Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
કરનારાને વિશે; મુક્તિને વિશે અને મુક્તિના ઉપાયભૂત સમ્યગ્દર્શનાદિને વિશે જેઓને દ્વેષ થતો નથી, તેમનું જ ગુરુદેવાદિપૂજન વગેરે યોગ્ય છે.” - આ પ્રમાણે પાંચમા શ્લોકનો અર્થ છે.
એનો આશય સમજી શકાય છે કે ગુરુદેવાદિપૂજા, સદાચાર અને તપ સ્વરૂપ યોગની પૂર્વસેવાથી મોક્ષની પ્રાપ્તિ માટેનો પ્રયત્ન શરૂ થાય છે. એ પ્રયત્ન મુક્તિ પ્રત્યેના અષથી જ યોગ્ય બને છે. અન્યથા મુક્તિદ્વેષના કારણે યોગની પૂર્વસેવાની યોગની પ્રાપ્તિ થતી નથી. મોક્ષના કારણભૂત આત્મવ્યાપારને યોગ કહેવાય છે. યોગની પૂર્વસેવાથી તે યોગની પ્રાપ્તિ થાય છે, જે મોક્ષનું એકમાત્ર કારણ છે. પરંતુ મોક્ષ કે મોક્ષના ઉપાયભૂત યોગ પ્રત્યે જ ષ હોય તો ગુરુદેવાદિપૂજન, સદાચાર અને તપ સ્વરૂપ યોગની પૂર્વસેવા ફળને આપનારી ન જ બને એ સ્પષ્ટ છે. સાધ્ય પ્રત્યેનો દ્વેષ સાધનની પ્રાપ્તિ કઈ રીતે કરાવે ?
અહીં એ સમજી લેવું જોઇએ કે મોક્ષની પ્રાપ્તિ માટેના પુરુષાર્થનો પ્રારંભ કરનારા આત્માઓને; મુક્તિ કે મુક્તિના ઉપાયોને વિશે દ્વેષ આવવાનું કોઈ જ કારણ નથી. પરંતુ ગમે ત્યાંથી પણ તે દ્વેષ આવ્યા વિના રહેતો નથી. મોક્ષનું સ્વરૂપ, એનાં અત્યંત સમર્થ સાધનો અને તેનો સાધનામાર્ગ : આ બધાનો થોડો વિચાર કરીએ તો સમજાશે કે મોક્ષ કે તેના સાધનાદિનો દ્વેષ કરવાનું ખરી રીતે કોઈ જ કારણ નથી. ફળ, તેના ઉપાયો અને તેના પામવા માટે પુરુષાર્થ કરનારા મહાત્માઓ : આ બધાનું તદ્દન નિરવદ્ય અને નિરુપદ્રવ સ્વરૂપ ખરેખર તો રાગને જન્માવે તેવું છે. તેના બદલે તેની પ્રત્યે દ્વેષ થાય : એ ખૂબ જ વિચિત્ર છે. આવું થવામાં અનાદિકાળના આપણા કુસંસ્કારો મુખ્યતયા કારણ બને છે. અજ્ઞાનના કારણે એ કુસંસ્કારો ખૂબ જ દઢ બને છે. ધર્મશ્રવણાદિ દ્વારા અજ્ઞાનની માત્રા ઓછી થાય એટલે ઉપર જણાવ્યા મુજબ મોક્ષ, તેના ઉપાયો અને તેને પામવા માટે પ્રયત્નશીલ આત્માઓ પ્રત્યે દ્વેષ આવતો નથી.
મોક્ષની સાધના કરતી વખતે આવી પડતું દુઃખ; ખરેખર તો ભૂતકાળના કર્મનો વિપાક હોય છે. એનો વિચાર કર્યા વિના; “મોક્ષની સાધના કરવાના કારણે તે દુઃખ આવ્યું છે : એમ માની લઇને દુખના કારણ સ્વરૂપે મોક્ષાદિની પ્રત્યે આપણે દ્વેષ કરીએ છીએ; તે ભયંકર કોટિનું અજ્ઞાન છે. વસ્તુતત્ત્વનો પરામર્શ(જ્ઞાન) આપણને તેની પ્રત્યેના રાગ-દ્વેષથી દૂર રાખે છે. સાચાખોટાનો વિવેક સુખદુઃખના વિકલ્પને દૂર કરી આત્માને વિકલ્પરહિત બનાવે છે. માની લીધેલા સુખની આસક્તિ પણ મુક્તિ વગેરેમાં દ્વેષનું કારણ બને છે. મોક્ષના સ્વરૂપની પ્રતીતિથી એ કલ્પિત સુખની આસક્તિ નાશ પામે છે અને તેથી મોક્ષ વગેરે પ્રત્યે દ્વેષ થતો નથી. ગમે તે રીતે સુખની આસક્તિથી મુક્ત બન્યા વિના ચાલે એવું જ નથી. સંસાર ઉપર થોડો વેષ જાગે તો મોક્ષ પ્રત્યે અદ્વેષ થઈ શકે. સંસારનો રાગ જ મોક્ષ પ્રત્યે દ્વેષ કરાવે છે – એ યાદ રાખ્યા વિના મુજ્યદ્વેષને પ્રાપ્ત કરવાનું શક્ય નથી. II૧૩-પા
એક પરિશીલન
૨૦૩