Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust

View full book text
Previous | Next

Page 306
________________ વચનોના પ્રામાણ્યને લઇને અવ્યાપ્તિ આવશે. કારણ કે સંપૂર્ણપણે વેદના પ્રામાણ્યની વિવક્ષા અન્ય આગમથી અનુપજીવ્ય તાત્પર્યમાં અભિપ્રેત છે અને 7 હિંસ્યાત્... ઇત્યાદિ અન્ય આગમની સાથે સંવાદી વાક્યાંશમાં તાદેશ પ્રામાણ્ય નથી. એ અવ્યાપ્તિના નિવારણ માટે ‘અન્ય આગમથી યુક્તિથી રહિત એવાં વચનોની અપેક્ષાએ અસંવાદિત્વ, તાત્પર્યમાં વિવક્ષિત છે.' આ પ્રમાણે કહેવાય તો જૈનોને પણ પોતાના અભિપ્રાયે યુક્તિથી રહિત વચનોની અપેક્ષાએ અસંવાદી જ તાત્પર્ય છે. કારણ કે ભગવાનનાં બધાં જ વચનો યુક્તિથી પ્રતિષ્ઠિત છે. મિથ્યાશ્રુત સ્વરૂપ વેદાદિનું પણ તાત્પર્ય સ્યાદ્વાદસંગત યુક્તિઓથી જ ગ્રહણ કરાય છે. તેથી જૈનોમાં પણ શિષ્ટત્વ માનવું પડશે... ઇત્યાદિ સ્થિરતાપૂર્વક વિચારવું. ૧૫-૩૦ યુક્યુપજીવ્યત્વમાં કારણ જણાવાય છે— उद्भावनमनिग्राह्यं, युक्तेरेव हि यौक्तिके । પ્રામાણ્યે હૈં ન વેર્જા, સમ્યક્ત્વનું પ્રયોનમ્ ॥૧-૩|| उद्भावनमिति-यौक्तिके ह्यर्थे युक्तेरेवोद्भावनमनिग्राह्यमनिग्रहस्थानम्, अन्यथा निग्रहाभिधानात् । यद्वादी– “जो हेउवायपक्खंमि हेउओ आगमे अ आगमिओ । सो समयपन्नवओ सिध्धंतविराहगो अन्नो ।।१।।” इति । अथ वेदत्वमेव प्रामाण्यप्रयोजकमित्यभ्युपगमे यावद्वेदप्रामाण्याभ्युपगमः स्यादित्यत आहप्रामाण्ये च वेदत्वं न प्रयोजकं किं तु सत्यत्वमेव, लोकशब्दस्याप्यविसंवादिनः प्रमाणत्वादिति श्रद्धामात्रमेतदिति न किञ्चिदेतत् ।।१५-३१।। “યુક્તિથી સિદ્ધ થતા અર્થમાં યુક્તિનું જ ઉદ્ભાવન કરવું તે નિગ્રહનું સ્થાન નથી. પ્રામાણ્યમાં વેદત્વ પ્રયોજક નથી પરંતુ સમ્યક્ત્વ પ્રયોજક છે.” - આ પ્રમાણે એકત્રીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનો ભાવ એ છે કે જે પદાર્થની સિદ્ધિમાં યુક્તિનો સંભવ છે, પદાર્થની સિદ્ધિ માટે યુક્તિનું જ ઉદ્ભાવન કરવું જોઇએ. અન્યથા યૌક્તિક પદાર્થની સિદ્ધિ માટે યુક્તિનું ઉદ્દ્ભાવન કર્યા વિના માત્ર આગમનું જ પ્રામાણ્ય જણાવાય તો નિગ્રહસ્થાન (વાદમાં પરાજય) પ્રાપ્ત થાય છે. તેથી યુક્તિસંગત પદાર્થની સિદ્ધિ માટે યુક્તિને પ્રમાણ તરીકે ઉદ્ભાવિત કરવાથી નિગ્રહસ્થાન પ્રાપ્ત થતું નથી. આ વિષયમાં અન્યત્ર કહ્યું છે કે હેતુવાદપક્ષમાં (યૌક્તિક પદાર્થના નિરૂપણમાં) હેતુ(યુક્તિ)નું અને આગમથી સિદ્ધ થનારા આગમિક પદાર્થના નિરૂપણમાં આગમનું નિરૂપણ કરનારા સમય(સિદ્ધાંત)ના પ્રરૂપકો છે. બીજા, સિદ્ધાંતના વિરાધક છે. આથી સ્પષ્ટ છે કે યૌક્તિક અર્થને પ્રમાણ માનવામાં જ શિષ્ટત્વ સમાયેલું છે. આ વિષયમાં આપણા બધામાં કોઇ જ વિશેષતા નથી. એક પરિશીલન 303

Loading...

Page Navigation
1 ... 304 305 306 307 308 309 310