Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust

View full book text
Previous | Next

Page 286
________________ “બોધિ-સમ્યગ્દર્શનના કારણે પ્રધાન એવો બોધિથી યુક્ત જે સત્ત્વ(જીવ); તેને સાધુજનો બોધિસત્ત્વ કહે છે. અથવા તથાભવ્યત્વના કારણે ભવિષ્યમાં જે તીર્થંકર થવાનો છે; એવો સુંદર બોધિવાળો જે જીવ છે તેને બોધિસત્ત્વ કહેવાય છે.” - આ પ્રમાણે તેરમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનો આશય એ છે કે – સમ્યગ્દર્શનને બોધિ કહેવાય છે. તે જેને પ્રધાન (સારભૂત) જણાય છે; એવા આત્માને સાધુપુરુષો બોધિસત્ત્વ તરીકે વર્ણવે છે. એ પ્રમાણે યોગબિંદુમાં જણાવ્યું છે કે - જેથી સમ્યગ્દર્શનને બોધિ કહેવાય છે; તે છે સારભૂત જેમાં એવો મહોદય (પ્રશસ્તગુણોના આવિર્ભાવવાળો) જીવ બોધિસત્ત્વ થાય, તેથી બોધિસત્ત્વ આ નામના અર્થને આશ્રયીને પણ (માત્ર લક્ષણને આશ્રયીને જ નહિ) સમ્યગ્દષ્ટિ અને બોધિસત્ત્વ : આ બંન્નેમાં સામ્ય છે. અથવા તીર્થંકર નામકર્મના બંધ દ્વારા તીર્થંકરપદની પ્રાપ્તિ કરાવનાર એવા સમ્યગ્દર્શનને સબોધિ કહેવાય છે. એવા સર્બોધિથી યુક્ત તથાભવ્યત્વના કારણે ભવિષ્યમાં જે શ્રીતીર્થકર થવાનો છે, તે આત્માને બોધિસત્વ કહેવાય છે. એ પ્રમાણે યોગબિંદુમાં જણાવ્યું છે કે – વરબોધિથી યુક્ત તથાભવ્યત્વના યોગે ભવિષ્યમાં જે શ્રી તીર્થકર થશે તે, સાધુજનોને બોધિસત્ત્વ તરીકે ઈષ્ટ છે. મોક્ષગમનની યોગ્યતા સ્વરૂપ અનાદિપારિણામિક ભાવ ભવ્યત્વ છે અને કાળ તથા નિયતિ વગેરે કારણસામગ્રીના યોગે વિચિત્ર પરિણામને પામેલું ભવ્યત્વ તથાભવ્યત્વ છે. આ તથાભવ્યત્વવિશેષના કારણે જ બીજ(યોગબીજ), તેનો પ્રરોહ અને ફળ વગેરેની સિદ્ધિ થાય છે. અન્યથા માત્ર ભવ્યત્વને જ કારણ માનવામાં આવે અને તથાભવ્યત્વને કારણ માનવામાં ન આવે તો ભવ્યત્વસ્વરૂપ યોગ્યતા સમાન જ હોવાથી બધા જ શ્રી તીર્થંકરપદાદિને પ્રાપ્ત કરનારા બનશે. પરંતુ આવું બનતું નથી. આશય એ છે કે ભવ્યત્વ સમાન હોવા છતાં સહકારી કાલાદિ કારણસામગ્રીના સમવધાનના કારણે ફળની પ્રાપ્તિમાં વિષમતા થાય છે. તેથી તથાભવ્યત્વ માનવાની આવશ્યકતા નથી - આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે ભવ્યત્વ તુલ્ય હોતે છતે સહકારી કારણો પણ તુલ્ય જ હોવાં જોઇએ અને તેથી બધાને ફળ પણ એકસરખું જ મળવું જોઈએ. પરંતુ એવું બનતું ન હોવાથી સહકારીઓમાં વિશેષતા માનવી જોઇએ અને તેના માટે તથાભવ્યત્વ પણ માન્યા વિના ચાલે એવું નથી. આથી સમજી શકાશે કે સદ્ધોધિથી યુક્ત એવા આત્માઓમાં યોગ્યતાવિશેષ છે; કે જેને લઈને પરંપરાએ તેમને શ્રીતીર્થંકરપણું પ્રાપ્ત થાય છે. શ્રી તીર્થંકરપણાની પ્રાપ્તિનું કારણ યોગ્યતાવિશેષસ્વરૂપ તથાભવ્યત્વ છે... ઇત્યાદિ વિચારવું જોઈએ. II૧૫-૧૩ સર્બોધિથી યુક્ત એવા આત્માઓ તથાભવ્યત્વના યોગે જે રીતે શ્રીતીર્થંકરપણું પ્રાપ્ત કરે છે; તે જણાવાય છે– तत्तत्कल्याणयोगेन कुर्वन् सत्त्वार्थमेव सः । तीर्थकृत्त्वमवाप्नोति परं कल्याणसाधनम् ॥१५-१४॥ એક પરિશીલન ૨૮૩

Loading...

Page Navigation
1 ... 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310