Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust

View full book text
Previous | Next

Page 298
________________ वेदप्रामाण्याभ्युपगमसमानकालीनकाकशरीरसम्बन्धप्रागभावेनातिव्याप्तिरिति । किं च यो ब्राह्मणः प्राग् बौद्धो वृत्तस्तस्य स्वापादिदशायां वेदाप्रामाण्याभ्युपगमविरहस्याग्रिमब्राह्मणभवीयनिरुक्तयावच्छरीरसम्बन्धाभावસમાનાની ત્વત્રિવિધ્યારિરિતિ વોથ્યમ્ I9-રજા. “યત્કિંચિત્ વેદપ્રામાણ્યના અભ્યાગમનો લક્ષણમાં નિવેશ કરાય તો કાગડાના જન્મની પૂર્વે અને પછીના બ્રાહ્મણના બંન્ને જન્મોના અંતરાલમાં કાગડાના શરીરસંબંધના ધ્વંસ અને પ્રાગભાવને આશ્રયીને અતિવ્યાપ્તિ આવશે.” - આ પ્રમાણે પચીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે. આશય એ છે કે પૂર્વે જે રીતે અલક્ષ્ય માનીને તેમ જ ભવિષ્યમાં વેદપ્રામાણ્યનો સ્વીકાર કરશે એટલે લક્ષણ સમન્વય થશે - એમ કહીને અવ્યાપ્તિનું નિવારણ કર્યું હતું તે રીતે તો અલક્ષ્યમાં પણ લક્ષણસમન્વય થવાથી અતિવ્યાપ્તિ આવશે. યકિંચિત્ - ગમે તે વેદપ્રામાણ્યના અભ્યાગમના નિવેશથી; કાગડાના પૂર્વેનો અને પછીનો જે બ્રાહ્મણનો જન્મ છે, તે જન્મના શરીરને ગ્રહણ કરવા પૂર્વેની અંતરાલ-વચ્ચેની અવસ્થાને લઈને શિષ્ટલક્ષણમાં અતિવ્યાપ્તિ આવે છે. કારણ કે અપકૃષ્ટજ્ઞાનાવચ્છેદક કાગડાના શરીરના સંબંધના ધ્વંસ અને પ્રાગભાવને લઈને ત્યાં લક્ષણ સંગત થાય છે. આશય એ છે કે જે બ્રાહ્મણ મરીને કાગડો થયો અને ત્યાર બાદ મરીને બ્રાહ્મણ થવાનો છે, તે કાગડાના મરણ પછી; જે ઉત્તર ભવ સ્વરૂપ બ્રાહ્મણનો ભવ થવાનો છે, તે બ્રાહ્મણના શરીરને હજુ ગ્રહણ કર્યું નથી ત્યાં સુધીની અંતરાલદશામાં ઉત્તરકાળના બ્રાહ્મણના ભવસંબંધી વેદપ્રામાણ્યના અભ્યપગમસમાનકાલીન જે કાગડાના શરીરનો ધ્વંસ છે; (અપકૃષ્ટજ્ઞાનાવચ્છેદકશરીરસંબંધાભાવ છે) તેને લઇને લક્ષણ સંગત બને છે. તેથી અતિવ્યાપ્તિ આવે છે. પૂર્વબ્રાહ્મણભવ દરમ્યાનનો (કાગડાના ભવની પૂર્વેનો) કાગડાના શરીરનો પ્રાગભાવ; ઉત્તરકાલીન બ્રાહ્મણના ભવસંબંધી વેદપ્રામાણ્યાભ્યપગમ સમાનકાલીન જ નથી; તેથી તે પ્રાગૂ બ્રાહ્મણના મરણ પછી; બ્રાહ્મણના શરીરનો ત્યાગ કર્યા પછી જ્યાં સુધી કાગડાના શરીરનું ગ્રહણ કર્યું નથી ત્યાં સુધીની અંતરાલદશામાં પ્રથમ બ્રાહ્મણ - ભવકાલીન વેદપ્રામાણ્યાભ્યપગમસમાનકાલીન કાગડાના શરીરના પ્રાગભાવને લઈને લક્ષણ સંગત બને છે. તેથી અતિવ્યાપ્તિ આવે છે. આ બંન્ને અતિવ્યાપ્તિ શરીરાગ્રહણ-દશામાં આવતી હોવાથી તેના નિવારણ માટે શરીરવત્ત્વનો નિવેશ કરવાથી અતિવ્યાપ્તિ નહીં આવે. તેથી ચિ ઇત્યાદિ ગ્રંથથી અન્યત્ર દોષ જણાવાય છે. આશય એ છે કે જે પૂર્વે બ્રાહ્મણ (જન્મથી બ્રાહ્મણ) હતો. પછી તે, તે જન્મમાં જ બૌદ્ધ થયો; તેને શંયનાવસ્થાદિ દશામાં વેદાપ્રામાણ્યના અભ્યાગમનો વિરહ છે. તે વિરહમાં બ્રાહ્મણભવસંબંધી વેદપ્રામાણ્યાભ્યપગમસમાનકાલીન યાવ અપકૃષ્ટજ્ઞાનાવચ્છેદકશરીરસંબંધાભાવસમાનકાલીનત્વ હોવાથી તેવા બૌદ્ધમાં લક્ષણ સંગત થાય છે. તેથી અતિવ્યાપ્તિ આવશે... ઇત્યાદિ સ્પષ્ટ છે. ૧૫-૨પ એક પરિશીલન ૨૯૫

Loading...

Page Navigation
1 ... 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310