Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust

View full book text
Previous | Next

Page 279
________________ કારણ કે બ્રાહ્મણને; ઘેબર, માલપૂઆ વગેરે ઘીથી પૂર્ણ ભોજન પ્રિય હોવા છતાં વિષમ સંયોગોના કારણે કથિત રસવાળા ઘેંસ વગેરે તેમ જ લૂખા સૂકા વાલ-ચણા વગેરે ખાવાની પ્રવૃત્તિ કરતી વખતે પણ ધૃતપૂર્ણ ભોજનનો રાગ પ્રબળ જ હોય છે. તેથી પ્રવૃત્તિના અભાવમાં રાગ ન જ હોય - એવો નિયમ નથી. તેમ જ રાગની વિદ્યમાનતામાં પ્રવૃત્તિ થવી જ જોઇએ એવો પણ નિયમ નથી. સામાન્ય રીતે ઉત્તમ ભોજનની ઉત્કટ ઇચ્છા હોય ત્યારે વિષમ સંયોગોમાં કોઈ પણ માણસ પૂયિકાદિને વાપરે છે છતાં અહીં બ્રાહ્મણનું જે ઉપાદાન કર્યું છે તે, બ્રાહ્મણ જાતિના કારણે સ્વભાવથી જ તેને ધૃતપૂર્ણ ભોજનને છોડીને બીજું ભોજન કરવાની ઇચ્છા હોતી નથી – એ જણાવવા માટે છે. વિષમ સંયોગોમાં કોઈ વાર બીજી ઇચ્છા થાય ત્યારે પણ પૂર્વની (વૃતપૂર્ણ ભોજનની) ઇચ્છાના(પ્રબળ ઇચ્છાના) સંસ્કાર તો પડ્યા જ હોય છે. તેથી અન્યની ઇચ્છાના સમયમાં પણ પ્રબળ ઇચ્છાનો વાસના(સંસ્કાર)સ્વરૂપે નાશ થતો નથી. ૧૫-પા. ગુરુદેવાદિપૂજા સ્વરૂપ ત્રીજા લિંગનું વર્ણન કરાય છે– गुरुदेवादिपूजाऽस्य, त्यागात् कार्यान्तरस्य च । भावसारा विनिर्दिष्टा, निजशक्त्यनतिक्रमात् ॥१५-६॥ गुर्विति-अस्य सम्यग्दृशः । गुरुदेवादिपूजा च कार्यान्तरस्य त्यागभोगादिकरणीयस्य । त्यागात् परिहारात् । निजशक्तेः स्वसामर्थ्यस्यानतिक्रमाद् लङ्घनादनिगूहनात् । भावसारा भोक्तुः स्त्रीरलगोचरगौरवादनन्तगुणेन बहुमानेन प्रधाना विनिर्दिष्टा प्ररूपिता परमपुरुषैः ।।१५-६।। “પોતાની શક્તિ ન છૂપાવવાના કારણે અને બીજા કામનો ત્યાગ કરવાના કારણે આ સમ્યગ્દષ્ટિ આત્માની ગુરુદેવ વગેરેની પૂજા; ભાવસારા-બહુમાનવાળી શ્રી તીર્થંકર પરમાત્માએ વર્ણવી છે.” - આ પ્રમાણે છઠ્ઠા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે સમ્યગ્દષ્ટિ આત્મા દ્વારા કરાતી ગુરુદેવાદિની પૂજા ભાવથી સારભૂત વર્ણવી છે. કારણ કે તે પૂજા, ગૃહસ્થોચિત ત્યાગ(દાન) અને ભોગ વગેરે કાર્યોના પરિહારથી કરવામાં આવે છે. ગુરુદેવાદિની પૂજાના સમયે એ કાર્યો, પ્રતિબંધ કરતાં નથી. ગુરુદેવાદિની પૂજાને પડતી મૂકીને તે કાર્યો કરાતાં નથી. પરંતુ જરૂર પડે એ કાર્યોને પડતાં મૂકી ગુરુદેવાદિની પૂજા કરી લેવામાં આવે છે. સામાન્ય રીતે ગૃહસ્થજીવનમાં કંઈકેટલાંય કાર્યો કરવાનાં હોય છે. એ બધાં સાચવીને ગુરુદેવાદિની પૂજા કરવાનું થોડું અઘરું છે. આવા પ્રસંગે કાર્યાતરનો પરિહાર કરી ગુરુદેવાદિની પૂજા, સમ્યગ્દષ્ટિ આત્માઓ કરે છે. તેમ જ આ પૂજા કરતી વખતે તેઓ પોતાની શક્તિનો પૂર્ણપણે ઉપયોગ કરે છે, સહેજ પણ છુપાવતા નથી. આને જ શક્તિનું અનતિક્રમણ કહેવાય છે. શક્તિ ઉપરાંત કરવું ૨૭૬ સમ્યગ્દષ્ટિ બત્રીશી

Loading...

Page Navigation
1 ... 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310