Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
મુખ્ય કારણ મોક્ષનો આશય છે. એ આશય ના હોય તો તે અનુષ્ઠાન; ત્રણેય અનુષ્ઠાનમાંથી કોઈ પણ અનુષ્ઠાનમાં સમાય એવું નથી. આજે આપણાં અનુષ્ઠાનોમાં મોક્ષનો આશય કેટલા પ્રમાણમાં છે - એ વિચારવાનું ખૂબ જ આવશ્યક છે. ll૧૪-૨૬ll
આ રીતે પતંગ્નિશ્ચયવૃચેવ..(૧૬)- આ શ્લોકમાં જણાવેલાં ત્રણેય અનુષ્ઠાનનું વર્ણન કરીને હવે ત્રણ પ્રત્યયનું વર્ણન કરે છે–
आत्मनेष्टं गुरुबूते लिझान्यपि वदन्ति तत् । त्रिधाऽयं प्रत्ययः प्रोक्तः सम्पूर्णं सिद्धिसाधनम् ।।१४-२७॥
आत्मनेति-आत्मनेष्टं सदनुष्ठानं । गुरुर्धर्मोपदेष्टा बूते कर्तव्यत्वेन । लिङ्गान्यपि सिद्धिसूचकानि नन्दीतूरादीनि सूत्रसिद्धानि । तद् गुरूक्तमेव वदन्ति । अयं त्रिधा त्रिप्रकारः प्रत्ययो विश्वासः प्रोक्तः । सम्पूर्णमव्यभिचारि । सिद्धिसाधनमिष्टकारणं । यत उक्तम्-“आत्मा तदभिलाषी स्याद्गुरुराह तदेव तु । તનિનિપાત૨ તપૂર્ણ સિદ્ધિધનમ્ II” I9૪-ર૭ની
“પોતાને સદનુષ્ઠાન ઇષ્ટ હોય, ગુરુ પણ તે કરવાનું કહેતા હોય અને સિદ્ધિસૂચક લિંગો પણ તે જ જણાવતાં હોય આ ત્રણ પ્રકારનો પ્રત્યય વર્ણવ્યો છે, જે સંપૂર્ણ સિદ્ધિ(ઇસ્ટ)નું કારણ છે.” - આ પ્રમાણે સત્તાવીસમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે ભવિષ્યમાં થનાર અર્થ જેનાથી પ્રતીત થાય છે તેને પ્રત્યય કહેવાય છે. તે એક જાતનો વિશ્વાસ છે. એનાથી અનુષ્ઠાન કરનારને ઇષ્ટસાધનતાની પોતાના અનુષ્ઠાનમાં ખાતરી થવાથી વિશ્વાસ બેસે છે. આત્મપ્રત્યય, ગુરુપ્રત્યય અને લિંગપ્રત્યય – આ ત્રણ પ્રકારનો પ્રત્યય છે.
જે સદનુષ્ઠાન છે તેને કરવાની પોતાને ઇચ્છા થાય અર્થાત્ એ અનુષ્ઠાન પોતાને ઈષ્ટ લાગે ત્યારે ત્યાં આત્મપ્રત્યય મનાય છે. આપણે પોતે જે અનુષ્ઠાન કરવાનું નિશ્ચિત કર્યું હોય તે અનુષ્ઠાન કરવાનું પૂ. ગુરુભગવંત પણ ફરમાવે ત્યારે ત્યાં ગુરુપ્રત્યય મનાય છે અને જ્યારે એ વખતે મંગલ વારિત્ર (વાઘ) વગેરે આગમમાં પ્રસિદ્ધ એવાં શુભ લિંગો જણાય ત્યારે ત્યાં લિંગપ્રત્યય મનાય છે. સામાન્યથી વ્યવહારમાં(લોકવ્યવહારમાં) પણ આ પ્રસિદ્ધ છે. જે કાર્ય કરવાનું હોય તે કાર્ય આપણને ઇષ્ટ હોય છે. આપણા આપ્તજનો, વગર પૂછે સહજ રીતે જ આપણને તે કરવાનું જણાવતા હોય છે. તેમ જ એ વાત ચાલતી હોય ત્યારે મંગલધ્વનિ, પુણ્યવસ્તુનું દર્શન, શંખ વગેરેનો શબ્દ, છત્ર, ધ્વજ, ચામર, પતાકા વગેરે શુભ લિંગો(શકુનો) પ્રાપ્ત થતાં હોય છે. આ ત્રણ પ્રત્યયથી કાર્ય થાય તો સિદ્ધિ-ઈષ્ટની પ્રાપ્તિ થશે - એમ ખાતરી થાય છે. કારણ કે આ ત્રણેય(સમસ્ત) પ્રાપ્ત થાય તો તે સિદ્ધિનાં કારણ બને છે. આ પ્રમાણે યોગબિંદુમાં પણ જણાવ્યું છે. “આત્મા સદનુષ્ઠાનનો અભિલાષી બને, પૂ. ગુરુદેવશ્રી પણ તે સદનુષ્ઠાનને જ કરવાનું
એક પરિશીલન
૨૬૧