Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
| अथ सम्यग्दृष्टिद्वात्रिंशिका प्रारभ्यते ।
अपुनर्बन्धकोत्तरं सम्यग्दृष्टिर्भवतीति तत्स्वरूपमाह
આ પૂર્વે ચૌદમી બત્રીશીમાં અપુનબંધક આત્માના સ્વરૂપનું વર્ણન કર્યું. એ આત્માઓ જ કાલાંતરે સમ્યગ્દષ્ટિ થાય છે. તેથી હવે તેમના સ્વરૂપનું વર્ણન કરાય છે–
लक्ष्यते ग्रन्थिभेदेन, सम्यग्दृष्टिः स्वतन्त्रतः ।
शुश्रूषाधर्मरागाभ्यां, गुरुदेवादिपूजया ॥१५-१॥ लक्ष्यत इति-ग्रन्थिभेदेन अतितीव्ररागद्वेषपरिणामविदारणेन । स्वतन्त्रतः सिद्धान्तनीत्या । सम्यग्दृष्टि र्लक्ष्यते सम्यग्दर्शनपरिणामात्मनाऽप्रत्यक्षोऽप्यनुमीयते । शुश्रूषाधर्मरागाभ्यां तथा गुरुदेवादिपूजया त्रिभिरेतैर्लिङ्गः । यदाह-“शुश्रूषा धर्मरागश्च गुरुदेवादिपूजनम् । यथाशक्ति विनिर्दिष्टं लिङ्गमस्य મહાત્મfમ: II” fl9-.
“શુશ્રુષા, ધર્મરાગ અને ગુરુદેવની પૂજા – આ ત્રણ લિંગો દ્વારા આગમની નીતિથી ગ્રંથિભેદના કારણે સમ્યગ્દષ્ટિ આત્મા જણાય છે.”- આ પ્રમાણે પ્રથમ શ્લોકનો અર્થ છે. આશય એ છે કે અત્યંત તીવ્ર એવા રાગદ્વેષના પરિણામ સ્વરૂપ ગ્રંથિનો ભેદ કરવાથી આત્માને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. આગમમાં જણાવ્યા મુજબ સમ્યગ્દર્શનના પરિણામવાળા આત્માનું પ્રત્યક્ષ થતું ન હોવા છતાં શુશ્રુષા, ધર્મરાગ અને ગુરુદેવની પૂજા આ ત્રણ લિંગો દ્વારા સમ્યગ્દષ્ટિ આત્માનું અનુમાન કરી શકાય છે.
આ વાતને જણાવતાં યોગબિંદુ ગ્રંથમાં ફરમાવ્યું છે કે – શુશ્રુષા, ધર્મરાગ અને ગુરુદેવાદિપૂજા આ ત્રણ લિંગો શક્તિ અનુસાર સમ્યગ્દષ્ટિ આત્માનાં હોય છે – એમ શાસ્ત્રકારોએ જણાવ્યું છે. “યોગબિંદુ ગ્રંથમાં (શ્લો.નં. ૨૫૩) જે જણાવ્યું છે તેનો આશય એ છે કે, સમ્યગ્દષ્ટિ આત્માનાં શુશ્રુષાદિ ત્રણ લિંગો-અનુમાપક છે. તેઓ પોતાના સામર્થ્યને અનુરૂપ શુશ્રુષાદિને ધરનારા છે. સદ્ધર્મ-પ્રતિપાદક શાસશ્રવણની ઇચ્છાને અહીં શુશ્રુષા તરીકે વર્ણવી છે. માત્ર ઇચ્છા શુશ્રુષા નથી, શ્રવણની ઇચ્છા શુશ્રુષા નથી, શાસ્ત્રશ્રવણની ઇચ્છા શુશ્રુષા નથી અને ધર્મપ્રતિપાદક શાસશ્રવણની ઇચ્છા પણ શુશ્રુષા નથી; પરંતુ સધર્મ-પ્રતિપાદક શાસ્ત્રશ્રવણની ઇચ્છા શુશ્રુષા છે. તેવી શુશ્રુષા જ સમ્યગ્દષ્ટિ આત્માના સમ્યગ્દર્શનને જણાવનારી છે. આથી આપણને આપણા સમ્યગ્દર્શનના પરિણામનો થોડો થોડો અણસાર લાવવો હોય તો આવી શકે છે.
ચારિત્રધર્મના અનુરાગને અહીં ધર્મરાગ તરીકે વર્ણવ્યો છે. માત્ર ધર્મ પ્રત્યેનો રાગ એ ધર્મરાગ નથી. માર્ગાનુસારી ધર્મ, સમ્યગ્દર્શન કે દેશવિરતિને અનુરૂપ ધર્મ પ્રત્યેનો રાગ પણ અહીં ધર્મરાગસ્વરૂપે વર્ણવ્યો નથી. પરંતુ ચારિત્રધર્મ પ્રત્યેનો જે અનુરાગ છે તેને ધર્મરાગ તરીકે
એક પરિશીલન
૨૭૧