Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust

View full book text
Previous | Next

Page 297
________________ ઉપર જણાવેલું શિષ્ટનું લક્ષણ બરાબર નથી. કારણ કે કાગડાના ભવની પછીના બ્રાહ્મણના ભવમાં પૂર્વભવસંબંધી વેદપ્રામાણ્યના અભ્યપગમને આશ્રયીને અવ્યાપ્તિ આવે છે. વેદપ્રામાણ્યનો સ્વીકાર કરે નહીં ત્યાં સુધી તે બ્રાહ્મણમાં શિવ મનાતું નથી. તેથી અવ્યાપ્તિ નથી - આ પ્રમાણે કહેવામાં આવે તો... (જે દોષ છે તે આગળ જણાવાશે)” - આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો શબ્દાર્થ છે. કહેવાનો આશય એ છે કે ત્રેવીસમા શ્લોકના અંતે શિષ્ટલક્ષણનું જે તાત્પર્ય જણાવ્યું છે, તે યુક્ત નથી. કારણ કે જે બ્રાહ્મણ હતો. ત્યાર પછી કાગડો થયો અને પછી બ્રાહ્મણ થયો. આ બ્રાહ્મણે; પ્રથમ બ્રાહ્મણના ભાવમાં વેદના પ્રામાણ્યનો અભ્યપગમ કર્યો હતો અને વર્તમાનમાં વેદના અપ્રામાણ્યના અભ્યાગમનો વિરહ છે. પરંતુ તે વિરહ; પ્રથમ બ્રાહ્મણના ભવસંબંધી વેદપ્રામાણ્યાભ્યપગમસમાનકાલીન, યાવદ્ અપકૃષ્ટજ્ઞાનાવચ્છેદકશરીરના સંબંધના અભાવના અસમાનકાલીન છે. કારણ કે વચ્ચેના કાગડાના ભવના કારણે કાકશરીરના સંબંધનો પ્રાગભાવ (વિરહ) નાશ પામ્યો છે. આથી આ બ્રાહ્મણમાં શિષ્ટનું લક્ષણ જતું નથી. તેથી અવ્યાપ્તિ આવે છે. યદ્યપિ કાગડાના ભવ પછીના બ્રાહ્મણના ભવમાં જ્યાં સુધી એણે વેદપ્રામાણ્યનો સ્વીકાર કર્યો નથી ત્યાં સુધી તે અશિષ્ટ જ હોવાથી તે લક્ષ્ય નથી અને લક્ષ્યભિન્ન-અલક્ષ્યમાં લક્ષણ ન જાય તે તો ઈષ્ટ જ છે. તેમ જ જયારે તે વેદપ્રામાણ્યનો સ્વીકાર કરશે ત્યારે તો લક્ષણ સંગત થવાનું જ છે. એટલે અવ્યાપિ નહીં આવે. આ પ્રમાણે કહી શકાય છે. પરંતુ આનો અર્થ એ થયો કે કોઈ એક વિશેષ જ વેદપ્રામાણ્યના અભ્યાગમનું ગ્રહણ કરવું જોઈએ... (તેમ કરવાથી જે દોષ આવે છે; તે આગળના શ્લોકથી જણાવાય છે.) II૧૫-૨૪ तथा च ઉપર જણાવ્યા મુજબ તે બ્રાહ્મણને અલક્ષ્ય માનીને અવ્યાપ્તિનું વારણ કરવાથી જે દોષ આવે છે - તે જણાવાય છે– यत्किञ्चित्तद्ग्रहे पश्चात्, प्राक् च काकस्य जन्मनः । विप्रजन्मान्तराले स्यात्, सा ध्वंसप्रागभावतः ॥१५-२५॥ यत्किञ्चिदिति-यत्किञ्चित्तद्ग्रहे यत्किञ्चिद्वेदप्रामाण्याभ्युपगमस्य लक्षणमध्यनिवेशे । काकस्य जन्मनः पश्चात् प्राक् च । विप्रजन्मनोरन्तरालेऽप्राप्तिविश्लेषाभ्यां मध्यभावे । ध्वंसप्रागभावतः काकशरीरसम्बन्धध्वंसप्रागभावावाश्रित्य । सा प्रसिद्धाऽतिव्याप्तिः स्यात् । अयं भावः-यो ब्राह्मणः काको जातस्तदनन्तरं च ब्राह्मणो भविष्यति तस्य मरणानन्तरं ब्राह्मणशरीराग्रहदशायामुत्तरब्राह्मणभवकालीनवेदप्रामाण्याभ्युपगमसमानकालीनकाकशरीरध्वंसेनैव लक्षणसाम्राज्यादतिव्याप्तिः । प्राक्तनकाकशरीरसम्बन्धप्रागभावस्तु न तत्समानकालीन एवेति । तस्यैव ब्राह्मणभवत्यागानन्तरं काकशरीराग्रहदशायां प्राक्तनब्राह्मणभवकालीन ૨૯૪ સમ્યગ્દષ્ટિ બત્રીશી

Loading...

Page Navigation
1 ... 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310