Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
આવો સંસાર પાછો દુઃખથી ગહન છે. અર્થાત્ શરીર અને મન સંબંધી અનેક જાતનાં સેંકડો દુઃખોથી આચ્છન્ન(ઢંકાયેલો વ્યાપ્ત) છે. જ્ઞાનાવરણીયાદિકર્મના યોગે પ્રાપ્ત થયેલો આ સંસાર પ્રવાહથી અનાદિકાળનો છે. તેની દુઃખગહનતાને સમજ્યા પછી કોઈ પણ આત્માને સામાન્યથી સુખરૂપ સંસાર જણાતો નથી. પ્રગટ રીતે દુઃખગહનતાને જોયા પછી પણ તે સુખરૂપ જણાતો હોય તો તેમાં સંસારના સુખની આસક્તિ કારણ બનતી હોય છે. શાંત અને ઉદાત્ત આત્માને એવી આસક્તિ ન હોવાથી તેઓ સંસારના વાસ્તવિક દુઃખસ્વરૂપને ખૂબ જ સારી રીતે વિચારે છે. “મોડયં કુર્ણ દિનઃ નિચોચ્છેઃ ચાત્' - આ સંસાર દુઃખગહન છે. આનો ઉચ્છેદ કઈ રીતે થાય' - આવા પ્રકારની જિહાસા(સંસારના ત્યાગની ઇચ્છા)ના યોગે એ આત્માઓને ભવનિસ્તારક એવા પૂ. ગુરુદેવોના પરિચયથી સમજાય છે કે જ્ઞાન, દર્શન અને ચારિત્રના ઉપાયથી એ અનાદિનો પણ સંસાર જુદો થઈ શકે છે. સુવર્ણ ઉપર લાગેલો અનાદિકાળનો પણ મળ જેમ પ્રયોગવિશેષથી છૂટો પડે છે તેમ જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના સ્વરૂપ ઉપાયના આસેવનથી આત્માની ઉપર લાગેલો અનાદિકાલીન પણ કર્મમલ દૂર થઈ શકે છે... વગેરે વિચારણાને; ભવસ્વરૂપને આશ્રયીને ભવના વિષયની વિચારણા કહેવાય છે. શાંત અને ઉદાત્ત આત્માને આ ભવસ્વરૂપની વિચારણા જ કાલાંતરે ભવનો ઉચ્છેદ કરાવનારી બનતી હોય છે. આ સંસારની દુઃખરૂપતા સમજવાનું ખૂબ જ કપરું છે. એક વખત જો એ પરમાર્થથી સમજાય તો તેનાથી છૂટવાનું ખૂબ જ સરળ છે. ll૧૪-૧૧ ભવના ફળને આશ્રયીને જે રીતે ઊહ-વિચારણા પ્રવર્તે છે તેનું વર્ણન કરાય છે–
फलं भवस्य विपुलः क्लेश एव विजृम्भते ।
न्यग्भाव्यात्मस्वभावं हि पयो निम्बरसो यथा ॥१४-१२॥ फलमिति-भवस्य संसारस्य । फलं कार्यं । विपुलोऽनुबन्धसन्तत्या विस्तीर्णः । क्लेश एव विजृम्भते । नात्र सुखलवोऽप्यस्तीत्येवकारार्थः । आत्मन्येव सुखस्वभावे सति कथं क्लेशो विजृम्भत इत्यत आह-आत्मस्वभावं न्यग्भाव्य तिरोभाव्य । यथा पयस्तिरोभाव्य निम्बरसो विजृम्भते । भवति हि महता प्रतिपन्थिनाऽल्पस्याभिभव इति । यदा त्वात्मस्वभाव एव भूयान् भवति तदा तेनापि क्लेशाभिभवः कर्तुं शक्यत इति । न संसारदशायां क्लेशेनात्माभिभवानुपपत्तिरिति भावः फलोहनमेतत् ॥१४-१२॥
“જેમ દૂધને તિરોહિત કરીને લીમડાનો રસ પ્રગટ થાય છે તેમ આત્માના સ્વભાવને (શુદ્ધજ્ઞાન-દર્શન-સુખાદિસ્વરૂપ સ્વભાવને) તિરોહિત કરીને સંસારના ફળ સ્વરૂપે વિપુલ એવો ક્લેશ જ પ્રગટ થાય છે.” - આ પ્રમાણે બારમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ સંસારનું સ્વરૂપ દુઃખથી ગહન જ છે. પુણ્યના યોગે સામાન્યથી સુખમય જણાતા પણ સંસારમાં જન્મ, જરા અને મૃત્યુનું દુઃખ તો અનિવાર્ય જ છે. આ સંસારનો ઉચ્છેદ થાય નહિ એક પરિશીલન
૨૪૧