Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust

View full book text
Previous | Next

Page 275
________________ વર્ણવ્યો છે. રાગનો રાગ અનુરાગ છે. રાગ અને અનુરાગમાં જે વિશેષ છે તે આપણે સમજી શકીએ છીએ. બાહ્ય ઇન્દ્રિયોથી દૂર થયેલા વિષયો પણ હૈયામાંથી દૂર થતા નથી. આવી અવસ્થા ખરેખર જ વિષયના અનુરાગની છે. ચારિત્રનો પણ આવો જ અનુરાગ સમ્યગ્દષ્ટિ આત્માને હોય છે. ચારિત્ર મળતું ન હોવા છતાં તેમના હૈયામાંથી તે(ચારિત્ર) ક્યારે પણ ખસતું નથી. ધર્માચાર્ય, શ્રી જિનેશ્વરદેવ અને સાધર્મિક વગેરેની ઔચિત્યાદિપૂર્વકની જે અર્ચના છે તેને અહીં ગુરુદેવાદિપૂજા તરીકે વર્ણવી છે. સમ્યગ્દષ્ટિ આત્માઓ પોતાના સામર્થ્યને અનુરૂપ એ ત્રણેય લિંગોને સારી રીતે ધારણ કરતા હોય છે. તેમના સમ્યગ્દર્શનના પરિણામને જણાવનારાં શુક્રૂષા, ધર્મરાગ અને ગુરુદેવાદિની પૂજા : આ ત્રણ લિંગો છે... ઇત્યાદિ સ્પષ્ટ છે. ll૧૫-૧ શુક્રૂષાનું સ્વરૂપ વર્ણવાય છે– भोगिकिन्नरगेयादिविषयाधिक्यमीयुषी । शुश्रूषाऽस्य न सुप्तेशकथार्थविषयोपमा ॥१५-२॥ भोगीति-भोगिनो यौवनवैदग्ध्यकान्तासन्निधानवतः कामिनः । किन्नरादीनां गायकविशेषाणां गेयादौ गीतवर्णपरिवर्ताभ्यासकथाकथनादौ विषयः श्रवणरसस्तस्मादाधिक्यमतिशयम् । ईयुषी प्राप्तवती । किन्नरगेयादिजिनोक्त्योर्हेत्वोस्तुच्छत्वमहत्त्वाभ्यामतिभेदोपलम्भाद् । अस्य सम्यग्दृष्टेः । शुश्रूषा भवति । न परं सुप्तेशस्य सुप्तनृपस्य कथार्थविषयः सम्मुग्धकथार्थश्रवणाभिप्रायलक्षणस्तदुपमा तत्सदृशी असम्बद्धतत्तद्ज्ञानलवफलायास्तस्या दौर्वेदग्ध्यबीजत्वात् ॥१५-२॥ ભોગી જનને, કિન્નરોએ ગાયેલા ગીત વગેરેને સાંભળવામાં જે રસ પડે છે, તેનાથી અત્યધિક રસવાળી આ (સમ્યગ્દષ્ટિ આત્માને ધર્મશ્રવણની ઇચ્છા) શુશ્રુષા હોય છે. પરંતુ સૂતેલા રાજાની કથાશ્રવણની ઇચ્છા જેવી તે હોતી નથી. - આ પ્રમાણે બીજા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે યુવાન છે, સંગીતકલામાં વિચક્ષણ છે અને મનોહર એવી સ્ત્રીના સાંનિધ્યવાળો ભોગી છે; તે અહીં ભોગી તરીકે વિવક્ષિત છે. સામાન્યથી બાળક કે વૃદ્ધ વગેરેને તેમ જ મૂર્ખ કે અજ્ઞાનીને અને દુઃખથી વ્યગ્ર માણસને, કિન્નરોનાં પણ ગીતગાનાદિમાં રસ પડતો નથી. તેથી અહીં ઉપર જણાવ્યા મુજબના ભોગવિશેષનું ગ્રહણ કર્યું છે. આવા ભોગી જનોને પણ સામાન્ય કોટિના ગાયકવગેરેનાં ગીતગાનાદિમાં રસ પડતો નથી. તેથી અહીં ગાયકવિશેષ કિન્નરનું ગ્રહણ કર્યું છે. જન્મથી જ તેઓ સંગીતને વરેલા અને તેમાં રસિક હોય છે તેમના દ્વારા ગવાતા ગીતમાં, વર્ણપરિવર્તના અભ્યાસમાં અને કથાકથનમાં જે સાંભળવાનો રસ છે, તેનાથી અત્યધિક રસ સદ્ધર્મશ્રવણમાં સમ્યગ્દષ્ટિ આત્માને હોય છે. આવા રસવાળી શુશ્રુષા હોય છે. ગીતના વર્ષો સાંભળ્યા પછી તેનું પરાવર્તન કરવું તેને પરાવર્ત કહેવાય છે. વારંવારના પરાવર્તનને અભ્યાસ કહેવાય છે. ગીતની કે તેના ગાનારની જે કથા કરાય છે તેને કથાકથન કહેવાય છે. ૨૭૨ સમ્યગ્દષ્ટિ બત્રીશી

Loading...

Page Navigation
1 ... 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310