Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
ઉપર જણાવેલા અતિવ્યાપ્તિ-અવ્યાપ્તિદોષના નિવારણ માટે ઉપાય જણાવીને તેમાં દોષ જણાવાય છે
जीववृत्तिविशिष्टाङ्गाभावाभावग्रहोऽप्यसन् ।
उत्कर्षश्चापकर्षश्च, व्यवस्थो यदपेक्षया ॥१५-२६॥ जीवेति-जीववृत्तिविशिष्टः क्षेत्रज्ञवृत्तित्वविशिष्टो योऽङ्गाभाव उत्कृष्टज्ञानावच्छेदकशरीराभावस्तदभावग्रहोऽपि तदभावनिवेशोऽपि काकेश्वरयोरतिव्याप्त्यव्याप्तिवारणार्थमसन् न दुष्टलक्षणसमाधानसमर्थः । यद्यस्मादुत्कर्षश्चापकर्षश्च अपेक्षया व्यवस्थितः । कीटिकादिज्ञानापेक्षयोत्कृष्टत्वात् काकादिज्ञानस्य, ब्राह्मणादिज्ञानस्य च देवादिज्ञानापेक्षयाऽपकृष्टत्वाद् । इत्थं च तदवस्थे एवातिव्याप्त्यव्याप्ती । न च काकादिज्ञानव्यावृत्तं मनुष्यादिज्ञानसाधारणमुत्कर्षं नाम जातिविशेषमाद्रियन्ते भवन्तः, अन्यथा कार्यमात्रवृत्तिजातेः कार्यतावच्छेदकत्वनियमेन तदवच्छिन्नेऽनुगतकारणकल्पनापत्तिः, 'ईश्वरज्ञानसाधारण्यान्न तस्य कार्यमात्रवृत्तित्वमिति' चेत्तथापि देवदत्तादिजन्यतावच्छेदिकयाऽपकर्षविशेषेण च साङ्कर्यान्न जातित्वं । तत्तद्ज्ञानावच्छेदकशरीरसम्बन्धाभावकूटस्तु दुर्ग्रह इति न किञ्चिदेतत् ।।१५-२६।।
ઉપર જણાવેલા અતિવ્યાપ્તિ વગેરે દોષના નિવારણ માટે જીવમાં રહેનાર જે ઉત્કૃષ્ટજ્ઞાનાવચ્છેદકશરીરનો અભાવ; તેના અભાવનો નિવેશ કરાય તો તે પણ અસત્ છે. કારણ કે ઉત્કર્ષ અને અપકર્ષ અપેક્ષાએ વ્યવસ્થિત છે.” - આ પ્રમાણે છવ્વીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે વેદના પ્રામાણ્યનો સ્વીકાર કરનાર અને વેદના અપ્રામાણ્યને હજુ સુધી નહિ સ્વીકારનાર; ઉત્કૃષ્ટ જ્ઞાનાવચ્છેદકશરીરના અભાવના અભાવવાળો હોય તો તે શિષ્ટ છે. આ પ્રમાણેના તાત્પર્યની વિવક્ષામાં કાગડામાં અતિવ્યાપ્તિ નહીં આવે. તેમ જ અંતરાલમાં પણ અતિવ્યાપ્તિ નહીં આવે. કારણ કે ત્યાં ઉત્કૃષ્ટજ્ઞાનાવચ્છેદકશરીરનો અભાવ છે, તેનો અભાવ નથી. તેથી સામાન્ય રીતે એ નિવેશથી પૂર્વોક્ત અતિવ્યાખ્યાદિ દોષનું નિવારણ થતું હોય - એવું લાગે; પરંતુ તે નિવેશ ખરી રીતે કાગડામાં અને ઈશ્વરમાં આવતી અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિનું નિવારણ કરવા માટે સમર્થ નથી. કારણ કે ઉત્કર્ષ અને અપકર્ષ અપેક્ષાએ વ્યવસ્થિત છે. અર્થાત્ જે ઉત્કૃષ્ટ મનાય છે; તે બીજાની અપેક્ષાએ અપકૃષ્ટ છે અને જે અપકૃષ્ટ મનાય છે તે બીજા કોઈની અપેક્ષાએ ઉત્કૃષ્ટ હોય છે.
કીડીની અપેક્ષાએ કાગડાનું જ્ઞાન ઉત્કૃષ્ટ છે અને દેવની અપેક્ષાએ બ્રાહ્મણનું જ્ઞાન અપકૃષ્ટ છે. એ અપેક્ષાએ કાગડાનું શરીર અપકૃષ્ટજ્ઞાનાવચ્છેદક નથી અને બ્રાહ્મણનું શરીર અપકૃષ્ટજ્ઞાનાવચ્છેદક છે. તેથી જીવવૃત્તિત્વવિશિષ્ટ (જીવમાં રહેનારો) ઉત્કૃષ્ટજ્ઞાનાવચ્છેદકશરીરના અભાવ(કીડીમાં વૃત્તિ)નો અભાવ તો કાગડામાં પણ છે અને ત્યાં પૂર્વે જણાવ્યા મુજબ પ્રાભૃવસંબંધી વેદપ્રામાણ્યાભ્યપગમ સમાનકાલીન વેદાપ્રામાણ્યાભ્યાગમનો વિરહ પણ છે.
૨૯૬
સમ્યગ્દષ્ટિ બત્રીશી