Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
अथापुनर्बन्धक-द्वात्रिंशिका प्रारभ्यते ।
मुक्त्यद्वेषक्रमेणाधिकारित्वप्राप्तिर्भवतीति प्रागुक्तं तत्र पूर्वमपुनर्बन्धकमेव धर्माधिकारिणमाह
આ પૂર્વે તેરમી મુક્તદ્વેષ-બત્રીશીમાં મુક્તિ પ્રત્યેના અષના કારણે અપુનર્બન્ધકાદિ અવસ્થાને લઈને ધર્માધિકારિતા પ્રાપ્ત થાય છે – એ પ્રમાણે વર્ણવ્યું છે. ત્યાં ધર્મના અધિકારી એવા અપુનર્બન્ધકનું જ વર્ણન આ બત્રીશીમાં કરાય છે–
शुक्लपक्षेन्दुवत्प्रायो वर्धमानगुणः स्मृतः ।
भवाभिनन्दिदोषाणामपुनर्बन्धको व्यये ॥१४-१॥ शुक्लेति-शुक्लपक्षेन्दुवदुज्ज्वलपक्षचन्द्रवत् । प्रायो बाहुल्येन । वर्धमानाः प्रतिकलमुल्लसन्तो गुणा औदार्यदाक्षिण्यादयो यस्य । भवाभिनन्दिदोषाणां प्रागुक्तानां क्षुद्रत्वादीनां । व्ययेऽपगमे सति । अपुनर्बन्धकः મૃત: 9૪-૧ા.
ભવાભિનંદીપણાના દોષોનો વિગમ થયે છતે અપુનર્બન્ધક આત્માઓ; શુક્લ પક્ષના ચંદ્રમાની જેમ પ્રાયઃ પ્રવર્ધમાનગુણવાળા હોય છે.” - આ પ્રમાણે પ્રથમ શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે મુક્તિ પ્રત્યે દ્વેષ ન હોય તો પૂર્વે જણાવ્યા મુજબ અપુનર્બન્ધકાદિ દશા પ્રાપ્ત થવાથી ધર્મ પામવા માટેની અધિકારિતા - યોગ્યતા પ્રાપ્ત થાય છે. એ અધિકારસંપન્ન આત્માઓમાંથી અપુનર્બન્ધકદશાને પામેલા જીવોનું આ બત્રીશીમાં વર્ણન કર્યું છે.
આ પૂર્વે દશમી બત્રીશીમાં તેના પાંચમા શ્લોકથી ભવાભિનંદીના ક્ષુદ્રતા, લોભરતિ (લાભરતિ), દીનતા, મત્સરીપણું, ભય અને શઠતા વગેરે દોષો વર્ણવ્યા છે. એ દોષો દૂર થવાથી અપુનર્બન્ધકદશા પ્રાપ્ત થાય છે. કૃપણતા, માંગ માંગ કરવાની વૃત્તિ, દીનતા, માત્સર્ય, ભય, શઠતા, મૂર્ખતા અને નિષ્ફળક્રિયાનો આરંભ : આ ભવાભિનંદી આત્માનાં લક્ષણો છે. એના અભાવે અપુનર્બન્ધકદશા પ્રાપ્ત થાય છે. ગમે તેવી સંક્લિષ્ટ પ્રવૃત્તિ હોવા છતાં મિથ્યાત્વમોહનીયકર્માદિની ઉત્કૃષ્ટ-સિત્તેરકોટાકોટિ સાગરોપમાદિ પ્રમાણ સ્થિતિનો કે રસનો બંધ જે આત્માઓ કરતા નથી એવા જીવોને અપુનર્બન્ધક કહેવાય છે. ભવાભિનંદી આત્માના ક્ષુદ્રતાદિ દોષોનો અપગમ (ક્ષય-હૂાસ) થયે છતે ઔદાર્ય, દાક્ષિણ્ય અને પાપજુગુપ્સા વગેરે ગુણો અપુનર્બન્ધક દશામાં પ્રાયઃ વધતા હોય છે. તથાભવ્યત્યાદિના કારણે કોઈ વાર છેલ્લા સમયમાં ગુણોનો આવિર્ભાવ થાય તો ઔદાર્યાદિ ગુણો વધતા ન પણ હોય તેની અપેક્ષાએ પ્રાયઃ પદનું અહીં ગ્રહણ છે. બહુલતયા અપુનર્બન્ધકદશાને પામેલા આત્માઓ શુક્લપક્ષના ચંદ્રમાની જેમ દરેક કલાએ ઉલ્લાસ પામતા ગુણોવાળા જ હોય છે. ઔદાર્યાદિ ગુણો, ભવાભિનંદીપણાના કૃપણતાદિ દોષોના વિરોધી(પ્રતિપક્ષી) હોવાથી કૃપણતાદિ દોષોના વિરહ ઔદાર્યાદિ ગુણોનો
૨૨૮
અપુનર્બન્ધક બત્રીશી