Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
જુદી જુદી અવસ્થાને આશ્રયીને; કપિલાદિ મુનિએ રચેલા તે તે શાસ્ત્રમાં વર્ણવેલાં મુમુક્ષુયોગ્ય બધાં જ અનુષ્ઠાનો અપુનબંધક આત્માઓ માટે સારી રીતે ન્યાયસંગત બને છે.
આ બત્રીશીમાં વર્ણવેલી અપુનબંધકદશાનું સ્વરૂપ વિચારીએ તો મોક્ષની ઇચ્છાનું મહત્ત્વ જણાયા વિના નહિ રહે. તીવ્ર ભાવે પાપ નહિ કરનારા, સંસાર પ્રત્યે બહુમાન નહિ રાખનારા અને સર્વત્ર ઔચિત્યપૂર્વક આચરણ કરનારા અપુનર્ધધક આત્માઓનું સ્વરૂપ સમજવા માટે પણ અપુનબંધકદશા પ્રાપ્ત કરવાની જરૂર છે. એ દશાને પામ્યા વિના એનું સ્વરૂપ સમજવાનું ઘણું જ અઘરું છે. અનાદિકાળથી ચાલી આવતી તીવ્રભાવે પાપ કરવાની પ્રવૃત્તિ એકાએક તો દૂર કઈ રીતે થાય ? સંસાર ઉપરનું બહુમાન પણ કઈ રીતે ઘટે? સદ્દગુરુભગવંતોના સમાગમથી સંસારની નિર્ગુણતાનું અને મોક્ષની રમણીયતાનું ભાન થાય તો તે અપુનબંધકદશાને પ્રાપ્ત કરી શકાય. કુદરતી રીતે જ વિશિષ્ટ પ્રકારની યોગ્યતા તેમનામાં રહેલી હોય છે. તેથી ખૂબ જ સરળતાથી તેમને યોગમાર્ગની પ્રાપ્તિ થતી હોય છે. યોગની પૂર્વસેવા તાત્ત્વિક રીતે અપુનબંધક આત્માઓને જ પ્રાપ્ત થાય છે. યોગના અર્થી જનોએ અપુનબંધકદશાને પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ બની રહેવું જોઈએ. પાપપ્રવૃત્તિની તીવ્રતાનો હાસ થાય, સંસાર ઉપરનું બહુમાન નાશ પામે અને સર્વત્ર ઔચિત્યનું આસેવન કરાય તો યોગની યોગ્યતા પ્રાપ્ત કરી શકાશે. અંતે આવી યોગ્યતાને પ્રાપ્ત કરવા આપણે સૌ પ્રયત્નશીલ બની રહીએ એ જ એક શુભાભિલાષા. ll૧૪-૩રા.
॥ इति श्रीद्वात्रिंशद्वात्रिंशिकायामपुनर्बन्धकद्वात्रिंशिका ॥
अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥
૨૬૮
અપુનર્બન્ધક બત્રીશી