Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
તેને શક્તિનું અતિક્રમણ કહેવાય છે અને શક્તિને છુપાવ્યા વિના જેટલી શક્તિ છે તેટલી ઉપયોગમાં લેવી, તે શક્તિનું અનતિક્રમણ છે.
કાર્યાતરના પરિહારથી અને પોતાની શક્તિના અનતિક્રમણથી કરાતી ગુરુદેવાદિની પૂજા ભાવના પ્રાધાન્યવાળી છે. ભોગી જનને સ્ત્રીરત્નમાં જેટલું બહુમાન છે; તેના કરતાં અનંતગુણ બહુમાન સમ્યગ્દષ્ટિ આત્માને ગુરુદેવાદિની પ્રત્યે હોય છે. એ બહુમાન સ્વરૂપ જ અહીં ભાવ છે. આવા ભાવના પ્રાધાન્યવાળી ગુરુદેવાદિપૂજા સમ્યગ્દષ્ટિ આત્માનું લિંગ છે - એમ શ્રી તીર્થંકરપરમાત્માએ વર્ણવ્યું છે. સંસારના સુખ કરતાં અનંતગુણ સુખ જ્યાં છે તે મોક્ષ પ્રત્યે બહુમાન હોવાથી ગુરુદેવાદિની પ્રત્યે એવું બહુમાન હોય - એ સમજી શકાય છે. મોક્ષ સારભૂત લાગે તો તેનાં સાધક દરેક સાધનો પ્રત્યે ભાવનું પ્રાધાન્ય હોય જ – એમાં કોઈ જ શંકા નથી. સાધનની પ્રાપ્તિની ખરેખર જ ચિંતા નથી; ચિંતા સાધ્યના પ્રાધાન્યની છે. ૧૫-૬ll
ઉપર જણાવ્યા મુજબનાં શુશ્રુષાદિ લિંગોથી જણાતું સમ્યગ્દર્શન જે રીતે થાય છે તે જણાવાય છે–
स्यादीदृकुरणे चान्त्ये, सत्त्वानां परिणामतः ।। त्रिधा यथाप्रवृत्तं तदपूर्वं चानिवर्ति च ॥१५-७॥
स्यादिति-ईदृगुपदर्शितलक्षणं सम्यक्त्वं चान्त्ये करणे “जाते सतीति” गम्यं । स्याद्भवेत्। तत् करणं । सत्त्वानां प्राणिनां । परिणामतः त्रिधा त्रिप्रकारं । यथाप्रवृत्तमपूर्वमनिवर्ति चेति ।।१५-७।।
છેલ્લું કરણ પ્રાપ્ત થયે છતે પ્રાણીઓને એવા પ્રકારનું સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે. પરિણામને આશ્રયીને તે કરણ ત્રણ પ્રકારનાં છે. યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ.” - આ પ્રમાણે સાતમા શ્લોકનો અર્થ છે. તેનો આશય સ્પષ્ટ છે કે, આત્માના પરિણામવિશેષને “કરણ' કહેવાય છે. યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ : આ ત્રણ ભેદથી કરણના ત્રણ પ્રકાર છે. આ ત્રણ કરણોનું સ્વરૂપ અન્યગ્રંથોથી સમજી લેવું જોઇએ. ||૧૫-શી
ઉપર જણાવેલા આત્મપરિણામવિશેષ સ્વરૂપ કરણમાંથી કયું કરણ જ્યારે હોય છે - તે જણાવાય છે–
ग्रन्थि यावद् भवेदाद्यं, द्वितीयं तदतिक्रमे ।
भिन्नग्रन्थेस्तृतीयं तु, योगिनाथैः प्रदर्शितम् ॥१५-८॥ ग्रन्थिमिति-आद्यं यथाप्रवृत्तिकरणं ग्रन्थिं यावद्भवेत् । द्वितीयमपूर्वकरणं तदतिक्रमे ग्रन्थ्युल्लङ्घने क्रियमाणे । तृतीयं त्वनिवर्तिकरणं भिन्नग्रन्थेः कृतग्रन्थिभेदस्य । योगिनाथैस्तीर्थकरैः प्रदर्शितम् ।।१५-८।।
એક પરિશીલન
૨૭૭