Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
કહેવાનો આશય એ છે કે અદષ્ટસાધનસાવચ્છેદકરૂપ ગંગાજલવાદિ છે અને કૂપજલત્વ તેમ જ ઉચ્છિષ્ટત્વ વગેરે અષ્ટસાધનતાવિરોધિરૂપ છે. ઉપર જણાવેલા સ્થળે ગંગાજલત્વાદિનો આરોપ કર્યો હોવાથી તે રૂપે તદવચ્છિન્નમાં તાદશ ભ્રમ નથી. તેથી વિવક્ષિત મિથ્યાજ્ઞાનનો અભાવ હોવાથી લક્ષણ સંગત બને છે. પરંતુ આ રીતે અવ્યાપ્તિનું નિવારણ કરવા છતાં બૌદ્ધાદિ લોકોને અદષ્ટસાધનતાવિષયક જ્ઞાન, મિથ્યાસ્વરૂપ હોવા છતાં શયનાદિદશામાં તેનો અભાવ હોવાથી તેને લઈને અતિવ્યાપ્તિ સ્પષ્ટ છે. પૂર્વોક્ત રીતે શયનાદિદશામાં (શ્લો.નં. ૧૮માં જણાવ્યા મુજબ) અતિવ્યાપ્તિનું વારણ કરવા છતાં જ્યારે અદૃષ્ટસાધનતાવિષયક તાદશ મિથ્યાજ્ઞાનના અભાવનો ગ્રહ ન હોય ત્યારે તે વ્યક્તિમાં શિષ્ટત્વનો વ્યવહાર કરવાનું શક્ય નહિ બને. આવા વખતે પ્રશમાદિ લિંગોથી શિષ્ટત્વનો વ્યવહાર સર્વત્ર થઈ શકે છે. તેથી તેવા પ્રકારની દુષ્ટ કલ્પનાનું કોઈ જ પ્રયોજન નથી. ઇત્યાદિ બરાબર જાણકારો પાસેથી સમજી લેવું જોઈએ. મારી સમજણ મુજબ શક્ય પ્રયત્ન પદાર્થ સ્પષ્ટ કરવાનો મેં પ્રયાસ કર્યો છે. ખાસ તો આ શ્લોકમાં અને અઢારમા શ્લોકમાં થોડું અનુસંધાને વધારે કરવાની આવશ્યકતા છે. પૂરતા સાધનાદિના અભાવે એ શક્ય બન્યું નથી. જિજ્ઞાસુઓએ એ માટે યોગ્ય પ્રયત્ન કરી એ ન્યૂનતાને દૂર કરી સમજી લેવું જોઈએ.. ગ્રંથના પરમાર્થ સુધી પહોંચવા માર્ગાનુસારી પ્રજ્ઞા સિવાય બીજો કોઈ ઉપાય નથી. એ ન મળે ત્યાં સુધી તે મેળવવા માટે પ્રયત્નશીલ બની રહીએ એ જ એકની એક સદા માટેની શુભાભિલાષા. ૧૫-૩રા
॥ इति श्रीद्वात्रिंशद्वात्रिंशिकायां सम्यग्दृष्टिद्वात्रिंशिका ॥
अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥
૩૦૬
સમ્યગ્દષ્ટિ બત્રીશી : એક પરિશીલન