Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
અનુષ્ઠાન-ભિન્ન ગ્રંથિવાળા આત્માને) મોક્ષનું કારણ બનતું હોવાથી તે યોગ છે - આ વચન ઉચિત છે. અપુનબંધકાદિ આત્માઓનું (ભિન્ન ગ્રંથિવાળા ન હોવાથી) એ અનુષ્ઠાન યોગ નથી. માત્ર મુખ્ય યોગપૂર્વસેવા હોતે છતે તેમને શુદ્ધાનુષ્ઠાનનો અવકાશ છે. મુખ્યયોગ-પૂર્વસેવા ન હોય ત્યારે થનારું શુદ્ધાનુષ્ઠાન આભાસરૂપ હોય છે - એ યાદ રાખવું. l૨૦લી.
ઉપર જણાવ્યા મુજબ યોગબિંદુના શ્લોકનંબર ૨૦૮માં તેરા યતવ નાપ્રવૃવિધર્મતાત્ આવો પાઠ છે. તેનો અક્ષરશઃ અર્થ ઉપર જણાવ્યો છે. કહેવાનો આશય એ છે કે અનાદિકાળથી પુરુષ-આત્માના શુદ્ધ સ્વરૂપને આચ્છાદિત કરવા સ્વરૂપ અભિભવને કરવાની જ પ્રવૃત્તિ પ્રકૃતિકર્મની છે. અંશતઃ પણ એ પ્રવૃત્તિ દૂર થાય ત્યારે પ્રકૃતિને અપ્રવૃત્તિધર્મા (નિવૃત્યધિકારવાળી) કહેવાય છે. અપ્રવૃત્તિધર્મતા (અપ્રવૃત્તિ-અધિકારનિવૃત્તિ)ના કારણે એવી પ્રકૃતિવાળા આત્માને પૂર્વે જણાવ્યા મુજબ વિમલમનસ્વરૂપ ઊહ સંગત થાય છે. આ વાતને અનુલક્ષી આ બત્રીશીની ટીકામાં ગ્રંથકાર પરમર્ષિએ “પરપ્રવૃત્તિવિધિપતિયોગાભ્યામ્' આ પ્રમાણે જણાવ્યું છે. અર્થાત્ નાકનૃત્યવિધર્મતા અહીં “ગારિ’ પદથી પ્રકૃતિની વિરોધી પ્રકૃતિનો સંગ્રહ કર્યો છે. એનો આશય એ છે કે પ્રકૃતિનો આત્માભિભવ કરવાનો અધિકાર નિવૃત્ત થયે છતે પૂર્વે જેમ આત્માના ગુણો(શુદ્ધસ્વરૂપ)નું આચ્છાદન પ્રકૃતિ કરતી હતી, તેમ તે કરતી નથી. પરંતુ ઉપરથી એ અધિકારીની નિવૃત્તિના કારણે આત્માના ગુણોના અંશતઃ આવિર્ભાવમાં તે સહાય કરે છે, જે પ્રકૃતિના મૂળભૂત સ્વભાવની વિરોધિપ્રકૃતિ છે. આ રીતે પ્રકૃતિ(કર્મ)ની અપ્રવૃત્તિ અને વિરોધી પ્રકૃતિ(સ્વભાવ) : એ બંન્નેના યોગે પરિશુદ્ધ ઊહાપોહ સમ્યગનુષ્ઠાનનું અવંધ્યકારણ બને છે... ઇત્યાદિ બરાબર સમજી લેવું.
અહીં એવી શંકા નહિ કરવી જોઇએ કે “યોગબિંદુ વગેરે ગ્રંથમાં દેશવિરતિગુણસ્થાનકથી જયોગની પ્રાપ્તિ વર્ણવી છે. ચોથા ગુણસ્થાનક સુધી તો એ યોગના કારણભૂત દ્રવ્યયોગની જ પ્રાપ્તિ વર્ણવી છે. તો પછી અહીં ચોથા ગુણસ્થાનકે સમ્યગ્દષ્ટિ આત્માને ભાવથી યોગની પ્રાપ્તિ કઈ રીતે વર્ણવી છે.” કારણ કે ચારિત્રના વિરોધી એવા અનંતાનુબંધી કષાયોનો અપગમ (અનુદય) હોતે છતે એટલા પ્રમાણમાં ચારિત્રનો આવિર્ભાવ થાય છે. આ પ્રમાણે નિશ્ચયનયના અભિપ્રાયથી ચોથા ગુણસ્થાનકે સમ્યગ્દષ્ટિ આત્માને યોગની પ્રાપ્તિ ભાવથી થાય છે – એમ જણાવ્યું છે. ચોથા ગુણસ્થાનકે માત્ર અનંતાનુબંધીના કષાય સ્વરૂપ ચારિત્રમોહનીયકર્મનો જ અપગમ થવાથી ખૂબ જ અલ્પપ્રમાણમાં ચારિત્રગુણનો આવિર્ભાવ હોવાથી તેની વિવફા નહિ કરનારા એવા વ્યવહારનયની અપેક્ષાએ તો ચોથા ગુણસ્થાનકે યોગપ્રાપ્તિની વિવક્ષા કરાતી જ નથી.
યોગબિંદુના શ્લોક નંબર ૨૦૯માં ઉપર જણાવ્યા મુજબ અપુનબંધકદશામાં મુખ્ય યોગપૂર્વસેવાને ઉદ્દેશીને જે યોગની વાત જણાવી છે; તે તો સમ્યગ્દષ્ટિ આત્માઓને નૈગમનની અપેક્ષાએ શુદ્ધિપ્રકર્ષ હોય છે એ જણાવવા માટે અપુનબંધકોની વિશેષતાને જણાવનારી છે.
૨૫૦
અપુનર્બન્ધક બત્રીશી