Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
તે કથાના ઉપયોગપૂર્વક શ્રવણથી શ્રોતાને સંવેગ (સંવેદ) અને નિર્વેદની પ્રાપ્તિ થાય છે. યોગ્ય શ્રોતાને સંવેગ(મોક્ષની અભિલાષા) અને નિર્વેદ(સંસાર ઉપરનો કંટાળો)ની પ્રાપ્તિ માટે વિદ્વાન વક્તા દ્વારા કરાતી કથા પ્રબળ કારણ બને છે. કારણ કે શ્રી દશવૈકાલિકસૂત્રની નિર્યુક્તિમાં જણાવ્યા મુજબ આ કથા વિરાગપૂર્ણ હોય છે. આ લોકસંબંધી કે પરલોકસંબંધી કોઇ પણ જાતિના ફળની આશંસા સ્વરૂપ નિદાન(નિયાણા)થી રહિત હોય છે. વિરાગસહિત કથાના શ્રવણથી શ્રોતાને સંવેદ અને નિર્વેદનું કારણ આ કથા બને – એ સમજી શકાય છે. આ કાળમાં આવા વિદ્વાન કથા કરનારનો સદ્યોગ પ્રાપ્ત થવો : એ એક અદ્ભુત યોગ છે. II૯-૨૬ll. કથા કઈ રીતે કરવી તે જણાવાય છે
महार्थापि कथाऽकथ्या, परिक्लेशेन धीमता ।
अर्थं हन्ति प्रपञ्चो हि, पिठक्ष्मामिव पादपः ॥९-२७॥ “બુદ્ધિમાન વક્તાએ પરિફ્લેશ વડે મહાન અર્થવાળી પણ કથા કહેવી નહિ. કારણ કે વૃક્ષ જેમ પોતાની પીઠિકાની ભૂમિને પોતાના વિસ્તારથી ભેદી નાંખે છે તેમ કથાનો વિસ્તાર પરિફ્લેશના કારણે અર્થને હણે છે.” આ પ્રમાણે સત્તાવીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનો આશય એ છે કે અર્થથી મહાન એવી કથા પણ બુદ્ધિમાન એવા વક્તાએ એવી રીતે વિસ્તારથી કહેવી ના જોઇએ કે જેથી પોતાને અને શ્રોતાને પરિફ્લેશ પ્રાપ્ત થાય. કથાના શ્રવણ વખતે શ્રોતાને સંક્લેશ થાય તો તે કથાનો અર્થ શ્રોતા સમજી શકતો નથી. જેથી કહેવાની વાત જ મરી જાય છે. વાત કહેતા વક્તાને ક્લેશ થાય અને તે સમજતા શ્રોતાને ક્લેશ થાય એવી રીતે વાત કરવાનો કોઈ જ અર્થ નથી.
શ્રી દશવૈકાલિકસૂત્રની નિયુક્તિમાં આ વિષયને અનુલક્ષી ફરમાવ્યું છે કે મહાર્થવાળી પણ કથા બહુપરિક્લેશ ન થાય તે રીતે કહેવી. અર્થાતુ અત્યંત વિસ્તારપૂર્વક કહીને અર્થ ગહન બનવાથી પરિક્લેશ થાય તે રીતે કથા ન કહેવી. કારણ કે અત્યંત વિસ્તારથી કથા કરવાના કારણે તે ભાવાર્થનો નાશ કરનારી બને છે. તેથી બુદ્ધિમાન વક્તાએ મહાન અર્થવાળી પણ કથા અત્યંત વિસ્તારથી કહેવી નહિ. I૯-૨૭ળા
કોઈ વાર વિસ્તારથી પણ કથા કરવામાં દોષ નથી - તે જણાવાય છે
प्रपञ्चितज्ञशिष्यस्यानुरोधे सोऽप्यदोषकृत् ।
સૂત્રાદિમેતોડનુયોસ્ત્રિવિધઃ મૃતઃ રિ-૨૮ વિસ્તારથી કહેલા અર્થને સમજી શકે એવા શિષ્યનો અનુરોધ હોતે છતે કથાસંબંધી પ્રપચ પણ દોષનું કારણ નથી. આથી જ સૂત્રાથદિના ક્રમે અનુયોગ ત્રણ પ્રકારનો વર્ણવાય
૭૦
કથા બત્રીશી