Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
“જયાં યુવાવસ્થાના મદથી વિહ્વળ બનેલી અને મદિરાના ઘેનથી ઘેરાયેલાં નેત્રોવાળી સ્ત્રીઓ નથી તેને મૂર્ખ માણસ મોક્ષ કહે છે. પરંતુ અમારી માન્યતા એ છે કે તે પ્રિયા જ મોક્ષ છે.” – આ પ્રમાણે ચોવીશમા શ્લોકનો અર્થ છે. એનો આશય ખૂબ જ સ્પષ્ટ છે. અત્યંત વિષયની આસક્તિ જીવને કેવી વિષમ સ્થિતિમાં મૂકે છે - તેનો ખ્યાલ ઉપરના શ્લોકથી સારી રીતે આવે છે. અનાદિ-કાળના વિષયના આ સંસ્કારો મોક્ષને પામવા તો દેતા જ નથી પણ માનવા પણ દેતા નથી. આવા ભવાભિનંદી જીવો આ પ્રમાણે બોલીને કંઈકેટલા ય આત્માઓને મોક્ષ અને મોક્ષની શ્રદ્ધાથી દૂર રાખે છે, જે; પરિણામે મોક્ષ પ્રત્યેના દ્વેષમાં પરિણમે છે. I૧૨-૨૪
આ પ્રમાણે ઉપર જણાવ્યા મુજબ મોક્ષ પ્રત્યેના દ્વેષને જણાવનારા લોકપ્રલાપને જણાવીને તે વિષયના શાસ્ત્રવચનને જણાવાય છે–
वरं वृन्दावने रम्ये क्रोष्टुत्वमभिवाञ्छितम् ।
ન વાવિષયો મોક્ષ: હવાવિવર નતમ ! ૧૨-૨છે. वरमिति-गौतमेति गालवस्य शिष्यामन्त्रणम् । ऋषिवचनमिदमिति शास्त्रालापोऽयम् ।।१२-२५।।
શ્લોકાર્થ સ્પષ્ટ છે. ગાલવ નામના ઋષિ પોતાના શિષ્ય ગૌતમને જણાવે છે કે; “ગૌતમ! યમુના નદીના કિનારે રમણીય મથુરાના ઉપવન(બગીચો) વિશેષ સ્વરૂપ વૃંદાવનમાં પોતાની ઈચ્છા મુજબ જીવી શકાય એવું શિયાળનું જીવન સારું; પરંતુ સર્વથા કોઈ પણ જાતની પ્રવૃત્તિના અભાવવાળો વિષયશૂન્ય મોક્ષ કોઈ પણ અવસ્થામાં સારો નહિ.” મોક્ષ કરતાં તિર્યચપણું સારું, આ પ્રમાણે સ્પષ્ટપણે જણાવનાર એ શાસ્ત્રવાક્ય, મોક્ષ પ્રત્યેના ભારોભાર દૈષને વ્યક્ત કરે છે. સ્વચ્છંદીપણું અને વિષયનો ઉપભોગ - એ બંન્નેની તીવ્ર આસક્તિ પશુ-જીવનને પણ સારું મનાવનારી છે. ગમે તેવી અવસ્થામાં પણ મોક્ષની અવસ્થા સારી નહિ અને ઇચ્છા મુજબ જીવવા મળે તો શિયાળપણું સારું - એ પ્રમાણે જણાવીને મોક્ષ પ્રત્યે ચિક્કાર દ્વેષ ઠાલવ્યો છે.
આ શ્લોકમાં જણાવેલી વાતનો વિચાર કરવાથી સમજાશે કે સ્વચ્છંદીપણાનો પ્રેમ કેટલો ભયંકર છે. ઇચ્છા મુજબ જીવવા મળે તો માણસ ગમે તેવાં દુઃખો વેઠવા તૈયાર થાય છે. પરંતુ મોક્ષ માનવા પણ તૈયાર થતો નથી. ગૃહસ્થજીવનમાં અને સાધુજીવનમાં લગભગ આવી મનોદશા જોવા મળે છે. ઇચ્છા માટે દુઃખ વેઠાય પણ આજ્ઞા માટે ન વેઠાય - આવી વૃત્તિ લગભગ ધર્મીવર્ગમાં પણ પૂરતા પ્રમાણમાં જોવા મળે. ગૃહસ્થવર્ગમાં માતા-પિતાદિથી જુદા રહેનારાને; તકલીફો ઘણી હોવા છતાં, “પોતાની ઇચ્છા મુજબ રહેવા મળે છે, કોઈની પણ ટકટક નહીં, આપણે આપણી રીતે જીવી શકીએ'... વગેરે વિચારોથી ઇચ્છા મુજબ વર્તન થવાથી આનંદ થતો હોય છે. આવી જ સ્થિતિ લગભગ ધર્મ કરનારાની છે. ઇચ્છા મુજબ જીવવા મળે તો મોક્ષ યાદ પણ આવે નહિ ! ઇચ્છાઓનો નિરોધ કરી મોક્ષ મેળવવા આરંભેલી સાધનામાં આથી વધારે
એક પરિશીલન
૧૮૭