Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
કહેવાય છે. અવસર-પ્રસ્તાવના જ્ઞાતાને કાલજ્ઞ કહેવાય છે. જે એવા આત્માઓ છે તે યોગમાર્ગના અધિકારી છે. આથી સ્પષ્ટ છે કે સદ્યોગનો આરંભ કરનાર, બીજાઓની અપેક્ષાએ વિલક્ષણ છે; અને તે આત્મપ્રત્યય, ગુરુપ્રત્યય અને લિંગપ્રત્યયની અપેક્ષા રાખે જ છે. ૧૪-૩ના
अथ विषयस्वरूपानुबन्धशुद्धिप्रधानेषु किं कस्य सम्भवतीत्याह
હવે વિષયશુદ્ધ, સ્વરૂપશુદ્ધ અને અનુબંધશુદ્ધ અનુષ્ઠાનમાંથી કોને કયું અનુષ્ઠાન સંભવે છે તે જણાવાય છે–
सर्वोत्तमं यदेतेषु भिन्नग्रन्थेस्तदिष्यते ।
फलवद्रुमसद्बीजप्ररोहोभेदसन्निभम् ॥१४-३१॥ सर्वोत्तममिति–यदेतेषु उक्तानुष्ठानेषु । सर्वोत्तममव्यभिचारि फलं। तदिन्नग्रन्थेरिष्यते । फलवतः फलप्राग्भारभाजो द्रुमस्य न्यग्रोधादेः सदवन्ध्यं यद्बीजं तस्य प्ररोहोदेदोऽङ्कुरोद्गमस्तत्सन्निभं शुभानुવધૂસારત્વત્ II9૪-રૂા.
“પૂર્વે વર્ણવેલાં વિષયશુદ્ધ, સ્વરૂપશુદ્ધ અને અનુબંધશુદ્ધ: આ ત્રણ અનુષ્ઠાનમાં જે ઉત્તમ અનુષ્ઠાન છે; તે ફળવાળા વૃક્ષના સર્બીજના અંકુરોના ઉદ્ગમ સ્વરૂપ છે. એ અનુષ્ઠાન ગ્રંથિભેદ કરેલા આત્માઓને પ્રાપ્ત થાય છે.” - આ પ્રમાણે એકત્રીશમા શ્લોકનો અર્થ છે. એનો આશય ખૂબ જ સ્પષ્ટ છે. જે અનુષ્ઠાન, પૂર્વે વર્ણવેલાં ત્રણ અનુષ્ઠાનોમાં સર્વોત્તમ એટલે અવ્યભિચારી એવા ફળને આપનારું છે તે અનુબંધશુદ્ધ-અનુષ્ઠાન છે. કારણ કે તે સંપૂર્ણ મોક્ષસ્વરૂપ ઈષ્ટને નિશ્ચિતપણે આપનારું બને છે. એ અનુષ્ઠાન એવા જ આત્માઓને પ્રાપ્ત થાય છે કે જેઓએ રાગદ્વેષની તીવ્ર પરિણતિ સ્વરૂપ ગ્રંથિનો ભેદ કરી લીધો છે. રાગદ્વેષની પરિણતિની તીવ્રતા જાય નહિ ત્યાં સુધી આ અનુબંધ શુદ્ધ-અનુષ્ઠાનની પ્રાપ્તિ કોઈ પણ રીતે શક્ય નથી.
ફળના ભારને ધારણ કરનારા વૃક્ષના ચોક્કસ ફળને આપનારા બીજના અંકરોના ઊગવા સ્વરૂપ આ સર્વોત્તમ અનુષ્ઠાન છે, કારણ કે એમાં શુભ અનુબંધ પડેલા છે. વર્તમાનમાં અંકુરસ્વરૂપ હોવા છતાં ભવિષ્યમાં ફળના ભાર(સમુદાય)ને આપવાની એમાં અદ્ભુત શક્તિ પડેલી છે. એવી જ રીતે અનુબંધ શુદ્ધ - અનુષ્ઠાન વર્તમાનમાં સામાન્ય કક્ષાનું જણાતું હોવા છતાં ભવિષ્યમાં સિદ્ધિસ્વરૂપ ફળને પ્રદાન કરવાનું અદ્ભુત સામર્થ્ય એમાં રહેલું છે. આથી સમજી શકાશે કે રાગદ્વેષની તીવ્ર પરિણતિ કેટલી ખરાબ છે. એને લઈને ફળથી લચપચતા વૃક્ષના બીજથી થનારા અંકુરોના ઉદ્ગમ જેવું પણ અનુષ્ઠાન પ્રાપ્ત થતું નથી. આવી સ્થિતિમાં ફળનો સંભવ તો ક્યાંથી હોય? મુમુક્ષુ આત્માઓએ અનુષ્ઠાન કરતી વખતે આત્માની રાગદ્વેષની પરિણતિની તીવ્રતાને દૂર કરવાનું ધ્યાન રાખવું જોઈએ. અન્યથા અનુબંધશુદ્ધ-અનુષ્ઠાનને પ્રાપ્ત કરવાનું શક્ય નહિ બને. અનુષ્ઠાનો તો આપણે કરતા જ હોઈએ છીએ. એને અનુબંધ શુદ્ધ બનાવવા શું કરવું જોઇએ, ૨૬૬
અપુનર્બન્ધક બત્રીશી