Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust

View full book text
Previous | Next

Page 293
________________ વેદાપ્રામાયમન્સુત્વનો વિરહ બ્રાહ્મણમાં છે જ, જેથી તાદશ શિષ્ટલક્ષણમાં બ્રાહ્મણને લઇને અવ્યાપ્તિ નહીં આવે. વેદને વેદસ્વરૂપે જાણ્યા વિના વેદમાં અપ્રામાયનો ગ્રહ કઈ રીતે થયો. - આવી શંકા નહીં કરવી જોઈએ; કારણ કે વેવા પ્રમાણનું આવા પ્રકારનો ગ્રહ ન હોવા છતાં પ્રમાણમ્ આ રીતે ઈદત્ત્વાદિ સ્વરૂપે વેદમાં અપ્રામાણ્યનો ગ્રહ થઈ શકે છે. વેદને વેદસ્વરૂપે જાણ્યા હોત તો તેમાં બ્રાહ્મણે અપ્રામાણ્યનો ગ્રહ કર્યો ન હોત. જો તેમ છતાં એવો ગ્રહ કર્યો જ હોત તો તેને શિષ્ટ માનવાની આવશ્યકતા ન હોવાથી તે બ્રાહ્મણમાં શિષ્ટલક્ષણ ન જાય તે ઇષ્ટ જ છે. આથી સમજી શકાશે કે વેલ્વેન વેલામવિશિષ્ટવેલનાથમનૃત્વવિર: શિષ્ટત્વનું આ પ્રમાણે શિષ્ટનું લક્ષણ છે. પરંતુ આ લક્ષણ આગળના શ્લોકથી જણાવાશે તેમ કાગડામાં અતિવ્યાપ્ત બને છે. I૧૫-૧૯તા. કાગડામાં લક્ષણ જે રીતે અતિવ્યાપ્ત બને છે, તે જણાવાય છે– ब्राह्मणः पातकात् प्राप्तः, काकभावं तदापि हि । व्याप्नोतीशं च नोत्कृष्टज्ञानावच्छेदिका तनुः ॥१५-२०॥ ब्राह्मण इति-यदा ब्राह्मणः पातकात् काकजन्मनिबन्धनादुरितात् । काकभावं प्राप्तस्तदापि हि स्याद् ब्राह्मणदशायां वेदप्रामाण्याभ्युपगन्तृत्वात् काकदशायां च वेदाप्रामाण्यानभ्युपगन्तृत्वाद् । उत्कृष्टज्ञानावच्छेदिका च तनुरीशं भवानीपतिं न व्याप्नोति । तथा च काकेऽतिव्याप्तिवारणार्थमुत्कृष्टज्ञानावच्छेदकशरीरवत्त्वे सतीति विशेषणदाने ईश्वरेऽव्याप्तिरित्यर्थः ।।१५-२०॥ “બ્રાહ્મણ પાપના યોગે કાગડાના જન્મને પ્રાપ્ત કરે ત્યારે પણ તેમાં લક્ષણ સંગત થશે. (અર્થાત્ એવા કાગડાને લઈને અતિવ્યાપ્તિ આવશે. તેના નિવારણ માટે) ઉત્કૃષ્ટજ્ઞાનાવચ્છેદક શરીરઘટિત લક્ષણ ઈશ્વરમાં નહિ જાય.”- આ પ્રમાણે વશમા શ્લોકનો સામાન્ય અર્થ છે. આશય એ છે કે, જ્યારે બ્રાહ્મણ કાગડાના જન્મની પ્રાપ્તિના કારણભૂત પાપવિશેષે કાગડાની અવસ્થાને પ્રાપ્ત કરે છે ત્યારે પણ શિનું લક્ષણ તેમાં સંગત થશે. કારણ કે બ્રાહ્મણના ભાવમાં વેદના પ્રામાણ્યનો સ્વીકાર કર્યો હતો અને કાગડાના ભાવમાં વેદના અપ્રામાણ્યનો સ્વીકાર કર્યો નથી. આ રીતે કાગડાને લઈને અતિવ્યાપ્તિ આવે છે; તેના નિવારણ માટે લક્ષણમાં ઉત્કૃષ્ટજ્ઞાનાવરચ્છેદકશરીરવત્ત્વનો નિવેશ કરાય તો કાગડામાં લક્ષણ નહિ જાય. કારણ કે કાગડાનું શરીર ઉત્કૃષ્ટ જ્ઞાનનું અવચ્છેદક નથી. એવું શરીર મનુષ્યાદિનું હોય છે. તિર્યંચોનું શરીર અપકૃષ્ટજ્ઞાનાવચ્છેદક હોય છે. એ લોકોની(નૈયાયિકાદિની) માન્યતા મુજબ આત્મા વિભુ છે. આત્માના દરેક પ્રદેશમાં જ્ઞાનની ઉત્પત્તિ થતી નથી. સમસ્ત જગવ્યાપી આત્મા હોવા છતાં શરીરપ્રમાણ આત્માના પ્રદેશમાં જ જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. તેથી શરીરને જ્ઞાનનું ૨૯૦ સમ્યગ્દષ્ટિ બત્રીશી

Loading...

Page Navigation
1 ... 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310