Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust

View full book text
Previous | Next

Page 304
________________ ગ્રહ તો અમને (જૈનોને) પણ છે. તેથી તેમને પણ શિષ્ટ માનવા પડશે.” - આ પ્રમાણે અઠ્ઠાવીસમા શ્લોકનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે પોતપોતાના તાત્પર્યના અનુસાર સંપૂર્ણપણે વેદપ્રામાયનો સ્વીકાર કરનારાને શિષ્ટ માનવામાં આવે તો કેટલાંક દુરધિગમ વેદનાં વચનોનું જ્ઞાન પોતાના તાત્પર્યના અનુસારે ન પણ સમજાય ત્યારે તે બ્રાહ્મણને શિષ્ટ માની શકાશે નહિ. તેથી પૂર્વ શ્લોકમાં જણાવેલી વાત બરાબર નથી. “પોતાના તાત્પર્યના વિષયમાં સંપૂર્ણપણે વેદપ્રામાણ્યનો અભ્યપગમ ઉપર જણાવ્યા મુજબ શક્ય ન હોવા છતાં; જેનું તાત્પર્ય જાણી શકાયું નથી એવી શ્રુતિમાં પ્રમોપહિતત્વ(યથાર્થજ્ઞાનવિષયત્વ)નો ગ્રહ થતો નથી. પરંતુ પ્રમાકરણત્વ (પ્રામાણ્ય), તેમાં સારી રીતે ગ્રહણ કરી શકાય છે. (કારણ કે મને સમજાતું નથી પણ તે પ્રમાણ છે. - આવું જ્ઞાન થઈ શકે છે.) તેથી સર્વાશે વેદપ્રામાણ્યનો અભ્યપગમ ઉપર જણાવ્યા મુજબ શક્ય છે.” - આ પ્રમાણે કહેવાનું ઉચિત નથી. કારણ કે નયસ્વરૂપે (વસ્તુના અંશને ગ્રહણ કરવાના અભિપ્રાય) પોતાના અભિપ્રાય મુજબના પ્રામાણ્યના વિષયમાં વેદનું પ્રામાણ્ય અમને જૈનોને પણ સંમત છે. “જેટલાં પરદર્શનો છે; તેટલા નયો છે.' - આવા પ્રકારની ઋતથી પરિકર્મિત બુદ્ધિને ધરનાર આત્માઓ સર્વ શબ્દને પ્રમાણ માને છે. તેથી વેદના પ્રામાણ્યનો અભ્યપગમાં તેમના માટે અપાયરહિત છે. ૧૫-૨૮ एतदेवाहઉપર જણાવેલી વાતને સ્પષ્ટ રીતે જણાવાય છે मिथ्यादृष्टिगृहीतं हि, मिथ्या सम्यगपि श्रुतम् । સચષ્ટિપૃહીત તુ, સચ મિથ્યતિ નઃ સ્થિતિઃ || ૧-૨ll मिथ्यादृष्टीति-मिथ्यादृष्टिगृहीतं हि सम्यगपि श्रुतमाचारादिकं मिथ्या भवति, तं प्रति तस्य विपरीतबोधनिमित्तत्वात् । सम्यग्दृष्टिगृहीतं तु मिथ्यापि श्रुतं वेदपुराणादिकं सम्यक्, तं प्रति तस्य यथार्थबोधनिमित्तत्वाद् । इति नोऽस्माकं स्थितिः सिद्धान्तमर्यादा । प्रमानिमित्तत्वमात्रमेतदभ्युपगतं न तु प्रमाकरणत्वमिति चेन्न, त्वदुक्तं प्रमाकरणत्वमेव प्रमाणत्वमिति सर्वेषां प्रमातॄणामनभ्युपगमात् ।।१५-२९।। શ્લોકાર્થ સ્પષ્ટ છે. કહેવાનો આશય એ છે કે મિથ્યાષ્ટિ આત્માએ ગ્રહણ કરેલું આચારાંગાદિ સ્વરૂપ સમ્યગુ પણ શ્રુત મિથ્યા છે. કારણ કે તે આત્માને તે સમ્યગુ પણ શ્રુત વિપરીત બોધનું નિમિત્ત બને છે. સમ્યગ્દષ્ટિએ ગ્રહણ કરેલું વેદપુરાણાદિ સ્વરૂપ મિથ્યા પણ શ્રુત સમ્યફ છે. કારણ કે તે આત્માને તે શ્રુત યથાર્થબોધનું કારણ બને છે. વિપરીત બોધનું જે કારણ બને તે શ્રુત મિથ્યા છે અને સમ્યગ્બોધ(યથાર્થ બોધ)નું જે કારણ બને છે તે શ્રુત સમ્યક છે. આ અમારી માન્યતા છે; અર્થાત સિદ્ધાંત-મર્યાદા છે. એક પરિશીલન ૩૦૧

Loading...

Page Navigation
1 ... 302 303 304 305 306 307 308 309 310