Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
ગુરુદેવાદિપૂજન અને સદાચાર વગેરે સ્વરૂપ યોગની પૂર્વસેવા મુજ્યદ્વેષ વિના ન્યાય નથી, એનું કારણ જણાવાય છે–
गुरुदोषवतः स्वल्पा, सत्क्रियापि गुणाय न ।
भौतहन्तुर्यथा तस्य, पदस्पर्शनिषेधनम् ॥१३-६॥ गुर्विति-गुरुदोषवतोऽधिकदोषवतः । स्वल्पा स्तोका सत्क्रियापि सच्चेष्टापि गुणाय न भवति । यथा भौतहन्तुर्भस्मवतिघातकस्य तस्य भौतस्य पदस्पर्शनस्य चरणसङ्घट्टनस्य निषेधनं । कस्यचित् खलु शबरस्य कुतोऽपि प्रस्तावात्तपोधनानां पादेन स्पर्शनं महतेऽनर्थाय सम्पद्यत इति श्रुतधर्मशास्त्रस्य कदाचिन्मयूरपिच्छैः प्रयोजनमजायत । यदाऽसौ निपुणमन्वेषमाणो न लेभे, तदा श्रुतमनेन तथा भौतसाधुसमीपे तानि सन्ति, ययाचिरे च तानि तेन तेभ्यः, परं न किञ्चिल्लेभे । ततोऽसौ शस्त्रव्यापारपूर्वकं तान्निगृह्य जग्राह तानि, पादेन स्पर्शं च परिहृतवान् । यथाऽस्य पादस्पर्शपरिहारो गुणोऽपि शस्त्रव्यापारेणोपहतत्वान्न गुणः, किं तु दोष एव । एवं मुक्तिद्वेषिणां गुरुदेवादिपूजनं योजनीयम् ।।१३-६।।
મોટાદોષવાળાની થોડી સક્રિયા પણ ગુણ માટે થતી નથી. ભૌતસાધુને હણનાર ભિલ્લા પુરુષે જેમ તે ભૌત સાધુને પગથી સ્પર્શ ન કર્યો...” આ પ્રમાણે છઠ્ઠા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે અધિક દોષ(ગુરુ-મજબૂત દોષ)વાળાની થોડી સચ્ચા પણ ગુણને માટે થતી નથી. શરીરે ભસ્મતરાખ) લગાડવાનું જેને વ્રત છે; એવા ભૌતસાધુને હણી નાખનારે જેમ ભૌતસાધુને પગથી સ્પર્શ કરવાનો નિષેધ કર્યો. સાધુને પગ લગાડવાની અપેક્ષાએ સાધુને મારી નાખવા સ્વરૂપ દોષ અધિક છે. એવા અધિકદોષવાળાએ; સાધુને પગ નહીં લગાડવા સ્વરૂપ જે થોડી સચ્ચેષ્ટા કરી, તે ગુણ માટે થતી નથી.
પ્રસંગ એવો બનેલો; કોઈ એક ભિલ્લ હતો. કોઈ અવસરે એને સાંભળવા મળેલું કે તપોધનોને (તપસ્વી મહાત્માઓને) પગ લગાડવાથી મોટા અનર્થની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે ધર્મશાસ્ત્રનું શ્રવણ કરેલા તે ભિલ્લને કોઈ સમયે મોરનાં પીંછાંનું કામ પડ્યું. ખૂબ જ પ્રયત્નપૂર્વક તેણે તે શોધ્યાં, પરંતુ મળ્યાં નહીં. તે વખતે તેણે સાંભળ્યું કે ભૌતસાધુઓ પાસે મોરપીંછાં છે. તેથી તે સાધુઓ પાસે તેણે તે માંગ્યાં, પરંતુ એક પણ પીછું તેમણે તેને ન આપ્યું. તેથી તે ભિલ્લે સાધુઓનો શસ્ત્રનો ઉપયોગ કરી નિગ્રહ કરવા વડે તેમની પાસેથી તે પીંછાં લઈ લીધાં. પણ તે વખતે તેણે સાધુઓને પગથી સ્પર્શ ન કર્યો. અહીં સાધુઓને પગ ન લગાડવા સ્વરૂપ ગુણ પણ; શસ્ત્રનો ઉપયોગ કરવાના કારણે જેમ ગુણરૂપે રહેતો નથી, પરંતુ દોષ જ ગણાય છે તેમ મુક્તિનો દ્વેષ રાખવાના કારણે ગુરુદેવાદિપૂજા વગેરે ગુણો પણ ગુણસ્વરૂપ રહેતા નથી, પણ દોષસ્વરૂપ જ મનાય છે. ૧૩-દો.
૨૦૪
મુક્યષપ્રાધાન્ય બત્રીશી