Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust

View full book text
Previous | Next

Page 283
________________ સારા છે. કારણ કે તેઓ અલ્પસ્થિતિવાળો કર્મબંધવિશેષ કરે છે. ગ્રંથિનો ભેદ કર્યા પૂર્વે અને પછી : આ બંન્ને અવસ્થાઓમાં બાહ્ય અસદ્ અનુષ્ઠાન પ્રાયઃ સમાન હોવા છતાં કર્મબંધમાં વિષમતા ઘણી છે. મિથ્યાત્વપ્રત્યયિક કર્મબંધ હોવા છતાં એકત્ર અધિક કર્મબંધ અને બીજે અલ્પકર્મબંધ એમાં મુખ્યપણે તે તે આશયવિશેષ જ કારણ છે, જે ગ્રંથિનો ભેદ ન થવાના અને થવાના કારણે છે. આ વિષયમાં યોગબિંદુકારશ્રીએ ફરમાવ્યું છે કે – ભિન્નગ્રંથિક આત્માઓને ત્રીજું અનિવર્તિકરણ હોય છે. આ ત્રણ કરણના લાભના કારણે; સમ્યગ્દષ્ટિ એવા તે આત્માઓને કોઇ વાર સમ્યકત્વથી પડવા છતાં પણ ગ્રંથિનું ઉલ્લંઘન કરીને જે સિત્તેર કોટાકોટિ સાગરોપમાદિ પ્રમાણ સ્થિતિવાળો કર્મબંધ આગમમાં જણાવ્યો છે તે કર્મબંધ થતો નથી. આ રીતે ગ્રંથિનું ઉલ્લંઘન કરીને ભિન્નગ્રંથિક મહાત્માઓ કર્મબંધ કરતા નથી, તેથી સામાન્યથી મહાબંધની અપેક્ષાએ તેઓના પરિણામ; મિથ્યાત્વનો ઉદય હોવા છતાં સારા છે. મોહનીયકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ સિત્તેર કોટાકોટી સાગરોપમ પ્રમાણ જણાવેલી છે. જેમણે ગ્રંથિને ભેદી નથી એવા અભિન્નગ્રંથિક આત્માઓ જ એવો ઉત્કૃષ્ટ સ્થિતિવાળો કર્મબંધ કરે છે. ભિન્નગ્રંથિક આત્માઓ તો મિથ્યાષ્ટિ હોય તો ય એક કોટાકોટી સાગરોપમ પ્રમાણ પણ કર્મબંધ કરતા નથી. તેથી ભિન્નગ્રંથિક અને અભિન્નગ્રંથિક આ બંન્નેમાં કર્મબંધને આશ્રયીને જે ભેદ છે તેનું ચોક્કસ કારણ પરિણામવિશેષ છે. બાહ્ય અર્થોપાર્જનાદિ અસદ્ અનુષ્ઠાન તો પ્રાયઃ તુલ્ય (સમાન) જ હોય છે. પરિણામને આશ્રયીને તેમાં થોડો ફરક હોવાથી પ્રાયઃ એ બંન્ને આત્માઓના અનુષ્ઠાનમાં ભેદ નથી પરંતુ તુલ્ય છે - આ પ્રમાણે જણાવ્યું છે. ઉત્કૃષ્ટ કર્મસ્થિતિના બંધ વડે; ભિન્નગ્રંથિવાળા જીવો ગ્રંથિનું ઉલ્લંઘન કરતા નથી.. ઇત્યાદિ અર્થને જણાવનારાં વચનોને અનુસરનારા સિદ્ધાંતિઓના મતને આશ્રયીને ઉપર જણાવેલી વાત સમજવી. કર્મગ્રંથના મતને અનુસાર ભિન્નગ્રંથિવાળા આત્માઓ ઉત્કૃષ્ટ સ્થિતિ (૭) કોટાકોટિ... વગેરે)નો પણ કર્મબંધ કરે છે પરંતુ ઉત્કૃષ્ટ રસનો કર્મબંધ કરતા નથી. તેથી તેમના પરિણામ સારા છે - એમાં કોઈ જ વિવાદ નથી... ઇત્યાદિ સમજી લેવું. /૧૫-લા અન્યદર્શનકારોએ પણ જીવોની એવી અવસ્થા જે વર્ણવી છે તે અવસ્થા અહીં સમ્યગ્દષ્ટિ આત્મામાં સંગત છે તે જણાવાય છે एवं च यत्परैरुक्तं, बोधिसत्त्वस्य लक्षणम् । વિઘાર્થના સન્નીત્યા, તવત્રિોપવઘતે /૧૧-૧૦ एवं चेति-एवं च भिन्नग्रन्थेर्मिथ्यात्वदशायामपि शोभनपरिणामत्वे च । यत् परैः सौगतैः । बोधिसत्त्वस्य लक्षणमुक्तं । तदपि सन्नीत्या मध्यस्थवृत्त्या विचार्यमाणम् । अत्र सम्यग्दृष्टावुपपद्यते ।।१५-१०।। ૨૮૦ સમ્યગ્દષ્ટિ બત્રીશી

Loading...

Page Navigation
1 ... 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310