Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust

View full book text
Previous | Next

Page 290
________________ તથાદિ બ્રાહ્મણોએ જે શિષ્ટનું લક્ષણ જણાવ્યું છે; તે અસંગત કઈ રીતે છે - તે જણાવાય છે– वेदप्रामाण्यमन्तृत्वं, बौद्धे ब्राह्मणताडिते । अतिव्याप्तं द्विजेऽव्याप्तं, स्वापे स्वारसिकं च तत् ।।१५-१७॥ वेदेति-“वेदप्रामाण्यमन्तृत्वम्” एतावदेव शिष्टलक्षणं । ब्राह्मणताडिते बौद्धेऽतिव्याप्तं, तेनापि “वेदाः प्रमाणम्” इत्यभ्युपगमात् । स्वारसिकं च तद् वेदप्रामाण्यमन्तृत्वं द्विजे ब्राह्मणेऽव्याप्तम् । अयं भावःस्वारसिकत्वविशेषणेन बौद्धेऽतिव्याप्तिनिरासेऽपि 'स्वारसिकवेदप्रामाण्यमन्तृत्वं' यदाकदाचिद्वाच्यं सर्वदा वा ? आद्ये बौद्धे एवातिव्याप्तितादवस्थ्यं, तस्यापि जन्मान्तरे वेदप्रामाण्याभ्युपगमधौव्याद् । अन्त्ये च शयनादिदशायां वेदप्रामाण्याभ्युपगमाभाववति ब्राह्मणेऽव्याप्तिरिति ।।१५-१७।। “પ્રાથમનૃત્વ - અર્થાત્ વેદને પ્રમાણ માનવા – આ પ્રમાણે શિષ્ટ પુરુષનું લક્ષણ કરવામાં આવે તો જે બ્રાહ્મણથી તાડિત (બલાત્કાર કરાયેલ) બૌદ્ધ છે તેને લઇને લક્ષણમાં અતિવ્યાપ્તિ આવે છે. “સ્વારસિક વેદને પ્રમાણ માનવા' આ લક્ષણ માનવામાં આવે તો શયનાવસ્થાપન્ન બ્રાહ્મણને લઈને લક્ષણમાં અવ્યાપ્તિ આવે છે.” - આ પ્રમાણે સત્તરમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે “વેદને પ્રમાણ માનનારા શિષ્ટ છે.' - આ પ્રમાણે શિષ્ટપુરુષોનું લક્ષણ બ્રાહ્મણોએ કર્યું છે. પરંતુ એ લક્ષણમાં અતિવ્યાપ્તિ આવે છે. કારણ કે બ્રાહ્મણ દ્વારા મારપીટ કરવાના કારણે જે બૌદ્ધ પરાણે વેદના પ્રામાણ્યનો સ્વીકાર કર્યો છે; તે બૌદ્ધ શિષ્ટ ન હોવા છતાં તેમાં વેદપ્રામાણ્યમનૃત્વસ્વરૂપ લક્ષણ સંગત થાય છે. પરાણે વેદને પ્રમાણ માનનારા બૌદ્ધને લઈને આવતી અતિવ્યાપ્તિનું નિવારણ કરવા લક્ષણમાં “વારસ' આ પદનો નિવેશ કરવાથી અતિવ્યાપ્તિ નહીં આવે. કારણ કે તે બૌદ્ધમાં વેદપ્રામાણ્યમનૃત્વ હોવા છતાં તે સ્વારસિક(પોતાની ઇચ્છાથી સ્વીકૃત) નથી. પરંતુ તે સ્વારસિક વિશેષણના નિવેશથી અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ આવશે. કારણ કે “સ્વારસિકવેદપ્રામાયમસ્તૃત્વ કોઇ વાર માટે વિવક્ષિત છે કે સદાને માટે વિવક્ષિત છે?' આ બે વિકલ્પમાંથી પ્રથમ વિકલ્પને માનીએ તો જે પ્રથમ બ્રાહ્મણ હતો અને પછીના જન્મમાં બૌદ્ધ થયો. તે બૌદ્ધને લઇને લક્ષણમાં અતિવ્યાપ્તિ સ્પષ્ટ છે. કારણ કે બ્રાહ્મણના જન્મમાં તેણે ચોક્કસ જ વેદના પ્રામાણ્યનો સ્વીકાર કર્યો હતો. સદાને માટે વેદપ્રામાણ્ય નૃત્વ હોવું જોઈએ : આ બીજો વિકલ્પ સ્વીકારીએ તો તે બૌદ્ધને લઇને અતિવ્યાપ્તિ નહીં આવે; કારણ કે સદાને માટે તેણે વેદપ્રામાણ્યનો સ્વીકાર કર્યો નથી. પરંતુ એવી વિવક્ષામાં સૂતેલા બ્રાહ્મણને લઇને અવ્યાપ્તિ આવશે. કારણ કે શયન દરમ્યાન બ્રાહ્મણે તેવા પ્રામાણ્યનો સ્વીકાર કર્યો ન હોવાથી બ્રાહ્મણમાં સ્વારસિક સર્વકાલીન વેદપ્રામાણ્યમનૃત્વ નથી. આથી સમજી શકાશે કે વારસામાથમનૃવં શિષ્ટત્રમ્ આ લક્ષણ એક પરિશીલન ૨૮૭

Loading...

Page Navigation
1 ... 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310