Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
આમ જોઈએ તો બધા જ કરે છે. પરંતુ એમાં અને આમાં તદન જ વિલક્ષણતા છે. શાંતોદાત્ત આત્માની સંસારસંબંધી વિચારણા તેનાથી છૂટવા માટે છે અને બીજાની વિચારણા તેમાં સુખી થવા માટેની છે. સંસારનું કારણ કર્યું છે, સંસારનું સ્વરૂપ કેવું છે અને સંસારનું ફળ કયું છે – આને આશ્રયીને શાંતાદાત્ત આત્મા ભવસ્વરૂપની(ભાવસંબંધી) વિચારણા કરે છે. ૧૪-૯ી.
તથાદિએમાં ભવના કારણની વિચારણા જે રીતે કરાય છે તે જણાવાય છે–
भेदे हि प्रकृतैर्नेक्यमभेदे च न भिन्नता ।
आत्मनां स्यात्स्वभावस्याप्येवं शबलतोचिता ॥१४-१०॥ भेदे हीति-भेदे होकान्ततोऽभ्युपगम्यमाने । प्रकृतेः सत्त्वरजस्तमोलक्षणाया ज्ञानावरणादिकर्मरूपाया वा । नैक्यमात्मनां संसारिणां स्यात् । तथा चैकजातीयसंसारफलोपलम्भबाध इति भावः । अभेदे चैकान्ताभेदे च न भिन्नता स्यात् तेषां । तथा च नरकतिर्यग्मनुष्यदेवादिभेदोपलम्भबाध इति भावः । स्वभावस्याप्यन्तरङ्गहेतुभूतस्य भेदाभेदयोरेकान्तयोरेतदेव दूषणम् । एवमेकान्तपक्षे उभयतःपाशरज्जुसद्भावात् शबलता कथञ्चिदेदाभेदरूपा । उचिता न्याय्येति तयैव सकलव्यवहारोपपत्तेः । हेतूहनमेतत् ।।१४-१०।।
પ્રકૃતિથી આત્મા એકાંતે ભિન્ન હોય તો આત્માઓનું ઐક્ય (સંસારસ્વરૂપ ફળની અપેક્ષાએ એકરૂપતા) ઘટી શકશે નહિ અને પ્રકૃતિથી આત્મા એકાંતે અભિન્ન હોય તો આત્માઓમાં ભિન્નતા ઘટી શકશે નહિ. સ્વભાવને આત્માના ઐક્ય કે અનૈક્યમાં કારણભૂત માનવામાં પણ એ જ દૂષણ છે. તેથી પ્રકૃતિ અને આત્મામાં કથંચિત્ ભેદભેદતા માનવાનું જ ઉચિત છે.” - આ પ્રમાણે દશમા શ્લોકનો અર્થ છે.
આશય એ છે કે સાંખ્યદર્શનપ્રસિદ્ધ પ્રકૃતિ(અચેતન તત્ત્વ) અને જૈનદર્શન(સ્વદર્શન) પ્રસિદ્ધ જ્ઞાનાવરણીયાદિકર્મસ્વરૂપ પ્રકૃતિ; પુરુષ અને આત્માથી એકાંતે ભિન્ન હોય તો ઘટાદિની જેમ તેના સંબંધના અભાવે પુરુષ અને આત્માને સંસારની પ્રાપ્તિ નહીં થાય. અનંતાનંત આત્માઓને કર્મયોગસ્વરૂપ સંસારાત્મક ફળ છે – એ સર્વજનપ્રસિદ્ધ છે. પ્રકૃતિને આત્માથી ઉપર જણાવ્યા મુજબ એકાંતે ભિન્ન માનવામાં આવે તો; સંસારસ્વરૂપ ફળને લઈને આત્મામાં જે ઐક્ય(સંસારીપણું) ઉપલબ્ધ છે તે બાધિત થાય છે. આવી જ રીતે પ્રકૃતિને આત્માથી સર્વથા અભિન્ન માની લઇએ તો આત્માઓમાં ભિન્નતાની પ્રતીતિ થઈ શકશે નહિ. નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ વગેરે સ્વરૂપે જે ભિન્નતાની પ્રતીતિ થાય છે, તેનો બાધ થશે. કારણ કે આત્માથી સર્વથા અભિન્ન એવી પ્રકૃતિનો(કારણનો) ભેદ નથી. કાર્યભેદમાં નિયામક કારણનો ભેદ છે, જે પ્રકૃતિના અભેદમાં શક્ય નથી. આ રીતે સર્વથા ભેદ અને અભેદ પક્ષમાં પ્રાપ્ત દૂષણોના નિવારણ માટે આત્માના સ્વભાવ સ્વરૂપ અંતરંગ(આત્યંતર) નિમિત્તને માની લઈએ તો તે
એક પરિશીલન
૨૩૯