Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
સામાન્ય રીતે સમજી શકાય છે કે પૂર્વનાં બંન્ને અનુષ્ઠાનો કરતાં આ ત્રીજું અનુષ્ઠાન ઉત્કૃષ્ટ છે. કષાય અને વિષયના વિકારથી સહિત અનુષ્ઠાન મોક્ષનું કારણ નહીં જ બને. તેમ જ મોક્ષની પ્રાપ્તિ માટે જીવાદિ તત્ત્વોનું સમ્યગુ પરિજ્ઞાન પણ હોવું જોઇએ. જેને મોક્ષની પ્રાપ્તિ થવાની છે તે જીવનું જ તત્ત્વ આપણને પરિજ્ઞાત ન હોય અને તેનાથી વિરુદ્ધ અછવાદિનું પણ તત્ત્વ આપણને પરિજ્ઞાત ન હોય તો એવા અજ્ઞાનના કારણે પણ મોક્ષની પ્રાપ્તિ નહીં થાય. તેથી મોક્ષ સાધક અનુષ્ઠાન જીવાદિ તત્ત્વોના સમ્યફ પરિજ્ઞાનને અનુસરનારું હોવું જોઈએ. અજ્ઞાનપૂર્વકનાં અનુષ્ઠાનો મોક્ષસાધક નથી તેમ જ વિષય-કષાયના વિકારસહિત અનુષ્ઠાનો પણ મોક્ષ સાધક નથી.
ત્રણેય અનુષ્ઠાનનું ફલ વર્ણવવા માટે પ્રથમ વિષયશુદ્ધ અનુષ્ઠાનનું ફળ આ શ્લોકના ઉત્તરાદ્ધ દ્વારા જણાવાય છે. પ્રથમ વિષયશુદ્ધ-અનુષ્ઠાનથી મોક્ષની પ્રાપ્તિમાં બાધક એવા રાગાદિ દોષોની હાનિ થતી નથી. કારણ કે વિષયશુદ્ધ-અનુષ્ઠાન વખતે આત્મહત્યાદિના કારણભૂત એવા અજ્ઞાનનું પ્રમાણ બહુ જ હોય છે. યોગબિંદુમાં પણ એ વાત જણાવતાં ફરમાવ્યું છે કે “આદ્ય એવા(વિષયશુદ્ધ) અનુષ્ઠાનથી દોષોનો વિગમથતો નથી. કારણ કે એ વખતે અજ્ઞાનસ્વરૂપ અંધકારની બહુલતા હોય છે.”
આ વિષયમાં બીજા આચાર્યભગવંતો કહે છે કે વિષયશુદ્ધ અનુષ્ઠાનથી મોક્ષને પ્રાપ્ત કરવામાં અવરોધક દોષોના વિગમ માટે અનુકૂળ એવા જાતિ-કુલાદિ ગુણોથી યુક્ત જન્મની પ્રાપ્તિ થાય છે. એમનો આશય એ છે કે; મોક્ષ એકાંતે નિરવદ્ય છે. સ્વરૂપને આશ્રયીને અત્યંત સાવદ્ય એવું વિષયશુદ્ધ-અનુષ્ઠાન મોક્ષનું તે સ્વરૂપે કારણ નથી. પરંતુ મોક્ષસાધક અનુષ્ઠાન વખતે, જેમ મોક્ષની ઈચ્છા હોય છે તેમ આ વિષયશુદ્ધ-અનુષ્ઠાન વખતે પણ મોક્ષની ઇચ્છા હોવાથી મોક્ષ સાધક અનુષ્ઠાનનું કથંચિત્ (કંઇક અંશે) વિષયશુદ્ધ-અનુષ્ઠાનમાં સામ્ય હોવાથી તે મોક્ષની પ્રત્યે કારણ બને છે. જેથી ઉપર જણાવ્યા મુજબ મોક્ષબાધક દોષોના વિગમને અનુકૂળ એવા જન્મને પ્રાપ્ત કરાવવા દ્વારા વિષયશુદ્ધ અનુષ્ઠાન મોક્ષની પ્રાપ્તિમાં ઉપયોગી બને છે. આ વાતને જણાવતાં યોગબિંદુમાં જણાવ્યું છે કે – આ વિષયશુદ્ધ-અનુષ્ઠાનથી દોષના વિગમ માટે ઉચિત એવા જાતિ, કુળ અને સંસ્કારાદિ ગુણયુક્ત જન્મનું સંધાન (પ્રાપ્તિ) થાય છે – આ પ્રમાણે કેટલાક આચાર્યભગવંતો કહે છે. મુક્તિની ઇચ્છા પણ જે કારણથી અજ્ઞાનનો ક્ષય કરનારી મનાય છે, તેથી તે ગ્લાધ્ય છે. સર્વ રીતે મુક્તિ કલ્યાણરૂપ હોવાથી વિષયશુદ્ધ-અનુષ્ઠાન તેના માટે અત્યંત વિસદશ છે. આથી તે મુક્તિની પ્રત્યે કઈ રીતે કારણ બને ? સદશ(સમાન) ભાવ જ સદશનું કારણ બને છે... ઇત્યાદિ બરાબર સમજી લેવું. ૧૪-૨all
હાશયનેવાહ
વિષયશુદ્ધ-અનુષ્ઠાનથી મોક્ષની પ્રાપ્તિ જે કારણે થતી નથી તે શ્લોકમાં જ જણાવીને દ્વિતીય સ્વરૂપશુદ્ધ-અનુષ્ઠાનનું ફળ જણાવાય છે– એક પરિશીલન
૨૫૭