Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
આ શ્લોકમાં બારમા સદાચાર તરીકે ‘મિતભાષિતા' જણાવી છે. એનું વર્ણન કરતાં ગ્રંથકારશ્રી ફરમાવે છે કે અવસરે હિતકારક પણ થોડું બોલવું. સામી વ્યક્તિ પ્રત્યે આપણને હિતની બુદ્ધિ હોય તોપણ યોગ્ય અવસરે જ કહેવાયોગ્ય કહેવું જોઇએ. અવસર વિના કહેવાથી આપણી હિતકર એવી પણ વાતથી કોઈ જ લાભ થતો નથી. ઉપરથી કોઈ વાર એવું પણ બનતું હોય છે કે કાયમ માટે હિતકર એવી વાત કહેવાનો અવસર જ પ્રાપ્ત થતો નથી. અવસરે પણ વાત કરવી પડે તો તે સામા જીવના હિતની હોય તો જ કરવી. કોઈ પણ સંયોગોમાં સામી વ્યક્તિના અહિતનું કારણ બનનારી વાત કહેવાથી દૂર રહેવું જોઇએ. અવસરે હિતની પણ વાત સંક્ષેપથી થોડા શબ્દોમાં કરવી. બહુ બોલ બોલ કરવાથી હિતકારિણી વાતની પણ ઉપેક્ષા થતી હોય છે. યોગની સાધના દરમ્યાન બિનજરૂરી બોલવાની પ્રવૃત્તિથી દૂર રહેવા માટે મિતભાષિતાનો સ્વભાવ ખૂબ જ ઉપયોગી બને છે. સામાન્ય રીતે હિતાહિતનો ભેદ સમજવાનું સરળ નથી. જ્યાં સુધી યથાર્થ રીતે એ ભેદ સમજાય નહિ; ત્યાં સુધી બોલવાનું બંધ રાખવું જોઈએ. અનિવાર્ય સંયોગોમાં બોલવાનો અવસર જ આવે તો ચોક્કસપણે જે હિતકર હોય તે થોડું બોલવું. અવસર, હિત અને અલ્પપ્રમાણ – એ ત્રણનો ખ્યાલ રાખી વિવેકપૂર્વક બોલવું - એ બારમો સદાચાર છે.
પ્રાણ કંઠે આવે તોપણ; લોકમાં નિંદાને પાત્ર એવા કર્મ-કાર્યમાં પ્રવૃત્તિ ન કરવી એ તેરમો સદાચાર છે. યોગની આરાધના પ્રસંગે અનંતજ્ઞાનીઓની દૃષ્ટિએ જે નિંદાને પાત્ર છે તે સર્વ સાવદ્ય (પાપ) પ્રવૃત્તિનો ત્યાગ કરવાનો છે. એ માટે યોગની પૂર્વસેવામાં લોકોની દૃષ્ટિએ નિંદનીય મનાતા એવા કોઈ પણ કામમાં પ્રવૃત્ત ન થવું જોઇએ. આ સદાચારની અનિવાર્યતા
જ વાતઃ પ્રી: આ પદથી સમજી શકાય છે. મરણાંત કષ્ટ આવે તોપણ કુળને દુષ્ટ કરનારા અનાચારાદિમાં પ્રવૃત્તિ કરવી ના જોઈએ. નિંદનીય કામની પ્રવૃત્તિના ત્યાગનું મહત્ત્વ સમજાય તો પ્રાણના ભોગે પણ એ ગહણીય પ્રવૃત્તિથી આત્માને સર્વથા દૂર કરી શકાશે. અન્યથા એ શક્ય નહિ બને. ૧૨-૧પો
બાકીના કેટલાક આચારો જણાવાય છે–
प्रधानकार्यनिर्बन्धः सद्व्ययोऽसद्व्ययोज्झनम् ।
लोकानुवृत्तिरुचिता प्रमादस्य च वर्जनम् ॥१२-१६॥ प्रधानेति-प्रधानकार्ये विशिष्टफलदायिनि प्रयोजने निर्बन्ध आग्रहः । सद्व्ययः पुरुषार्थोपयोगी वित्तविनियोगः । असद्व्ययस्य तद्विपरीतस्योज्झनं त्यागः । लोकानुवृत्तिर्लोकचित्ताराधना । उचिता धर्माविरुद्धा । प्रमादस्य मद्यपानादिरूपस्य च वर्जनम् ।।१२-१६॥
એક પરિશીલન
૧૭૭