Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
પરિશીલનની પૂર્વે અનંતોપકારી શ્રી અરિહંત પરમાત્માના પરમતારક શાસનના પરમાર્થને પામેલા પૂજ્યપાદ મહામહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી મહારાજાએ આ બત્રીશીમાં સમ્યગ્દષ્ટિ આત્માનું સ્વરૂપ વર્ણવ્યું છે. શુશ્રુષા, ધર્મરાગ અને ગુરુદેવાદિની પૂજા : આ લિજ્ઞો દ્વારા થોડું વિસ્તારથી સમ્યગ્દષ્ટિ આત્માનું સ્વરૂપ વર્ણવીને તેમની કેટલીક બીજી વિશેષતાઓનું વર્ણન કર્યું છે.
બોધિસત્ત્વ, પરાર્થરસિકતા, બુદ્ધિમત્તા, માર્ગગામિતા, મહાન આશય, ગુણરાગ અને શ્રી તીર્થકર નામકર્મના ઉપાર્જનનું કારણ શ્રેષ્ઠ સમ્યગ્દર્શન... વગેરે વિશેષતાઓને ધારણ કરનારા એ તારક આત્માઓ શિષ્ટ હોય છે.
અન્યદર્શનકારોની માન્યતા મુજબનું શિષ્ટત્વનું નિરૂપણ કઈ રીતે અસગત છે, તે બત્રીશીના ઉત્તરાદ્ધથી જણાવ્યું છે. દાર્શનિક પરિભાષાને નહિ જાણનારા જિજ્ઞાસુઓને એ સમજવાનું ઘણું અઘરું છે. વિસ્તારથી વર્ણવેલી એ વાતનો સારાંશ એ છે કે જેમના અંશતઃ પણ રાગ, દ્વેષ અને મોહાદિ દોષો ક્ષય પામ્યા છે, તેઓ શિષ્ટ પુરુષો છે. માત્ર વેદને પ્રમાણ માનવાથી શિષ્ટત્વ આવતું નથી - એ વાત ખૂબ જ સ્પષ્ટ રીતે વર્ણવી છે. જેઓએ ગ્રહણશિક્ષા(માર્ગનું પરિજ્ઞાન) અને આસેવનશિક્ષા(માર્ગનું પરિશુદ્ધ આચરણ) પ્રાપ્ત કરી લીધી છે, તેવા જીવોને સામાન્ય રીતે શિષ્ટ કહેવાય છે. એમાં પ્રયોજક તરીકે ઉપર જણાવ્યા મુજબ અંશતઃ પણ દોષક્ષય છે.
મિથ્યાત્વમોહનીયકર્મના વિપાકને અનુભવનારા શિષ્ટ નથી. પરંતુ સમ્યગ્દષ્ટિ આત્માઓએ ગ્રંથિનો ભેદ કર્યો હોવાથી તેઓમાં જ શિષ્ટત્વ સદ્ગત છે. અન્યદર્શનકારો જેને શિષ્ટ તરીકે વર્ણવી રહ્યા છે, તેમાં વાસ્તવિક રીતે શિષ્ટત્વ નથી. આ વાતનું વર્ણન કરવા માટે ગ્રંથકાર પરમર્ષિએ આ બત્રીશીના લગભગ પંદર-સોળ શ્લોકોની રચના કરી છે. એ જોતાં એમ જ લાગે કે આ બત્રીશીને સમ્યગ્દષ્ટિ બત્રીશીના બદલે શિષ્ટબત્રીશી વર્ણવવી જોઇએ.
સમ્યગ્દર્શન વિના શિષ્ટત્વ નથી. આ વાત સમજાવવાનો અહીં પૂરતો પ્રયત્ન કરાયો છે. આપણે ગમે તેને શિષ્ટ માની ના બેસીએ અને શિષ્ટને જ શિષ્ટ માનીએ – એ ખૂબ જ અગત્યનું છે. આજની પરિસ્થિતિ ખૂબ જ વિચિત્ર છે. સમ્યગ્દર્શનાદિનો વિચાર કર્યા વિના ગમે તેને શિષ્ટ માની લેવાનું વલણ ખૂબ જ વધી ગયું છે. આવા સંયોગોમાં પૂ. ઉપાધ્યાયજી મ.નું માર્ગદર્શન સમયસરનું મહત્ત્વપૂર્ણ છે. દેવાધિદેવ શ્રી વીતરાગપરમાત્માના પરમતારક શાસનના પરમાર્થને પામેલા ગ્રંથકારશ્રીએ દર્શાવેલા માર્ગને સમજવા માટે વિશિષ્ટ પ્રજ્ઞા અપેક્ષિત છે. તેને પ્રાપ્ત કરવા માટે આવા ગ્રંથોનું અધ્યયન આવશ્યક બને છે.
આ બત્રીશીના અંતિમ ભાગમાં સમ્યકશ્રુત અને મિથ્યા મૃતની વ્યાખ્યા કરી છે, જે નિરંતર સ્મરણીય છે. સમ્યગ્દષ્ટિથી પરિગૃહીત શ્રુત સમ્યક છે અને મિથ્યાષ્ટિથી પરિગૃહીત શ્રત મિથ્યા
એક પરિશીલન
૨૬૯