Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust

View full book text
Previous | Next

Page 291
________________ અસંગત છે. શિષ્ટનું લક્ષણ “શિષ્ટ અને અશિષ્ટ' બંન્નેમાં હોય તો અતિવ્યાતિદોષ હોય છે. શિષ્ટનું લક્ષણ કોઇ શિષ્ટમાં ન ઘટે તો અવ્યાપ્તિદોષ હોય છે અને શિષ્ટમાત્રમાં એ લક્ષણ સંગત ન બને તો અસંભવદોષ હોય છે... ઇત્યાદિ યાદ રાખવું. I૧૫-૧૭થી બ્રાહ્મણોએ જણાવેલા શિષ્ટના લક્ષણમાં જ અનુપપત્તિ જણાવાય છે– तदभ्युपगमाद् यावन्न तद्व्यत्ययमन्तृता । तावच्छिष्टत्वमिति चेत्तदप्रामाण्यमन्तरि ॥१५-१८॥ तदिति-तस्य वेदप्रामाण्यस्याभ्युपगमाद् यावन्न तद्व्यत्ययस्य वेदाप्रामाण्यस्य मन्तृताऽभ्युपगमस्तावच्छिष्टत्वं । शयनादिदशायां च वेदाप्रामाण्यानभ्युपगमाद्ब्राह्मणे नाव्याप्तिरिति भावः । अप्रामाण्यमननस्यापि स्वारसिकस्य ग्रहणाबौद्धताडिते ब्राह्मणे वेदाप्रामाण्याभ्युपगन्तरि नाव्याप्तिः, अप्रमाकरणत्वप्रमाकरणत्वाभावयोश्च द्वयोरपि प्रामाण्यविरोधित्वेन सङ्ग्रहान्नैकग्रहेऽन्याभ्युपगन्तर्यतिव्याप्तिः । अत्राहइति चेत्तदप्रामाण्यमन्तरि वेदाप्रामाण्याभ्युपगन्तरि ।।१५-१८।। તેના સ્વીકારથી માંડીને જયાં સુધી તેના અભાવનો સ્વીકાર કરવામાં આવતો નથી ત્યાં સુધી (તેનું) શિષ્ટત્વ છે આ પ્રમાણે જો કહેવામાં આવે તો તેના અપ્રામાણ્યનો સ્વીકાર કરનારમાં (અવ્યાપ્તિ આવશે. તેનું અનુસંધાન શ્લો.નં. ૧૯માં છે.)” – આ પ્રમાણે અઢારમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે – વેદના પ્રામાણ્યનો સ્વીકાર કર્યા પછી જયાં સુધી વેદના અપ્રામાણ્યનો સ્વીકાર કર્યો ન હોય ત્યાં સુધી તે વ્યક્તિમાં શિષ્ટત્વ મનાય છે. શિષ્ટત્વના એવા પ્રકારના સ્વરૂપથી શયનદશામાં બ્રાહ્મણે વેદના અપ્રામાણ્યનો પ્રહ કરેલો ન હોવાથી સૂતેલા બ્રાહ્મણને લઈને આવ્યાપ્તિ નહીં આવે. યદ્યપિ વેદના પ્રામાણ્યનો સ્વીકાર કર્યા પછી બૌદ્ધની ધાકધમકીથી જે બ્રાહ્મણને વેદના અપ્રામાણ્યનો સ્વીકાર કરવો પડ્યો હોય તે બ્રાહ્મણને લઈને આવ્યાપ્તિ આવે છે, કારણ કે તેમાં વેદાપ્રામાણ્યમનૃત્વ છે; તેનો અભાવ નથી. પરંતુ અહીં પણ સ્વારસિક જ વેદામામાયમસ્તૃત્વ વિવક્ષિત હોવાથી, બૌદ્ધ દ્વારા પરાણે વેદના અપ્રામાણ્યનો સ્વીકાર કરાવેલા બ્રાહ્મણમાં સ્વારસિક(પોતાની ઇચ્છાથી સ્વીકારેલ) વેદના અપ્રામાણ્યના મસ્તૃત્વનો અભાવ હોવાથી તેને લઈને અવ્યાપ્તિ નહીં આવે. આથી સમજી શકાશે કે જ્યાં સુધીને વેદને પ્રમાણ માનવામાં આવે છે અને અપ્રમાણ માનવામાં આવતા નથી, ત્યાં સુધી તે આત્મામાં શિષ્ટત્વ છે. વેદનું પ્રામાણ્ય પ્રમાકરણત્વ સ્વરૂપ છે અને અપ્રામાણ્ય અપ્રમાકરણત્વ સ્વરૂપ છે. અપ્રામાણ્યના ગ્રહનો અભાવ અને પ્રમાકરણત્વનો ગ્રહ : બંન્ને શિષ્ટતપ્રયોજક છે અને તેના અભાવ અર્થાત્ અપ્રમાકરણત્વ અને પ્રમાકરણત્વાભાવ શિષ્ટત્વના પ્રયોજક નથી. તેના અભાવ શિવપ્રયોજક છે. વેલા ૨૮૮ સમ્યગ્દષ્ટિ બત્રીશી

Loading...

Page Navigation
1 ... 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310