Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
હવે મૃત્યુંજય તપનું વર્ણન કરાય છે
मासोपवासमित्याहु म॒त्युनं तु तपोधनाः ।
मृत्युञ्जयजपोपेतं परिशुद्ध विधानतः ॥१२-२०॥ मासेति-मासं यावदुपवासो यत्र तत्तथा । इत्येतदाहुः । मृत्युनं तु मृत्युजनामकं तु । तपोधनास्तपःप्रधाना मुनयः । मृत्युञ्जयजपेन परमेष्ठिनमस्कारेणोपेतं सहितं । परिशुद्धमिहलोकाशंसादिपरिहारेण । વિધાનતઃ વષાનિરોધદ્રહાર્યવપૂનવિપથિાનાત્ I9૨-૨૦
મૃત્યુંજય જપ(નમસ્કારમંત્રજાપ)થી યુક્ત અને કષાયોનો નિરોધ વગેરેના વિધાનથી પરિશુદ્ધ એવા એક મહિના સુધીના ઉપવાસ સ્વરૂપ તપને; તપોધન એવા મુનિભગવંતો મૃત્યુબ” (મૃત્યુંજય) નામનું તપ કહે છે.” - આ પ્રમાણે વીસમી ગાથાનો અર્થ છે. આશય એ છે કે મૃત્યુન્ન-મૃત્યુંજય તપમાં એક મહિના સુધી નિરંતર ઉપવાસ કરવાના છે. એ વખતે યથાશક્ય પંચપરમેષ્ઠી નમસ્કારમંત્રનો જાપ કરવાનો હોય છે. તપની સાથે દરરોજ કષાયોનો નિરોધ, બ્રહ્મચર્યનું પાલન, શ્રી જિનપૂજા અને શ્રી જિનવાણીનું શ્રવણ વગેરે દૈનિક કૃત્યો કરવાં જોઇએ. આ તપ પણ આ લોક કે પરલોકાદિ સંબંધી ફળની આંશસા(ઇચ્છા)થી રહિત પરિશુદ્ધ હોવું જોઇએ. આવા તપને; તપની પ્રધાનતાવાળા મુનિભગવંતો મૃત્યુબ તપ તરીકે વર્ણવે છે.
આ શ્લોકમાંના વિદ્યાન અને પરિશુદ્ધ - આ બંન્ને પદો તપની આરાધના કરનારાએ સારી રીતે વિચારવાં જોઈએ. એક મહિનાના ઉપવાસના કાળમાં પણ દેવપૂજાદિ દૈનિક કૃત્યો નિયમિતપણે કરવાં જોઇએ. અને સાથે સાથે કષાયોનો ત્યાગ વગેરે પણ કરવો જોઇએ. આટલું કષ્ટ વેઠ્યા પછી આ લોક કે પરલોક સંબંધી કોઈ પણ ફલની ઇચ્છા નહિ સેવવી. આવી સ્થિતિમાં જ એક મહિનાના ઉપવાસને મૃત્યુદ્ધ તપ કહેવાય છે. માત્ર એક મહિનાના ઉપવાસ કરવાથી મૃત્યુદ્ધ તપ કહેવાતો નથી. ઉપર જણાવ્યા મુજબ તપની સાથે દેવપૂજાદિ વિધાનોનું જ્યાં પાલન છે અને કષાયોનો નિરોધ છે - તે આશંસારહિત તપ જ શુદ્ધ તપ છે, જે કર્મનિર્જરાનું પરમ કારણ બને છે. કષ્ટ સહન કરતી વખતે ચોક્કસ રીતે કર્મનિર્જરાનું ધ્યેય હોય તો શુદ્ધ તપ સારી રીતે આરાધી શકાય. માત્ર કરી નાખવા માટે તપ કરવાનો કોઈ અર્થ નથી. આત્માના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ માટે વિહિત તપ; અજ્ઞાનાદિના કારણે નિરર્થક ન બને – એ જોવું જોઇએ. //૧૨-૨૦ગા. પાપસૂદન તપનું સ્વરૂપ જણાવાય છે
पापसूदनमप्येवं तत्तत्पापाद्यपेक्षया । चित्रमन्त्रजपप्रायं प्रत्यापत्तिविशोधितम् ॥१२-२१॥
૧૮૨
યોગપૂર્વસેવા બત્રીશી