Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
“પ્રધાન-પ્રકૃતિને ભિન્ન ભિન્ન (અનેક) માનવામાં આવે તો તે કર્મસ્વરૂપ જ થશે અને તેથી બુદ્ધિ જેનો ગુણ છે એવો પુરુષ થશે, જે કથંચિ ધ્રુવ (નિત્ય) અને કથંચિત્ અધ્રુવ છે. આ રીતે જૈનદર્શન જ જય પામે છે.” - આ પ્રમાણે ઓગણત્રીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે એકની મુક્તિથી બધાની મુક્તિ માનવાની આપત્તિના પરિવાર માટે પ્રતિ-આત્મનિયત પ્રકૃતિને ભિન્ન માનવામાં આવે તો તે આત્માના ભોગ અને અપવર્ગ(મોક્ષ)નું નિવહક કર્મ જ હશે. પુરુષનો ગુણ બુદ્ધિ છે. બુદ્ધિ, લબ્ધિ અને જ્ઞાન આ બધાનો એક અર્થ છે.
બુદ્ધિગુણવાળો પુરુષ કથંચિત્ ધ્રુવ અને અધુવ છે. દ્રવ્યને આશ્રયીને તે ધ્રુવ (નિત્ય) છે અને પર્યાય(પરિણામ)ને આશ્રયીને તે અધુવ-અનિત્ય છે. આ રીતે જૈનદર્શન જય પામે છે. કારણ કે તેમાં દોષના લેશ(અંશ)નો પણ સ્પર્શ થતો નથી. “વિષય ગ્રહણ કરવા માટે સમર્થ હોવાથી પુરુષ ચિતૂપ છે અને બુદ્ધિ વિકલ્પ (સંકલ્પ-વિકલ્પ-વિચાર) સ્વરૂપ હોવાથી તે ગુણવાળો પુરુષ કઈ રીતે હોઈ શકે? કારણ કે અંતર્મુખવ્યાપાર અને બહિર્મુખવ્યાપારઃ આ બંન્નેમાં વિરોધ છે.” – આવી શંકા નહીં કરવી જોઇએ. કારણ કે એ બંન્ને વ્યાપાર ક્રમે કરીને (એક સમયમાં નહીં) અનુભવાય છે તેથી ક્રમિક અનુભવના વિષયના એક ઉપયોગના સ્વભાવમાં કોઈ વિરોધ ન હોવાથી પુરુષને બુદ્ધિગુણવાળો માનવામાં કોઈ બાધ નથી. ./૧૧-૨લા
જૈનદર્શનનો જય સિદ્ધ થવાથી પતંજલિએ જણાવેલા યોગલક્ષણમાં અવ્યાપ્તિદોષને જણાવાય છે–
तथा च कायरोधादावव्याप्तं प्रोक्तलक्षणम् ।
एकाग्रतावधौ रोधे, वाच्ये च प्राचि चेतसि ॥११-३०॥ तथा चेति-तथा च जैनदर्शनजयसिद्धौ च । प्रोक्तलक्षणं पतञ्जल्युक्तयोगलक्षणं । कायरोधादावव्याप्तं, आदिना वाग्निरोधादिग्रहः । एकाग्रतावधावेकाग्रतानिरोधमात्रसाधारणे च रोधे वाच्ये । प्राचि एकाग्रतायाः पृष्ठभाविनि । चेतस्यध्यात्मादिशुद्धेऽव्याप्तम् ।।११-३०॥
આશય એ છે કે ઉપર જણાવ્યા મુજબ જૈનદર્શનની માન્યતામાં દોષનો લવ(અંશ) પણ ન હોવાથી એ દર્શનપ્રસિદ્ધ યોગ પણ વાસ્તવિક છે. પતંજલિએ જણાવેલું યોગનું લક્ષણ તે યોગમાં સંગત થતું ન હોવાથી અવ્યાપ્તિ આવે છે - તે જણાવાય છે. શ્લોકાર્થ સ્પષ્ટ છે કે “ચિત્તવૃત્તિનો નિરોધ” આ યોગનું લક્ષણ કાયાના નિરોધાદિ સ્વરૂપ યોગમાં સંગત થતું ન હોવાથી તેમાં અવ્યાપ્તિ આવે છે. એકાગ્ર અને નિરુદ્ધ ચિત્તની વૃત્તિઓના નિરોધને જ યોગ કહેવામાં આવે તો તેની પૂર્વાવસ્થામાં થનારી ચિત્તવૃત્તિઓના નિરોધસ્વરૂપ અવસ્થામાં લક્ષણસમન્વય ન થવાથી અવ્યાપ્તિ આવશે.”
એક પરિશીલન
૧૪૩