Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust

View full book text
Previous | Next

Page 301
________________ ઉપર જણાવેલા દોષોનો સંભવ નથી. પરંતુ તાદશ સંબંધાભાવકૂટનું જ્ઞાન થઈ શકે એમ નથી. તેથી તેને લઈને કરાતું શિષ્ટત્વનું નિર્વચન વચનમાત્ર છે. ૧૫-૨૬ll. ननु एकजन्मावच्छेदेन स्वसमानाधिकरणस्वोत्तरवेदप्रामाण्याभ्युपगमध्वंसानाधारवेदप्रामाण्याभ्युपगमोत्तरकालवृत्तित्वविशिष्टवेदाप्रामाण्याभ्युपगमविरहः शिष्टत्वमिति निर्वचने न कोऽपि दोषो भविष्यतीत्यत आह “એક જન્મને આશ્રયીને પોતાના અધિકરણમાં રહેનાર અને પોતાના ઉત્તરકાળમાં રહેનાર જે વેદપ્રામાણ્યના અભ્યાગમનો ધ્વંસ, તેના આધારથી ભિન્ન આધારભૂત કાળમાં ગ્રહણ કરેલા વેદપ્રામાણ્યના સ્વીકારના ઉત્તરકાળમાં રહેનાર જે વેદાપ્રામાણ્યના અભ્યાગમનો અભાવ છે તેને શિષ્ટત્વ કહેવાય છે.” - આ પ્રમાણે શિષ્ટનું લક્ષણ કરીએ તો કોઈ દોષ નથી. જે વેદને પ્રમાણ માને છે અને વેદને અપ્રમાણ માનતો નથી, તેને સામાન્ય રીતે શિષ્ટ કહેવાય છે. વેદના પ્રામાણ્યનો અભ્યપગમ અને વેદના અપ્રામાણ્યનો અભ્યપગમ, એ બંન્નેનો અભાવ, એ બંન્નેનો સમય અને એ બંન્નેના અધિકરણ.... વગેરેને આશ્રયીને અહીં લક્ષણનો વિચાર કરવાનો છે. એક જન્મને આશ્રયીને જ અહીં વેદપ્રામાણ્યાભ્યપગમાદિની વિવક્ષા હોવાથી પૂર્વભવના કે આગળના(ઉત્તર) ભવના વેદપ્રામાણ્યને લઈને કાગડાદિમાં કે અંતરાલ(વિગ્રહગતિમાં) દશામાં લક્ષણસમન્વય નહિ થાય. વેદના અપ્રામાણ્યના અભ્યાગમનો વિરહ જે આત્માનો છે તે આત્માના જ વેદપ્રામાણ્યના અભ્યપગમનું ગ્રહણ કરવા માટે સમાનધરા પદનું ઉપાદાન છે. અન્યથા ચૈત્રના વેદપ્રામાણ્યના અભ્યપગમને લઇને મૈત્રના વેદાપ્રામાણ્યના અભ્યપગમને લેવાથી ચૈત્રાદિમાં લક્ષણ સંગત નહીં થાય. વેદાપ્રામાણ્યના અભ્યાગમનો વિરહ પણ; સ્વોત્તરવેદપ્રામાણ્યના અભ્યાગમના ધ્વસના આધારભૂત કાળમાં વૃત્તિ ન હોવો જોઈએ. અન્યથા જે વેદને પ્રમાણ માનતો હતો, પછી બૌદ્ધાદિ બની વેદને પ્રમાણ માનવાનું બંધ કર્યું, પરંતુ હજુ તેણે વેદના અપ્રામાણ્યના અભ્યપગમનો સ્વીકાર કર્યો નથી, તે આત્માના વેદાપ્રામાણ્યના અભ્યપગમના વિરહને લઈને અતિવ્યાપ્તિ આવશે. પૂર્વે વેદપ્રામાણ્યનો સ્વીકાર કરતાં પહેલાં વેદના અપ્રામાણ્યનો સ્વીકાર જેણે કર્યો ન હતો. પરંતુ પાછળથી વેદપ્રામાણ્યનો સ્વીકાર કર્યો અને પછી વેદપ્રામાણ્યનો સ્વીકાર કર્યો, ત્યાં પૂર્વકાળમાં વૃત્તિ એવા તે વેદાપ્રામાણ્યાભ્યપગમના વિરહને લઈને અતિવ્યાપ્તિ આવશે. તેના નિવારણ માટે વેદાપ્રામાણ્યાભ્યાગમનો વિરહ; તાદશ વેદપ્રામાણ્યાભ્યપગમના ઉત્તરકાળમાં વૃત્તિ હોવો જોઈએ. તેથી અતિવ્યાપ્તિ નહીં આવે. ૨૯૮ સમ્યગ્દષ્ટિ બત્રીશી

Loading...

Page Navigation
1 ... 299 300 301 302 303 304 305 306 307 308 309 310