Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
શકાય એવા મિથ્યાત્વમોહનીયકર્મના ભેદનથી ઉત્પન્ન થયેલા નિરતિશય આનંદના ભાજનમાં જ શિષ્ટત્વ મનાય છે. તેવા પ્રકારનો આનંદ શિષ્ટત્વનું લિંગ છે. અંશતઃ જેમના દોષો ક્ષીણ થયા છે તે શિષ્ટ છે. દોષના ક્ષયનો પ્રતિયોગી દોષ છે. તે દોષો બધા એકસરખા ન હોવાથી તેમાં ભેદ છે – તરતમતા છે. તે ભેદ સકલ જનને અનુભવસિદ્ધ છે. તેથી જ આ શિષ્ટ છે; આ આનાથી શિષ્ટતર છે અને આ આનાથી શિષ્ટતમ છે... ઇત્યાદિ તરતમતાના વિષયમાં શિષ્ટત્વનો વ્યવહાર સર્વ જનોને પ્રતીત છે. આ વ્યવહાર અધિકૃત દોષક્ષયની અપેક્ષાએ અધિકતર અને અધિકતમ દોષક્ષયના કારણે સંગત બને છે. સર્વથા વેદપ્રામાણ્યના અભ્યપગમમાં કોઈ પણ જાતની વિશેષતા ન હોવાથી વેદને પ્રમાણ માનનારામાં કોઈ વિશેષતા ન હોવાથી અન્ય મતમાં તરતમતાસંબંધી શિષ્ટત્વનો વ્યવહાર સંગત નહીં થાય.
ઉપર જણાવ્યા મુજબ વેદપ્રામાણ્યાભ્યપગમસ્વરૂપ શિષ્ટલક્ષણનો નિરાસ થવાથી “વેઃવિદિતાનુકૃતં શિષ્ટત્વમ્' અર્થાત્ વેદમાં વિહિત જે અર્થ છે તે કરનારને શિષ્ટ કહેવાય છે - આ પ્રમાણે જે શિષ્ટનું લક્ષણ છે, તેનું પણ નિરસન થઈ જાય છે. કારણ કે વેદવિહિતયાવદથનુષ્ઠાતૃત્વ હોવું જોઈએ કે વેદવિહિતાર્થેક - દેશાનુષ્ઠાતૃત્વ હોવું જોઇએ - આ બે વિકલ્પોની વિવક્ષામાં અનુક્રમે અસંભવ અને અતિવ્યાપ્તિ સ્પષ્ટ છે.
“કgષ્ટસનિતવિષય મિથ્યાજ્ઞાનામાવવā શિષ્ટત્વમ્' અર્થાત્ અદષ્ટ - ધર્માધર્મસાધનતાના વિષયમાં મિથ્યાજ્ઞાનના અભાવવાળાને શિષ્ટ કહેવાય છે - આ પ્રમાણે જે શિષ્ટલક્ષણ જણાવાય છે, તે અમારા જણાવ્યા પ્રમાણેના શિષ્ટત્વના અભિવ્યસ્જક તરીકે યુક્ત જણાય છે. કારણ કે ધર્માધર્મના સાધનના વિષયમાં શિષ્ટ પુરુષોને મિથ્યાજ્ઞાન હોતું નથી. પરંતુ અન્ય દર્શનકારોની જેમ તેને સ્વતંત્ર રીતે શિષ્ટનું લક્ષણ માનવાનું ઉચિત નથી. કારણ કે ગંગાજળમાં કૂપજલત્વનો આરોપ કરી રૂદ્ર પાત્ત નાકૃષ્ટસાધનમ્ (આ કૂપજળ અદષ્ટનું સાધન નથી.) ઇત્યાકારક જેને ભ્રમ થયો છે, તેને અશિષ્ટ માનવાનો પ્રસંગ આવશે. તેમ જ કૂપજળમાં આરોપ કરી (ગંગાજળનો) હું નિત્તમકૃષ્ટસાધન - આવો જેને ભ્રમ થયો છે તેને અશિષ્ટ માનવાનો પ્રસંગ આવશે અને ગંગાજળમાં ઉચ્છિષ્ટ(એઠાપણું)નો આરોપ કરી ફર્વ માનતં નાકૃષ્ટસાધનમ્ ઇત્યાદિ ભ્રમ જેને થયો છે તેમાં પણ અશિષ્ટત્વ માનવાનો પ્રસંગ આવશે. કારણ કે અહીં સર્વત્ર ભ્રમાત્મક જ્ઞાન છે; પરંતુ આરોપને લઇને છે અને ભ્રમવાળો શિષ્ટ છે. તેમાં અદષ્ટસાધનતા - વિષયક મિથ્યાજ્ઞાનાભાવવત્ત્વ ન હોવાથી લક્ષણ સંગત થતું નથી.
આ અશિષ્ટત્વનું વારણ કરવા માટે (એટલે કે અવ્યાપ્તિનું નિવારણ કરવા માટે) અદષ્ટસાધનતાવચ્છેદકરૂપ પુરસ્કારથી અને નિષેધરૂપે અદષ્ટસાધનતાવિરોધિરૂપના અપુરસ્કારથી અષ્ટસાધનાવિષયક જ્ઞાનની વિવક્ષા કરવી જોઈએ, તેથી અવ્યાતિ નહીં આવે. એક પરિશીલન
૩૦૫