ષણોની પરંપરા સ્વરૂપ સંતાન છે. પૂર્વપૂર્વક્ષણ ઉત્તર-ઉત્તર-ક્ષણના જનક છે. જનક પૂર્વેક્ષણ છે, તે ઉત્તરક્ષણના નાશક બની શકે એમ નથી. તેથી જે જેનો જનક છે તેનો તે નાશક છે – એવો અર્થ અભિપ્રેત નથી. પરંતુ જે જનક છે તે તેનાથી અવ્યવહિત પૂર્વનો નાશક છે : આવો અર્થ અભિપ્રેત છે.
શિકારી હિંસક છે અને શૂકરાદિ હિંસ્યમાન છે. શૂકરાદિ સ્વરૂપ હિંસ્યમાન સંતાનનો ઉચ્છેદ કરીને તેનાથી વિસદશ ભવિષ્યમાં ઉત્પન્ન થનાર મનુષ્યાદિ સંતાનનો જનક શિકારી છે. તે જ હિંસક થશે. વિસદશ સંતાનનો તે ઉત્પાદક હોવાથી તેમાં હિંસકત્વનો વ્યવહાર સંગત છે.
૩૦
વાદ બત્રીશી