Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
सम्यग्दृशो नैगमनयशुद्धिप्रकर्षकाष्ठापेक्षमिति न कश्चिद्विरोध इति विभावनीयं सुधीभिः ।।१४-१८॥
પોતાના આશયની વિશુદ્ધિ હોતે છતે કર્મબંધની પ્રત્યે બાહ્ય હેતુ; કારણ બનતા નથી. આ ભિન્નગ્રંથિક સમકિતદષ્ટિ આત્માની શુશ્રુષાદિ ક્રિયા પણ શુદ્ધ શ્રદ્ધાને અનુસરનારી છે.” - આ પ્રમાણે અઢારમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે રાગદ્વેષની તીવ્રપરિણતિનો ભેદ થવાથી તે આત્માનો પોતાનો આશય(પરિણામ) શુદ્ધ બને છે. એ આશયની શુદ્ધિને લઇને કુટુંબચિંતાદિ સ્વરૂપ વ્યાપાર અશુભ કર્મબંધનું કારણ બનતો નથી. કારણ કે આ પૂર્વે (ગ્રંથિભેદ પૂર્વે) એ વ્યાપાર ભવનું કારણ બનતો હોવા છતાં ગ્રંથિભેદ થવાના કારણે હવે તે મોક્ષના કારણ સ્વરૂપે પરિણમે છે. “જે જેટલા પ્રમાણમાં ભવના હેતુ છે તે તેટલા પ્રમાણમાં મોક્ષનાં કારણ છે.” - આ વચન પ્રમાણ હોવાથી જીવવિશેષને સંસારનાં કારણ પણ મોક્ષનાં કારણ સ્વરૂપે પરિણમે છે.
અહીં આવી શંકા નહિ કરવી જોઈએ કે - “એકલા શુભ પરિણામથી શું? કારણ કે મોક્ષની પ્રત્યે ક્રિયા પણ કારણ છે. તેથી ભિન્નગ્રંથિવાળા આત્માને શુભ પરિણામ હોવા છતાં શુભક્રિયાનો અભાવ હોવાથી તે પરિણામ અકિંચિત્કર છે.' - આ શંકાનું સમાધાન કરતાં શ્લોકના ઉત્તરાર્ધમાં જણાવ્યું છે કે – આ સમ્યગ્દષ્ટિ આત્માઓની શુશ્રુષાદિ ક્રિયા પણ શ્રી જિનવચનના પ્રામાણ્યનો સ્વીકાર કરાવનારી શુદ્ધ કોટિની હોય છે. કારણ કે પૂર્વે જણાવ્યા મુજબ પ્રકૃતિ-કર્મ ઉપર આત્માપુરુષનો અધિકાર હોવાથી અર્થાત્ આત્મા-પુરુષનો અભિભવ કરવા સ્વરૂપ પ્રકૃતિનો અધિકાર નિવૃત્ત થવાથી અને પ્રકૃતિવિરોધી યોગ પ્રાપ્ત થવાથી સમ્યગ્દષ્ટિ આત્માને પરિશુદ્ધોહાપોહયોગની પ્રાપ્તિ થતી હોય છે. એ યોગથી જ શુશ્રુષાદિ ક્રિયાયોગનો આક્ષેપ થાય છે. એ યોગ (કાપોદ) જ ક્રિયાને ખેંચી લાવે છે. કારણ કે પરિશુદ્ધ ઊહાપોહ; સમ્યગનુષ્ઠાનનું અવંધ્ય (ચોક્કસ ફલપ્રદ). કારણ છે. સમ્યગનુષ્ઠાનના અભાવમાં પરિશુદ્ધ ઊહાપોહનો પણ અભાવ હશે. કાર્યનો અભાવ કારણના અભાવને જણાવનારો હોય છે.
આ વિષયના નિરૂપણ વખતે યોગબિંદુ ગ્રંથમાં જણાવ્યું છે કે – ભિન્નગ્રંથિવાળાને આ મોક્ષની અભિલાષાવાળું ચિત્ત સુંદર જ છે. કારણ કે ભવના વિયોગના વિષયવાળી વિચારણા તે આત્માને સ્વભાવથી જ પ્રવર્તે છે. તેના યોગે તે શુદ્ધાનુષ્ઠાન(શુકૂષા-ધર્મરાગાદિના કારણે શ્રવણ-ધર્મક્રિયાદિ)નું પાત્ર હોય છે. l/૨૦૬ll કારણ કે પ્રકૃતિ-કર્મની નિવૃત્તાધિકારિતાદિ ધર્મતાને છોડીને પૂર્વમાં ભિન્નગ્રંથિવાળા આત્માને નિર્મળમનસ્વરૂપ ઊહ સંગત નથી. પરંતુ પ્રકૃતિની અપ્રવૃજ્યાદિ ધર્મવાળી અવસ્થામાં જ એ નિર્મળ મન સ્વરૂપ ઊહ(વિચારણા) ઘટે છે. ૨૦૭. સ્કુરાયમાન રત્ન જેવા નિર્મળ મન સ્વરૂપ ઊહની વિદ્યમાનતામાં આત્માનું વીર્ય (ઉત્સાહ) ઉત્કટ હોવાથી; ભવાભિનંદીપણાના ક્ષુદ્રતા, લાભરતિ, દીનતાદિ સ્વરૂપ ચિત્તદોષોથી મન ક્ષોભ પામતું નથી. તેથી ધર્મશાસ્ત્રશુશ્રુષાદિસ્વરૂપ અનુષ્ઠાન, એ આત્માને(ભિન્ન ગ્રંથિવાળાને) સદાને માટે હોય છે. કારણ કે પરિશુદ્ધોહાપોદ્યોગ શુદ્ધાનુષ્ઠાનનું અવંધ્ય કારણ છે. ૨૦૮ આ શુદ્ધ
એક પરિશીલન
૨૪૯